Zudio ની ફ્રેન્ચાઈઝી મેળવવાના નામે સુરતનો વેપારી 31 લાખમાં છેતરાયો
સુરત સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરી છે. ટેલિફિશિંગ ગેંગના બે આરોપીની મધ્ય પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. વેબસાઈટ ડિઝાઇનરે ઝુડિયો ફ્રેન્ચાઈઝીના નામે સુરતના વેપારી પાસેથી 31 લાખ પડાવ્યા હતા.
Trending Photos
Surat News : સુરત સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરી છે. ટેલિફિશિંગ ગેંગના બે આરોપીની મધ્ય પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. વેબસાઈટ ડિઝાઇનરે ઝુડિયો ફ્રેન્ચાઈઝીના નામે સુરતના વેપારી પાસેથી 31 લાખ પડાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં દુકાનો ટાટા ઝુડિયો કંપનીને ભાડે આપવાના ઈરાદે ગુગલનો સહારો લેનાર સુરતના એક વેપારીને લાખો રૂપિયા ગુમાવ્યા હતા. એક વેપારીને રૂ. 31 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે ઠગ આરોપીઓની મધ્યપ્રદેશથી ધરપકડ કરી જેલ ભેગા કર્યા. એક આરોપી વેબસાઈટ ડિઝાઇનર છે.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી સાંઈ આશિષ સોસાયટી માં રહેતાં અનુરાગ રાજકુમાર હીરાણી પાસે નવસારીના ચીખલીમાં કમર્શિયલ દુકાનો હોઇ તેણે તે ટાટા ઝુડીયોની કંપનીને ભાડે આપવાનું નક્કિ કર્યું હતું. ૨૨મી માર્ચે તેણે ઝૂડિયોની મેઇલ આઇ.ડી. સર્ચ કરતાં ઝુડિયો હેલ્પ લાઈન ઉપરથી એક મેઈલ આઈ.ડી. મળી હતી. તેને પોતાની દુકાનો ફ્રેન્ચાઇઝી માટે ભાડે આપવાનો મેઇલ કર્યો હતો. થોડાંક દિવસો બાદ તેમને વળતો મેઇલ આવ્યો હતો. આ દુકાનોમાં ફેન્ચાઈઝી આપવા માટે તત્પરતા દાખવી કંપની કરાર કરવા તૈયાર હોવાનું જણાવી ઝુડીયોના નામથી અલગ અલગ લેટર મોકલાવ્યા હતા.
નવસારીના ચીખલીમાં આવેલી દુકાનોમાં ઝુડિયોની ફ્રેન્ચાઈઝી લેવા માટે ગુગલના સહારો લેનાર સુરતનાં વેપારીએ ૩૧ લાખ રૂપિયા ગુમાવવા પડયા હતા. જે બનાવવા અંગે સાયબર સેલમાં બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંને ઠગ આરોપીઓની ધરપકડી જલ ભેગા કર્યા હતા.
કોની કોની ધરપકડ કરાઈ
રવી S/o મનોહર પાટીદાર
ગુન્હામાં ભૂમિકા :- સદર આરોપી આઇ.ટી. સેક્ટર, વેબ ડવલોપગ, ડીઝીટલ માર્કેટીંગ, વેબસાઇટ ડીઝાઇનીંગ અને કન્ટેન્ટ માર્કેટીંગનો જાણકાર છ આરોપી દ્વારા Nexan Tech | Digital Marketing | Software Company નામની કંપની ચલાવી web and Digital services ના નામે ઉજ્જૈન ખાતે ઓફિસમાં ચાલાવતો હતો.
પ્રશાંત S/o મોહનદાસ કસેરા
ગુન્હામાં ભૂમિકા :- સદર આરોપીએ અટક કરવામાં આવેલ આરોપી રવી પાટીદારનો સંપર્ક બિહાર રાજ્યના નાસતા ફરતા આરોપીઓ સાથે ઓનલાઈન વ્હોટ્સએપના માધ્યમથી કરાવી આપેલ હતો
દુકાનોમાં ફ્રેન્ચાઈઝી આપવા માટે તત્પરતા દાખવી કંપની કરાર કરવા તૈયાર હોવાનું જણાવી ઝુડિયોના નામથી અલગ અલગ લેટર મોકલાવ્યા હતા. દુકાન ભાડે લેતા પહેલાં રજિસ્ટ્રેશન ફી, એન.ઓ.સી., કરારના નામે નાણાં પડાવવાનું શરૂ કર્યું હતું. અલગ અલગ બહાના હેઠળ 31 લાખ પડાવી લેવાયા હતા છતાં સુરતના વેપારીને ફ્રેન્ચાઈઝી મળી ન હતી. પરંતુ વધુ નાણાં માંગવાનું સતત ચાલુ રહેતા મામલો શંકાસ્પદ લાગ્યો હતો. આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો સામે આવ્યો હતો.
સુરત સાયબર ક્રાઈમે રવી મનોહર પાટીદારની ધરપકડ કરી છે. જે આઇ.ટી. સેક્ટર, વેબ ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, વેબસાઇટ ડિઝાઇનિંગ છે અને પ્રશાંત મોહનદાસ કસેરાની ધરપકડ કરવામાં આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે