રોહિત બાદ શ્રેયસ નહીં પણ આ ખેલાડી બની શકે છે ભારતીય ODI કેપ્ટન, પસંદગી સમિતિએ મન બનાવી લીધું છે !

Indian ODI captain : રોહિત શર્મા પછી આગામી ODI કેપ્ટન કોણ હશે તે મોટો પ્રશ્ન છે. જોકે શ્રેયસ ઐયર પણ મર્યાદિત ઓવરના ફોર્મેટમાં કેપ્ટનશીપ માટે દાવેદાર છે, પરંતુ ભારતીય પસંદગીકારો આ ખેલાડીને ODI કેપ્ટન બનાવવા માંગે છે.

રોહિત બાદ શ્રેયસ નહીં પણ આ ખેલાડી બની શકે છે ભારતીય ODI કેપ્ટન, પસંદગી સમિતિએ મન બનાવી લીધું છે !

Indian ODI captain : રોહિત શર્માએ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારતમાં હાલમાં ત્રણ અલગ અલગ ફોર્મેટમાં ત્રણ કેપ્ટન છે, રોહિત હજુ પણ ODI ટીમનો કેપ્ટન છે, જ્યારે સૂર્યકુમાર યાદવ T20I ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.

ભારતીય પસંદગીકારો શુભમન ગિલને ODI કેપ્ટનશીપ સોંપવા માંગે છે

ભારત પાસે ત્રણેય અલગ અલગ ફોર્મેટમાં ત્રણ અલગ અલગ કેપ્ટન છે અને આ લાંબા સમય સુધી ટકવાની શક્યતા નથી. મીડિયા અહેવાલ મુજબ, અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ ODI ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ શુભન ગિલને સોંપવા માંગે છે, જેનો અર્થ એ છે કે 25 વર્ષીય ગિલ ત્રણમાંથી બે ફોર્મેટમાં ટીમનો કેપ્ટન રહેશે.

રિપોર્ટ મુજબ, BCCI ત્રણેય ફોર્મેટ માટે ત્રણ કેપ્ટન રાખવાનું ટાળવા માંગે છે. 2027 ODI વર્લ્ડ કપ ઓક્ટોબરમાં યોજાવાનો છે અને હજુ અઢી વર્ષ બાકી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત ત્યાં સુધીમાં 40 વર્ષનો થઈ જશે, તેથી તે ચોક્કસ નથી કે તેનું ફોર્મ અને ફિટનેસ તેને આ ટુર્નામેન્ટ રમવા દેશે કે નહીં.

રોહિત 2027 ODI વર્લ્ડ કપમાં ભારતનો કેપ્ટન હશે ?

જો કે, હજુ સુધી સ્પષ્ટ નથી કે શુભમન ગિલને ODI કેપ્ટન બનાવવાનું પગલું તાત્કાલિક લેવામાં આવશે કે નહીં. 2026 T20 વર્લ્ડ કપ પહેલા ત્રણેય ફોર્મેટના ખેલાડીઓના વર્કલોડનું સંચાલન કેવી રીતે થાય છે તેના પર ઘણું નિર્ભર રહેશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCI એ અપેક્ષા રાખી હતી કે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને વિજય અપાવ્યા પછી રોહિત ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, પરંતુ 50 ઓવરના ફોર્મેટમાં તેના ભવિષ્ય વિશે 38 વર્ષીય ખેલાડી સાથે કોઈ ચર્ચા થઈ નથી.

ગયા મહિને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી, રોહિતે કહ્યું હતું કે તે વનડે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે, બીસીસીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે વનડે ફોર્મેટમાં કેપ્ટન રહેશે. રોહિત 2022થી ODI ક્રિકેટમાં ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે અને તેણે 2023 ODI ક્રિકેટ વર્લ્ડ કપના ફાઇનલમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. તો થોડા દિવસો પહેલા એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે શુભમન ગિલ પણ હવે મર્યાદિત ફોર્મેટમાં ODI માટે દાવેદાર બની ગયો છે. ગિલ હાલમાં ઇંગ્લેન્ડમાં છે અને ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news