SBI બેંકની આખેઆખી બ્રાન્ચ કૌભાંડી નીકળી, 5.50 કરોડની લોન બારોબાર પધરાવી દીધી, 18 કર્મચારી સામે ગુનો
SBI Bank Loan Scam : દાહોદની પ્રતિષ્ઠિત એસબીઆઇ બેંકમાં લોન ગોટાળાનો ભાંડાફોડ: બેંક મેનેજર,એજન્ટ સહિત 18ની ધરપકડ.! ખાતા NPA થતા ઓડિટ રિપોર્ટમાં કૌભાંડ સામે આવ્યું
Trending Photos
Dahod News ધ્રુવગીરી ગોસ્વામી/દાહોદ : દાહોદમાં દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સુરક્ષિત ગણાતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી લોન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સ્ટેટ બેંકની બે અલગ અલગ બ્રાન્ચમાં એજન્ટોએ અગાઉના બેંક મેનેજર સાથે મળી બોગસ પગાર સ્લીપ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે બેંકના તમામ નીતિ નિયમોને નેવી મૂકી અધધ કહી શકાય તેટલું 5.50 કરોડની લોન આપી છેતરપિંડી કર્યા હોવાનું બેંકની ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે. આ મામલે બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ બેંક મેનેજર એજન્ટો સહિત 30 જેટલા લોકો સામે નામજોગ ગુના દાખલ કરી બંને બ્રાન્ચના મેનેજર, બે એજન્ટો તેમજ લોનધારકો મળી કુલ 18 લોકોની ધરપકડ કરતા દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદમાં મનરેગા બાદ બેંક લોન કૌભાંડ
દાહોદમાં એક પછી એક કૌભાંડ સામે આવતા દાહોદનું નામ રાજ્ય લેવલે નહીં, પરંતુ દેશભરમાં કલંકિત થઈ રહ્યું હોય તેવું જોવાઈ રહ્યું છે. એક પછી એક કૌભાંડોની વચ્ચે દાહોદની state bank of india માંથી લોન કૌભાંડ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં 2021 થી 2024 ના સમયગાળા દરમિયાન sbi ની મેઈન બ્રાન્ચના મેનેજર ગ્રુમીતસિંહ પ્રેમસિંગ બેદીએ સંજય ડામોર તેમજ ફઇમ શેખ સાથે ગેરકાયદેસર રૂપિયા બનાવ્યા હતા. પોતાની સત્તાનો દુરુપયોગ કરી, બેંકના નિયમોને નેવે મૂકી રેલવેમાં વર્ગ 4 માં નોકરી કરતા રેલવે કર્મચારીઓને કમિશન ઉપર તેમની પગાર ઓછી હોવા છતાંય બનાવટી પગાર સ્લીપમાં પગાર વધારે બતાવી હતી.
