અમદાવાદ પ્લેન ક્રેશમાં ભાઈ-ભાભીનું મૃત્યુ, દુખદ સમાચાર સાંભળી આઘાતમાં મોટાં બહેનનું મોત

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ભયાનક દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા છે. આ અકસ્માત બાદ સામે આવી રહેલી કહાનીઓ સાંભળી હ્રદય કંપી ઉઠે છે.

અમદાવાદ પ્લેન ક્રેશમાં ભાઈ-ભાભીનું મૃત્યુ, દુખદ સમાચાર સાંભળી આઘાતમાં મોટાં બહેનનું મોત

અમદાવાદઃ અમદાવાદમાં 12 જૂને બપોરે 1.40 કલાક આસપાસ એર ઈન્ડિયાનું વિમાન મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. વિમાને અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરી પરંતુ ગણતરીના સમયમાં વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા હતા, જ્યારે વિમાન જે જગ્યાએ ક્રેશ થયું ત્યાં 30 જેટલા લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ અનેક રૂવાંડા ઉભા કરી દેતી કહાનીઓ સામે આવી રહી છે.

અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ચાંદખેડાના એક દંપતીનું પણ નિધન થયું હતું. આ પતિ-પત્નીના મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. અમદાવાદના ચાંદખેડામાં રહેતા 65 વર્ષીય ભોગીલાલ પરમાર અને તેમના પત્ની હંસાબેન પરમારે વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. બંને લોકો લંડનમાં રહેતા પુત્ર અને પુત્રવધૂ પાસે પ્રથમવાર જઈ રહ્યાં હતા. 

માતા-પિતાના મૃત્યુના સમાચાર સાંભળી પુત્ર લંડનથી અમદાવાદ દોડી આવ્યો હતો. ડીએનએ ટેસ્ટ બાદ મૃતદેહની ઓળખ થતાં પરિવારને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. આ વચ્ચે પરમાર પરિવાર પર બીજો દુખનો પહાડ તૂટી પડ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર આ ઘટના વિશે ભાઈ-ભાઈનું મૃત્યુ થયાનું જાણી ભોગીલાલના મોટા પહેન ગોમતીબહેન પરમાર આઘાતમાં સરી પડ્યાં હતાં. દુર્ઘટનાના બીજા દિવસે 13મેએ ગોમતીબહેનનું પણ મૃત્યુ થયું હતું. તેવામાં પરમાર પરિવાર પર એક સાથે બે સંકટ આવી પડ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news