Ahmedabad: પહેલા સંબંધ બાંધ્યો, પછી વાયરળી ગળું દબાવી પતિએ કરી પત્નીની હત્યા
અમદાવાદમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી છે. વહેલી સવારે પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલા પતિની પોલીસે ધરપકડ કરી લીધી છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે. જ્યારે એકબીજા પર શંકા કરવાની શરૂ થાય તો સંબંધમાં વિવાદ વધતો જાય છે. અમદાવાદમાં એક એવી ઘટના બની જેમાં પતિએ શંકાના આધારે પોતાની પત્નીની હત્યા કરી છે. માતાની હત્યા થતાં ત્રણ બાળકો નોંધારા બન્યા છે. ત્યારે જાણો કઈ રીતે પતિએ કરી પત્નીની હત્યા..
પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના વાસણામાં રહેતા નરેશ ખીમોરિયાએ પોતાની પત્નીની 15 જુલાઈએ વહેલી સવારે હત્યા કરી હતી. વાસણામાં આવેલા ચામુંડાનગરમાં મીનાબેન ખીમોરીયા તેના પતિ નરેશ ખીમોરિયા અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. નરેશ ખીમોરિયા કડિયા કામ જાણતો હોય પરંતુ કોઈ કામધંધો કરતો ન હોવાથી વારંવાર પત્નીને હેરાન કરતો હતો. મૃતક મહિલા ઘરકામ કરી ગુજરાત ચલાવતા હતા. આપોરી નરેશ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી સતત ઝઘડા કરતો હતો. ઘટનાનાં 4-5 દિવસથી સતત પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા અને પોલીસમાં રજૂઆત પણ ગઈ હતી, જોકે મીનાબેને પતિ સામે ફરિયાદ ન કરી. નરેશે એક દિવસ વહેલી સવારે પત્નીને પોતાના ઘરના ઉપરના માળ પર બોલાવી ત્યારબાદ તેની સાથે સંબંધ બાંધ્યો હતો. પરંતુ પત્નીના ચરિત્ર પર શંકા જતાં પંખાના વાયરથી તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી.
મૃતક મીનાબેનનાં પિતા પણ મીનાબેનના મકાનના ઉપરનાં માળે ચારેક વર્ષથી ભાડે રહે છે. નીચેના માળે મીના તેના પતિ, બાળકો અને સાસુ, સસરા સાથે રહે છે. મુળુભાઈ પરિમલ ચાર રસ્તા પાસે એક બિલ્ડીંગમાં લિફ્ટમેન તરીકે ફરજ બજાવે છે. તેમની દિકરી મીનાનાં લગ્ન 20 વર્ષ પહેલા નરેશ ખીમોરીયા સાથે થયા હતા. મીના અને તેના પતિ નરેશ વચ્ચે ઘણા દિવસોથી ઝઘડા ચાલતા હતા. 15મી જુલાઈના રોજ અચાનક સવારે પાંચ વાગે નરેશ બહારથી ઘરે આવ્યો અને પત્ની મીનાને લઈને ઉપરના માળે ગયો અને થોડી વારમાં પાછો બહાર જતો રહ્યો હતો.
મીનાના માતા પિતા સહિતના પરિવારજનો ઉપરના માળે પહોંચતા મીના જમીન પર ઢળી પડેલી હાલતમાં હતી, તેના ગળામાં ઈજાના નિશાન હતા. જેથી 108ને જાણ કરાઈ હતી, 108નાં મેડિકલ ઓફિસરે તપાસ કરતા મીનાનું મોત થયું હોવાની જાણ પરિવારને થઈ હતી. મૃતદેહની પાસે એક વાયર પણ જોવા મળ્યો જેથી તેના પતિ નરેશે તેનું વાયરથી ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી નાખી હોવાનું પરિવારને જણાતા આ મામલે વાસણા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આ મામલે તપાસ કરી અંતે આરોપી નરેશ ખીમોરીયાને પકડી પાડ્યો હતો. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે