'આરામ કરો અથવા રિટાયર થઈ જાવ..', પાર્ટીમાં કામ ના કરતા નેતાઓને કોંગ્રેસ અધ્યક્ષની કડક શબ્દોમાં ચેતવણી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ AICCની બેઠકમાં નેતાઓને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જેઓ કામ નથી કરતા તેમણે રિટાયર્ડ થઈ જાય અને જેઓ તેમની જવાબદારીઓ નિભાવતા નથી તેમણે નિવૃત્ત થઈ જવું જોઈએ. પાર્ટી સતત હારી રહી છે, પરંતુ જવાબદારી નક્કી કરવામાં આવી નથી.

'આરામ કરો અથવા રિટાયર થઈ જાવ..', પાર્ટીમાં કામ ના કરતા નેતાઓને કોંગ્રેસ અધ્યક્ષની કડક શબ્દોમાં ચેતવણી

Congress President Mallikarjun Kharge Warning: અમદાવાદમાં યોજાયેલી AICCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના નેતાઓને કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે જે લોકો પાર્ટીના કામમાં મદદ નથી કરતા તેમને આરામ કરવાની જરૂર છે અને જેઓ તેમની જવાબદારીઓ પૂરી નથી કરતા તેમણે નિવૃત્ત થઈ જવું જોઈએ. પરંતુ સવાલ એ છે કે શું પાર્ટી ખડગેની આ વાતનો અમલ કરી શકશે?

કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સંગઠનને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. અધિવેશનમાં વર્ષ 2025નું વર્ષ સંગઠન પર્વ તરીકે મનાવવા નક્કી કરાયુ છે. આ મીટિંગમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાયાના કાર્યકરોને મહત્વ અપાશે તેવો અણસાર આપતાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુકે, જે માત્ર હોદ્દા ભોગવી રહ્યાં છે તે નેતાઓ હવે આરામ કરે. જલ્દી રિટાયર્ડ થઈ જાય. અધ્યક્ષની ટકોરને પગલે હોલમાં તાળીઓથી ગુંજી ઉઠ્યો છે. 

પાર્ટી કાર્યકર્તાઓને આપી ચેતવણી
તેમણે ભારપૂર્વક કહ્યું, "સાથે હું એવું પણ કહેવા માંગું છું કે જે લોકો પાર્ટીના કામમાં મદદ નથી કરતા, તેમણે આરામ કરવાની જરૂર છે. જેઓ પોતાની જવાબદારીઓ નિભાવતા નથી તેઓએ નિવૃત્ત થવું જોઈએ. આ નિવેદન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો માટે કડક ચેતવણી છે, પરંતુ પાર્ટીના ભૂતકાળના રેકોર્ડ તેના પર સવાલો ઉભા કરે છે.

ગુજરાતમાં નબળા સંગઠનને કારણે જ ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરી શકી નથી. આ જોતાં હવે ગુજરાતનો મામલો કોંગ્રેસ હાઇકમાન્ડે અત્યારથી જ હાથ પર લીધો છે. એટલુ જ નહીં, વર્ષ 2027ની ચૂંટણી લડવા કોગ્રેસ હાઇકમાન્ડે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પણ સૌથી પહેલાં સંગઠનને વધુ મજબૂત કરવા પણ ભાર મૂકાયો છે. આ જોતાં પક્ષ માટે પરસેવો રેડતાં સંનિષ્ટ કાર્યકરોને જ મહત્વ આપવા નક્કી કર્યુ છે. માત્ર હોદા ભોગવતાં નેતાઓને ઘરનો માર્ગ દેખાડી દેવાશે. ખડગેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુંકે, જો પક્ષની જવાબદારી સંભાળી ન શકો તો રિયાયર્ડ થઈ જાઓ.

હારનો સિલસિલો
2014ની લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ સતત હારી રહી છે. હરિયાણા, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો. પરંતુ આ પરાજયની જવાબદારી નક્કી કરવામાં આવી ન હતી. કોંગ્રેસના પૂર્વ નેતા સંજય ઝાનું કહેવું છે કે જ્યાં સુધી ટોચના સ્તરે જવાબદારી નહીં જોવામાં આવે ત્યાં સુધી કાર્યકરોનો વિશ્વાસ જીતી શકાય નહીં. તેમણે કહ્યું, "સામાન્ય કાર્યકર્તા દરેક ચૂંટણીમાં સખત મહેનત કરે છે, પરંતુ હાર પછી કોઈને જવાબદાર ઠેરવવામાં આવતા નથી. હરિયાણા અને મધ્યપ્રદેશમાં હાર થઈ હતી, પરંતુ જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી."

પ્રાદેશિક નેતાઓનું વર્ચસ્વ
પાર્ટીએ મધ્ય પ્રદેશમાં કમલનાથ અને હરિયાણામાં ભૂપિન્દર સિંહ હુડ્ડા પર વિશ્વાસ મૂક્યો, પરંતુ બંને રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો. કમલનાથે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ અને સહયોગી અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની અવગણના કરી. હરિયાણામાં હાર છતાં હુડ્ડાનો દબદબો અકબંધ છે.

જિલ્લા પ્રમુખોની નિમણૂક અંગે ચર્ચા
કોંગ્રેસ સંમેલનને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા પ્રમુખોની નિમણૂંક ન્યાયપૂર્ણ રીતે થશે અને ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં પોતાની મહત્વની ભૂમિકા રહેશે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે અમે દેશભરના જિલ્લા પ્રમુખોની ત્રણ બેઠકો પણ બોલાવી છે. રાહુલ જી અને અમે તેમની સાથે વાત કરી. તેની પાસેથી માહિતી મેળવી હતી. અમે ભવિષ્યમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં જિલ્લા પ્રમુખોને સામેલ કરવાના છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news