બોગસ પગાર સ્લીપો તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે લોન લેનારની યાદી
(1) ગુરમિતસિંહ પ્રેમસીંગ બેદી બેંક મેનેજર
(2) રાળુભાઈ ગુલાભાઈ મેડા
(3) વિજયકુમાર મદનભાઇ ડામોર
(4) સુરમલભાઇ વિછીયાભાઈ બબેરીયા
(5) રાજેન્દ્રસીંગ ભવરસીંગ રાજાવત
(6) મુકેશભાઈ છતરૂભાઈ ભાભોર
(7) રાકેશભાઈ હરસીંગભાઈ ડોડીયાર
(8) વિજયભાઇ મોસીનભાઈ ડામોર
(9) અરવિંદભાઈ શનુભાઈ ચારેલ
(10) નરેશભાઈ બચુભાઈ ભુરીયા
(11) ફતેસીંગ મંગળાભાઈ ગોહિલ
(12) ખાતુભાઈ લલુભાઈ બામણીયા
(13) રેમલાભાઈ વિછીયાભાઈ ભાભોર
(14 )અમરસીંગ ગબુભાઈ ડામોર
(15)દિલીપકુમાર સીયારામ પાલ
(16) સુરેશકુમાર રૂપસીંગ રાઠોડ
(17) તાજુભાઈ કસનાભાઈ પરમાર
(18) વિક્રમભાઈ મંગળભાઈ પટેલીયા
(19)સંજયભાઈ રૂપાભાઈ હઠીલા
(20) આશીષકુમાર સીમલભાઇ બારીયા
(21) અંકીત રાજેન્દ્રકુમાર જાતે ધોલકીયા
(22) પ્રવિણભાઈ ગલાભાઈ જાતે ગરાસીયા
(23) રમેશભાઈ ગુલાબભાઈ જાતે ગોધા
(24) જેસિંગભાઈ નાનજીભાઈ જાતે ડામોર
(25) રાજેશભાઈ હિરજીભાઈ જાતે મછાર
(26) ભરતભાઈ નવલભાઈ જાતે પારગી
(27) ઝીનલબેન સોમાભાઈ જાતે મકવાણા
(28) રાજેન્દ્રકુમાર ડાહ્યાભાઈ જાતે ગાંધી
(29) સુભાષકુમાર મનોરભાઈ જાતે તાવીયાડ
(30) ભીખાલાલ ધુલજીભાઈ જાતે પ્રજાપતી
(31) મનીષ વામનરાવ જાતે ગવલે ( બેંક મેનેજર)
આમ કરીને કુલ 19 લોકોને 4.75 કરોડની લોન આપી દીધી હતી. તેવી જ રીતે GLK ટાવરમાં ચાલતી SBI ની બીજી બ્રાન્ચ બ્રાન્ચેના મેનેજર મનીષ વામનરાવ ગવળેએ બંને એજન્ટો સાથે મળી 10 જેટલા વ્યક્તિઓના બનાવટી દસ્તાવેજો, પગાર સ્લીપ, બનાવી તેમને ઓન પેપર જીએસઆરટીસીના કર્મચારી તેમજ શિક્ષકો બતાવી 82.72 લાખ રૂપિયાની લોન આપી દીધી. આ આ લોન ગોટાળામાં બેંક મેનેજરે બંને એજન્ટો સાથે મળી બેંકના નિયમોને નેવે મૂકી લોન આપી દીધી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બંને એજન્ટોને બેંક મેનેજરોને લોન પેટે કમિશન ચૂકવતા હતા
પોલીસ દ્વારા પકડાયેલા સંજય ડામોર અને ફઈમ શેખ બેંકની બહાર એજન્ટ તરીકે લોન લેવા આવનાર વ્યક્તિઓની શોધમાં રહેતા હતા. તેમની પગાર સ્લીપ અપડેટ કરાવી મોટી લોન અપાવવાની બાંહેધારી આપતા હતા. અને લોન મંજુર થયા બાદ લોન લેનાર વ્યક્તિ પાસેથી કમિશન પેટે પૈસા લેતા હતા. જેમાં એક ભાગ બેંક મેનેજર સુધી પહોંચાડવામાં આવતો હતો. બંને એજન્ટો બેન્ક મેનેજર સાથે મળી આ લોન કૌભાંડ આચરી રહ્યા હતા.
લોન ધારકો NPA થતા ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું
આ લોન કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. અને બનાવટી પગાર સ્લીપ લોન લેનાર લોનધારકો પણ લોનના હપ્તા સમયસર ભરી રહ્યા હતા. પરંતુ ગેરકાયદેસર રીતે લોન મેળવનાર ત્રણથી ચાર જેટલા લોન ધારકો હપ્તાના પૈસા સમયસર ન ભરી શકતા તેમના ખાતા NPA થયા હતા. જે બાદ જૂન 2024 માં ઓડિટ રિપોર્ટમાં મામલો સામે આવ્યો હતો. જેમાં દસ્તાવેજો નિરીક્ષણ કરતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે