ગુજરાતીઓ સાવધાન! અમદાવાદમાં કોરોનાની ધમાકેદાર રિ-એન્ટ્રી: બે વર્ષની બાળકી સહિત આ વિસ્તારોમાં 7 કેસ
Corona Virus Return: કોરોના વાયરસ (COVID-19) ફરી એકવાર ડરાવવા લાગ્યો છે. એશિયાના ઘણા દેશોમાં કોવિડના કેસ સતત વધી રહ્યા છે. ખાસ કરીને હોંગકોંગ, સિંગાપોર અને થાઇલેન્ડમાં પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે.
Trending Photos
Corona Virus Return: કોરોનાની ફરી એક વાર નવી લહેર શરૂ થઈ છે ત્યારે ગુજરાતમાં કોરોનાના સાત એક્ટિવ કેસ સામે આવ્યા છે. દુનિયાના અલગ અલગ 4 દેશો ફરીને હવે કોરોના ભારતમાં ઘૂસ્યો છે. અમદાવાદમાં એક સાથે 7 કેસ નોંધાયા છે, જ્યારે સંક્રમિત તમામ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. આ સાતેય એક્ટિવ કેસ અમદાવાદ શહેરના છે.
તમામ સાતેય દર્દી હોમ આઈ સોલેટ છે, ઓમિક્રોન વેરિએન્ટના કેસ છે, આ વેરિએન્ટ ઘાતક ન હોઈ હાલ રાજ્ય સરકારે કોઈ નવી એડવાઈઝરી જાહેર કરી નથી. અલબત્ત, ગંભીર બીમારીથી પીડાતા હોય તેવા લોકોએ ગભરાટ નહિ પરંતુ સાવચેતી રાખવી જોઈએ તે મતલબની તાકીદ કરવામાં આવી છે. 16 મેથી 20 મે સુધીમાં અમદાવાદમાં કોરોનાના સાત કેસ નોંધાયા હતા. વટવા,નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલમાં કોરોનાના કેસ નોંધાયા હતા.
આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે, અમદાવાદમાં તમામ સાતેય એક્ટિવ કેસ હોમ આઈસોલેટ છે, ઓમિક્રોન વેરિએન્ટ ઘાતક નથી. જેએન.1 ઓમિક્રોન પરિવારનો જ વેરિયેન્ટ છે. જે માઈલ્ડ પ્રકારનો કોરોના હોવાથી મોટા ભાગના દર્દી હોમ આઈસોલેટમાં રહીને સાજા થતાં હોય છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું કહેવું છે કે, શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના સાત કેસ નોંધાયા છે, જે પૈકી એલજી હોસ્પિટલની લેબોરેટરીમાં ચાર, એક ખાનગી હોસ્પિટલમાં અને ખાનગી લેબોરેટરીના બે કેસ પોઝિટિવ આવ્યા છે.
બે વર્ષના બાળક અને 15 વર્ષના બે સગીરો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. હાલ તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. સાત દર્દીઓમાં પાંચ પુરુષ અને બે મહિલા દર્દી છે. આ દર્દીઓમાં બે વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બે ૧૫ વર્ષીય દર્દી, એક ૨૮ વર્ષ, ૩૦ વર્ષ, ૫૪ વર્ષ અને એક ૭૨ વર્ષીય વૃદ્ધ દર્દી સામેલ છે. શહેરમાં બોપલ, વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા અને નવરંગપુરા વોર્ડમાં કેસ નોંધાયા છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, વિદેશમાં કોરોના વાઇરસે ફરી ઉથલો માર્યો છે. આપણે ગભરાવવાની કોઈ જરૂર નથી, જોકે સાવચેતી ચોક્કસ રાખવી જોઈએ. તબીબોનું કહેવું છે કે, જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, હાઈબ્લડ પ્રેશર, ડાયાબિટિસ કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય તેવી વ્યક્તિએ ખાસ સાવચેતી રાખવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે