ગાંધીનગરથી મોટા અપડેટ : વિદ્યા સહાયકની ભરતી સ્થગિત કરાઈ, આ છે કારણ
Gujarat Vidhyasahayak Recruitment Cancelled : ધોરણ 6થી 8ની વિદ્યા સહાયકની ભરતી સ્થગિત કરાઈ..ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે ભરતીને સ્થગિત કરવામાં આવી...2 દિવસની જિલ્લા પસંદગી બાદ ભરતી પ્રક્રિયા સ્થગિત કરાઈ..નવી જિલ્લા પસંદગીની તારીખ અંગે ફરી જાહેરાત કરાશે..MSc અભ્યાસ સાથે જ્ઞાન સહાયક નોકરી કરતા ઉમેદવારો ગયા હતા કોર્ટમાં
Trending Photos
Gandhinagar News : ગાંધીનગરથી મોટા અપડેટ આવ્યા છે. ધોરણ 6 થી 8 ની વિદ્યા સહાયક ભરતી સ્થગિત કરાઈ છે. ફરીથી નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભરતી સ્થગિત કરાઈ છે.
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ છે, ત્યારે ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.
ગાંધીનગરથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત હાઇકોર્ટના આદેશના પગલે ધોરણ 6 થી 8 ની વિદ્યાસહાયકની ભરતી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. બે દિવસની જિલ્લા પસંદગી બાદ ભરતી પ્રક્રિયા સ્થગિત કરાઈ છે. નવી જિલ્લા પસંદગી તારીખ અંગે ફરી જાહેરાત કરાશે. MSc અભ્યાસ સાથે જ્ઞાન સહાયક નોકરી કરતા ઉમેદવારો હાઈકોર્ટમાં ગયા હતા.
વિધાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ ના ઉમેદવારો માટે અગત્યની સુચના
વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ના ઉમેદવારોને પ્રથમ તબક્કાની જિલ્લા પસંદગી માટેના કોલલેટર તા.૨૩/૦૭/૨૦૨૫ થી તા.૦૬/૦૮/૨૦૨૫ સુધીના આપવામાં આવેલ. જે પૈકી તા.૨૩/૦૭/૨૦૨૫ અને તા.૨૪/૦૭/૨૦૨૫ ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણ થયેલ છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાનસહાયક કે અન્ય નોકરીની સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલ લાયકાતના ગુણ ગણવા બાબતે દાખલ થયેલ સ્પે.સિ.એ.નં. ૮૧૬૯/૨૦૨૫ ૮૬૭૧/૨૦૨૫ ૯૪૭૪/૨૦૨૫ અને ૯૮૩૬/૨૦૨૫ ની તા.૨૪/૦૭/૨૦૨૫ ના રોજ સુનાવણી થયેલ. જેમાં મળેલ આદેશ અનુસાર ઉક્ત મુજબના ઉમેદવારોને સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોઈ તા.૨૫/૦૭/૨૦૨૫ થી તા.૦૬/૦૮/૨૦૨૫ દરમિયાન જિલ્લા પસંદગી માટે કોલલેટર આપેલ ઉમેદવારોને અન્ય સુચના ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગી પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવેલ છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તથા પુન: જિલ્લા પસંદગી શરૂ ક૨વા માટેની સુચના સમિતિની વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ ક૨વામાં આવશે તેથી નિર્યામતિ રીતે વેબસાઈટ જોતાં રહેવા જણાવવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે