ગુજરાતના વેપારીનો સનસનીખેજ ખુલાસો, ભાગેડું મેહુલ ચોક્સીએ મને 128 કરોડમાં નવડાવ્યો
Bhavnagar News : મેહુલ ચોક્સીએ દેશ છોડ્યો તેના ચાર વર્ષ પહેલાં FIR નોંધાવનાર ગુજરાતના ભાવનગરના મોટા ઝવેરી દિગ્વિજયસિંહ જાડેજાએ સનસનીખેજ ખુલાસા કર્યા
Trending Photos
Mehul Choksi Extradition: ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ બાદ હવે તેના પ્રત્યાર્પણની શક્યતા છે. ચોક્સી પર લગભગ 14 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. તે 2018 થી ભારતીય તપાસ એજન્સીઓને ચકમો આપી રહ્યો છે. તેની ધરપકડ બાદ, અન્ય કેસમાં તેની મુશ્કેલીઓ વધવાની છે. ગુજરાતના ભાવનગરના મોટા જ્વેલર્સે સનસનીખેજ ખુલાસો કર્યો છે.
- ભાવનગરના સોનાના વેપારીએ કર્યો સનસનીખેજ ખુલાસો
- દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું, મેહુલે મારી સાથે 128 કરોડની છેતરપીંડી કરી
- રૂપિયા લાવવા એડીજીપી કક્ષાના અધિકારીએ 70 લાખની લાંચ માંગી હતી
106 કિલો સોનું રાખવામાં આવ્યું હતું
ભાવનગરના રહેવાસી દિગ્વિજય જાડેજાએ જણાવ્યું હતું કે તેણે ચોક્સીની કંપની પાસે રોકાણ તરીકે 106 કિલો સોનું રાખ્યું હતું અને બીજા 30 કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. જો આજના સમયમાં જોવામાં આવે તો લગભગ 128 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. તેમણે જણાવ્યું કે આ રકમ મેહુલ ચોકસીને 2010માં ફ્રેન્ચાઈઝીના નામે આપવામાં આવી હતી. પરંતુ આજ સુધી તેમને ફ્રેન્ચાઈઝી મળી નથી. જાડેજાના કહેવા પ્રમાણે, મેહુલ અને નીરવ મોદીએ કરેલા કૌભાંડની રકમ 11400 કરોડ રૂપિયા કરતા અનેક ગણી વધારે છે. જાડેજાએ 2015માં ચોક્સી વિરુદ્ધ FIR દાખલ કરી હતી. તેના આધારે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ચોકસી દ્વારા આચરવામાં આવેલા કૌભાંડો અંગે તેમણે સરકારને અનેક વખત ચેતવણી આપી હતી, પરંતુ કંઈ થઈ શક્યું ન હતું.
ગુજરાતમાંથી મેહુલ ચોક્સ પર 3 કેસ છે, જેમાં એક કેસ દિગ્વિજયસિંહ જાડેજાએ કર્યો હતો. તેમણે કહ્યું કે, મેં 2016 માં ફરિયાદ નોંધાવી હતી. 17 જેટલા વીટનેસ, પુરાવા પ્રાપ્ત થયા, છતા કોઈ અધિકારીએ કોઈ પગલા ન લીધા. દિગ્વિજયસિંહ આ કેસમાં મેહુલ ચોક્સીને ફાંસીની સજા થાય તેવુ ઈચ્છે છે. તેઓ કહે છે કે, તે કોઈ સામાન્ય ક્રિમીનલ નથી, તે મહાઠગ છે. મેહુલ ચોક્સીને ભારત લાવવું એટલું પણ સરળ નથી.
ચોક્સી 29 કંપનીઓના માલિક છે
જાડેજાએ 2018માં એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસે લગભગ 29 કંપનીઓની યાદી છે જે વિજિલન્સનું સંચાલન કરે છે. જાડેજાના કહેવા મુજબ વિદેશમાં ચોક્સીની તમામ કંપનીઓ નફામાં ચાલી રહી છે જ્યારે ભારતીય કંપનીઓને ખોટમાં બતાવવામાં આવી રહી છે જેથી ટેક્સ બચાવી શકાય અને રોકાણકારોને પૈસા ચૂકવવા ન પડે.
જાડેજાએ 2016માં ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે મેહુલ ચોક્સી પર લગભગ 9872 કરોડ રૂપિયાનું દેવું છે, જેનો ઉલ્લેખ કોર્પોરેટ અફેર્સ મંત્રાલયની વેબસાઈટ પર પણ છે. જેના કારણે મેહુલ ચોક્સી પણ વિજય માલ્યાની જેમ વિદેશ ભાગી જાય તેવી શક્યતા છે. મેહુલ ચોકસીની પત્નીનો પણ દુબઈના પોશ બુર્જ ખલીફામાં ફ્લેટ છે. જો તે વિદેશ ભાગી જશે તો તેની સામેના તમામ કેસો અટકાવી દેવામાં આવશે.
હવે આશા જાગી છે, હું પુરાવો આપીશ
દિગ્વિજયસિંહ જાડેજા કહે છે કે મેહુલ ચોક્સી ખૂબ જ હોંશિયાર છે. તેના એજન્ટો દરેક જગ્યાએ ફેલાયેલા છે. જાડેજાએ કહ્યું કે, મારી અપીલ છે કે આ કેસમાં તપાસ અધિકારી જે પણ હોય. તેણે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. જાડેજાએ કહ્યું કે મારી પાસે પુરાવા છે. જો માંગવામાં આવશે તો હું દરેક પુરાવા આપીશ. મેહુલ ચોક્સી ટૂંક સમયમાં ભારત આવે તેવી શક્યતા છે. નીરવ મોદી વિદેશ ભાગી ગયા બાદ ચોક્સી પણ પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. કોંગ્રેસ આ મુદ્દે ભાજપને નિશાન બનાવી રહી છે. જાડેજાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ગુજરાતના એડીજીપી એવા અધિકારીએ લાંચ તરીકે રૂ. 70 લાખની માંગણી કરી હતી. જો કે, જાડેજાએ અધિકારીનું નામ જાહેર કર્યું ન હતું. જાડેજાનું કહેવું છે કે જો તેમની ફરિયાદ પર કાર્યવાહી કરાઈ હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે