ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, દરિયા કિનારા હાઈએલર્ટ પર, બંદરો પર સિગ્નલ લગાવી દેવાયા
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 10 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની હવામાનની આગાહી... સંભવિત વાવાઝોડાના પગલે જૂનાગઢના માંગરોળ અને ભાવનગરના 3 બંદર પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ... માછીમારોને દરિયામાં ન જવા માટે અપાઈ સૂચના
Trending Photos
Shakti Cyclone Alert : અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે. ડિપ્રેશનના કારણે દરિયાકાંઠના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી આવી છે. ભારે પવન વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી આવી છે. આજે ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તો સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. વોલમાર્ક સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. આવામાં દરિયો ન ખેડવા ગુજરાતના માછીમારોને સૂચના અપાઈ છે. .
હવામાન વિભાગની સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સતર્ક થયું છે. જિલ્લાના ઘોઘા બંદર, અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ અને મહુવા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાવચેતીના ભાગ રૂપે જીલ્લાના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જીએમબી એ ભાવનગરના તમામ બંદરો પર સિગ્નલો લગાવામાં સૂચના આપી છે. તકેદારીના ભાગ રૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
તો બીજી તરફ, જુનાગઢ માંગરોળ દરિયામાં કરંટ દેખાયો છે. માંગરોળ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને પરત બોલાવી લેવાયા છે અને નાની હોડીઓએ દરીયામા નહીં જવાની તંત્ર દ્વારા સુચના અપાઈ છે. માંગરોળ બંદરની બે હજાર જેટલી ફીસીગ બોટોને પહેલા જ બોલાવી લેવામાં આવી હતી. માંગરોળ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લાગ્યું લોકોને દરિયા કિનારે નહીં જવા તંત્ર દ્વારા સુચના અપાઈ છે.
સુરતમાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાને પગલે સુરત તંત્ર એલર્ટ પર મૂકાયુ છે. ICCC કેન્દ્ર પરથી વોચ રાખવામાં આવી રહી છે. અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ કરાયો છે. સુરત શહેર ના તમામ સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડામાં વૃક્ષ પડવું કે વરસાદના કારણે પાણી ભરાય જવા જેવી સ્થિતિમાં તાત્કાલિક એક્શન લેવાશે. માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે. જાફરાબાદ બંદર પર દરિયામાં આજથી કરંટ શરૂ થયો છે. દરિયામાં હાઈટાઈટની સ્થિતિ વચ્ચે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મળી છે. જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ ધારાબંદર દરિયામાં ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા. તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરાયા છે.
દ્વારકાની ગોમતી નદીમાં ભારે કરંટ
દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની મોટી અસર જોવા મળી. યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં કરંટ જોવા મળ્યો. ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. નગરપાલિકાની ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તૈનાત કરાઈ છે. પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સહેલાણીઓ મજા માણતા જોવામાં મળ્યા. કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારો ને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે