નિકોલસ પૂરન પાસેથી છીનવાઈ જવાની છે ઓરેન્જ કેપ, આ ભારતીય છે દાવેદાર, પર્પલ કેપ પર કોનું રાજ ?

IPL 2025 Orange Purple Cap : લખનઉ સુપર જાયન્ટ્સનો વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરન CSK સામે ફ્લોપ સાબિત થયો હતો, જેના કારણે હવે તેના પર ઓરેન્જ કેપ ગુમાવવાનો ખતરો છે. આ ભારતીય બેટ્સમેન ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે.

નિકોલસ પૂરન પાસેથી છીનવાઈ જવાની છે ઓરેન્જ કેપ, આ ભારતીય છે દાવેદાર, પર્પલ કેપ પર કોનું રાજ ?

IPL 2025 Orange Purple Cap : લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની IPL 2025ની 30મી મેચ પછી ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં બહુ ફેરફાર થયો નથી, પરંતુ નિકોલસ પૂરન અને નૂર અહેમદ જે હાલમાં નંબર-1 પર છે, તેઓ ચોક્કસપણે અનુક્રમે ઓરેન્જ અને પર્પલ કેપ ગુમાવવાના જોખમમાં છે. પુરન અને નૂર બંને આ મેચમાં ફ્લોપ સાબિત થયા હતા જેના કારણે તેઓ પોતાની લીડ વધારી શક્યા નહોતા. 

પુરને LSG vs CSK મેચમાં માત્ર 8 રન બનાવ્યા હતા, જ્યારે નૂર અહેમદને કોઈ સફળતા મળી નહોતી. ત્યારે એ ખેલાડીઓ પર એક નજર કરીએ જેઓ નિકોલસ પૂરન અને નૂર અહેમદ પાસેથી ઓરેન્જ અને પર્પલ કેપ છીનવી શકે છે.

IPL 2025માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

નિકોલસ પૂરનના નામે હવે 7 મેચમાં 59.50ની એવરેજથી 357 રન છે. હવે ગુજરાત ટાઈટન્સના સાઈ સુદર્શન પાસે પૂરન પાસેથી ઓરેન્જ કેપ છીનવી લેવાની મોટી તક છે. સુદર્શન 329 રન સાથે બીજા ક્રમે છે. હવે તેની અને પૂરન વચ્ચે 28 રનનું અંતર છે. સાઈ સુદર્શન આ સિઝનમાં જે રીતે ફોર્મમાં છે તેને જોતા એવું લાગતું નથી કે આ તેના માટે મુશ્કેલ કામ હશે.

IPL 2025માં સૌથી વધુ રન બનાવનારા ટોપ-5 બેટ્સમેનોની વાત કરીએ તો, નિકોલસ પૂરન અને સાઈ સુદર્શન સિવાય આ યાદીમાં લખનૌ સુપર જાયન્ટ્સના મિશેલ માર્શ, પંજાબ કિંગ્સના શ્રેયસ અય્યર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલીનો સમાવેશ થાય છે.

IPL 2025માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

પર્પલ કેપ વિશે વાત કરીએ તો તે હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહેમદ પાસે છે. આ અફઘાન બોલરે IPL 2025માં અત્યાર સુધીમાં સૌથી વધુ 12 વિકેટ લીધી છે, પરંતુ હવે તેની અને યાદીમાં ટોપ-8 બોલરો વચ્ચે બહુ ફરક નથી. ટોપ-8માં 5 બોલર છે જેમણે 10-10 વિકેટ ઝડપી છે, જ્યારે બે બોલરોના નામે 11-11 વિકેટ છે. નૂર કોઈપણ મેચમાં પર્પલ કેપ ગુમાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news