ગૃહિણીઓમાં ચિંતાનો માહોલ! શ્રાવણના તહેવાર પહેલા મોંઘવારીની ડાકણ વિફરી! સિંગતેલમાં ડબ્બે 70નો વધારો
Groundnut Oil Prices: તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ આ ખુશીના માહોલમાં ગૃહિણીઓ અને સામાન્ય લોકો માટે મોંઘવારીનો નવો માર પડ્યો છે. બજારમાં ખાદ્યતેલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે.
Trending Photos
Groundnut Oil Prices રાજકોટ: સરકારે ખાદ્યતેલના વધતા ભાવને અંકુશમાં રાખવા માટે મોટા પગલા ભર્યા હતા. છતાં આજે સવાર સવારમાં ખાદ્યતેલના ભાવમાં વધારાની ખબર આવી છે. આજે સિંગતેલ, કપાસિયા તેલ, પામ તેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હવે ગુજરાતમાં તહેવારો શરૂ થવાના છે, ત્યારે સિંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. એક મહિનામાં સિંગતેલના ભાવમાં ડબ્બે ~70નો વધારો થયો છે. જી હા...સિંગતેલના ડબ્બાનો ભાવ 2,435થી 2,485 રૂપિયા થયો છે. તેવી જ રીતે કપાસિયા તેલના ડબ્બામાં ધરખમ 110 રૂપિયાનો વધારો, કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,270થી 2,320 રૂપિયા, પામતેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો અને પામતેલના ડબ્બાનો ભાવ 1,960થી 1,970 રૂપિયા થયો છે.
માર્કેટમાં ભારે લેવાલી ન હોવા છતાં ભાવમાં વધારો થતા આશ્ચર્ય સર્જાયું છે. પામ, સોયાબીન, સૂર્યમુખી સહિતના તેલની આયાત મામલે બેઝિક ડ્યુટીમાં ઘટાડો છતાં ભાવમાં વધારો આશ્ચર્યજનક વધારો નોંધાયો છે.
સરકારે ડ્યુટી ઘટાડી, તો કેમ વધ્યા ભાવ
જુન મહિનાની શરૂઆતમાં જ ભારત સરકારે મોંઘવારી ઘટાડવા માટે એક મોટું પગલું ભર્યું હતું. ખાદ્ય તેલના ભાવ ઘટાડવા માટે કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી હતી. કેન્દ્ર સરકારે ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી અડધી કરી દીધી છે. અગાઉ, આ તેલ પર 20 ટકા ડ્યુટી લાગતી હતી, જે હવે ઘટાડીને 10 ટકા કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે