આણંદના રસ્તાઓ પર જોવા જેવી થઈ! ફરી બાખડ્યા કોંગ્રેસી નેતાની પત્ની અને સ્ત્રી મિત્ર
Congress Leader Bharatsinh Solanki : કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં સામે આવ્યો છે. ભરતસિંહના પત્ની રેશ્મા અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત સામ-સામે આવ્યા છે. આણંદના રસ્તા પર બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે
Trending Photos
Anand News : ભરતસિંહ સોલંકીના પત્ની અને તેમના સ્ત્રી મિત્ર વચ્ચે શાબ્દિક વાક યુદ્ધના વીડિયો સામે આવ્યા છે. આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિધ્ધિ રાજપૂત સામસામે આવવાની ઘટના બની હતી. મોડી રાત્રે વિદ્યાનગર રોડ પર આઈસ્ક્રીમ પાર્લર બહાર રિદ્ધી રાજપૂત અને રેશ્મા પટેલે વચ્ચે વાક યુદ્ધ સર્જાયાના સીસીટીવી સામે આવ્યા છે.
રેશ્મા પટેલના હાથમાં મોબાઈલ હતો અને તેમાં વિડિઓ રેકોર્ડિંગ અથવા વીડિયો કોલ ચાલુ હોય તેવું દેખાઈ રહ્યું છે. લાંબો સમય સુધી રસ્તા પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની સ્થાનિક લેવલે ચર્ચા ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ રેશ્મા પટેલ અને રિદ્ધી રાજપુત વચ્ચે અનેકવાર બબાલ થઈ ચૂકી છે. ઘટના બાદ મોડી રાત્રે રિદ્ધી રાજપુતે રેશ્મા પટેલ સામે અરજી આપી હતી. મોડી રાત્રે ભરતસિંહને સ્ત્રી મિત્રને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી. જોકે, સમગ્ર ઘટનામાં પોલીસ કાર્યવાહી થશે કે કેમ તે અંગે અસમંજસ છે.
પોલીસ તરફ થી હજુ સુધી ઘટના અંગે કોઈ સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે