બોટાદ જિલ્લામાં મોતનો કોઝ-વે! સતત રહે છે અકસ્માતનો ભય, 2 દિવસ પહેલા ત્રણના થયા હતા મોત

ગોધાવટાનો આ ગોઝારો કોઝવે આજે પણ જીવના જોખમે ઊભો છે. પ્રશ્ન એ છે કે, આખરે કેટલી જિંદગીઓ ગુમાવ્યા બાદ સરકાર અને પ્રશાસન જાગશે?...શું સાળંગપુર જેવા પવિત્ર યાત્રાધામનો રસ્તો સુરક્ષિત બનશે?... આ પ્રશ્નોના જવાબની રાહ જોવે છે ગોધાવટા ગામના લોકો.

 બોટાદ જિલ્લામાં મોતનો કોઝ-વે! સતત રહે છે અકસ્માતનો ભય, 2 દિવસ પહેલા ત્રણના થયા હતા મોત

રઘુવીર મકવાણા, બોટાદઃ વાત બોટાદ જિલ્લાના એક ગોઝારો કોઝવેની....જે ચોમાસામાં અનેક દુર્ઘટનાઓને આમંત્રણ આપે છે...બે દિવસ પહેલા જ આ કોઝ વેએ ત્રણ લોકોનો ભોગ લીધો હતો જેમાં એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પણ હતા...સાળંગપુર જતાં હજારો શ્રદ્ધાળુઓ માટે ઉપયોગી આ કોઝ વે પર ઓવરબ્રિજની માગ થઈ રહી છે...ત્યારે કેમ આ કોઝવે બન્યો છે ગોઝારો કોઝ વે?...ગામ લોકોએ શું આપી છે મોટી ચીમકી?...જુઓ આ અહેવાલમાં...

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલું ગોધાવટા ગામ. નજીકમાં સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર. લાખો યાત્રાળુઓની અવરજવરનો આ મુખ્ય રસ્તો. પરંતુ, ચોમાસામાં આ રસ્તો બની જાય છે મોતનું કારણ... ગોધાવટા ગામનો એક કોઝવે, જેને સ્થાનિકો ઓળખે છે ગોઝારા કોઝવે તરીકે. ઓછી ઊંચાઈ અને ખરાબ ડિઝાઇનના કારણે આ કોઝવે ચોમાસામાં બની જાય છે જીવલેણ....

આ એ જ કોઝવે છે, જ્યાં બે દિવસ પહેલા એક ગમખ્વાર અકસ્માતે ત્રણ જિંદગીઓ છીનવી લીધી. એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત સહિત ત્રણ લોકોનું મોત થયું. આ ઘટનાએ સ્થાનિક લોકોનો ગુસ્સો ભડકાવ્યો છે.  

ગોધાવટા-ગુંદા વચ્ચે આવેલા આ કોઝવે પર એક આર્ટિગા કાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ. કારમાં સવાર સાત લોકોમાંથી ચારને બચાવી લેવાયા, પરંતુ ત્રણ લોકોના મોત થયા, જેમાં BAPSના પૂજ્ય શાંત ચરિતસ્વામી, કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને 9 વર્ષના પ્રબુદ્ધ કાછીયાનો સમાવેશ થાય છે. NDRF અને સ્થાનિક વહીવટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર કોઝવેની ખતરનાક સ્થિતિ પર સવાલો ઉભા કર્યા. 

આ કોઝવે એટલો જ મહત્વનો છે કારણ કે તે વડોદરા, અમદાવાદ, સુરત જેવા શહેરોમાંથી સાળંગપુર આવતા યાત્રાળુઓ માટે ટૂંકો રસ્તો છે. દરરોજ હજારો વાહનો અહીંથી પસાર થાય છે. પરંતુ, ચોમાસામાં ઘૂંટણસમું પાણી અને ખરાબ ડિઝાઇનના કારણે આ કોઝવે બની જાય છે મોતનું કૂવો...

ગોધાવટા ગામના લોકો વર્ષોથી આ કોઝવેની જગ્યાએ પાકો અને ઊંચો ઓવરબ્રિજ બનાવવાની માગ કરી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન અને સરકારને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. હવે ગામલોકો ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news