વરુણ દેવ વિફર્યા! આ જગ્યાએ વાદળ ચારેબાજુ ભારે તારાજી...VIDEO માં જુઓ વરસાદથી તબાહીનું મંજર

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભૂસ્ખલન સાથે વાદળ ફાટવાની ઘટનાઓ પણ બની છે. આનાથી સામાન્ય લોકોના જનજીવન પર ભારે અસર પડી છે. ચાલો જાણીએ ક્યાં કેટલું નુકસાન થયું છે.

વરુણ દેવ વિફર્યા! આ જગ્યાએ વાદળ ચારેબાજુ ભારે તારાજી...VIDEO માં જુઓ વરસાદથી તબાહીનું મંજર

ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રુદ્રપ્રયાગમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. આના કારણે કેદારઘાટીમાં પણ વાદળ ફાટ્યું છે. જેના કારણે બધે જ વિનાશ થયો છે. ઘણા ઘરો અને વાહનો પણ કાટમાળ નીચે દટાઈ ગયા છે.

— CMNS_Media⚔️ #Citizen_Media🏹VEDA 👣 (@1SanatanSatya) July 26, 2025

ગૌરીકુંડમાં ભૂસ્ખલનને કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને, કેદારનાથ ધામ તરફ જવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે.

⭕️यात्रियों की सुरक्षा के दृष्टिगत मार्ग के खुलने तक केदारनाथ धाम हेतु यात्रियों की आवाजाही पूर्ण रूप से की गई है बन्द। pic.twitter.com/5lijDvzzmW

— Rudraprayag Police Uttarakhand (@RudraprayagPol) July 26, 2025

ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આ ઉપરાંત, ઘણા વાહનોને પણ ભારે નુકસાન થયું છે.

— bhUpi Panwar (@askbhupi) July 26, 2025

ગઈકાલે રાત્રે વાદળ ફાટવાથી ઘણું નુકસાન થયું છે અને કાટમાળને કારણે નજીકના ગામો જાગોટ, કમસલ, ભટવાડી, મણિગુહ, માલખી, રમસી, ડોભાલ, ભૌસલના રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે.

— Dr. Kuldeep Azad Negi (@DrKuldeepNegi) July 26, 2025

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news