ગોપાલ ઈટાલિયાને મોરબીના ધારાસભ્યની સીધી ચેલેન્જ, દમ હોય તો આવી જાય ગાંધીનગર રાજીનામું લઈને
Kanti Amrutiya Challenge To Gopal Italia: વીસાદરથી ચૂંટણી જીતીને નવા નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયા અને મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એકબીજાને પડકાર આપી રહ્યા છે. ત્યારે Z 24 કલાકના સંવાદાતાએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે ટેલીફોનીક વાતચીતમાં કરી હતી.
Trending Photos
વીસાદરથી ચૂંટણી જીતીને નવા નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયા અને મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એકબીજાને પડકાર આપી રહ્યા છે. રાજીનામું આપીને સામસામે ચૂંટણી લડવાનો એકબીજાને પડકાર ફેંક્યો છે. અમૃતિયાએ કહ્યું કે AAPને એક બેઠક આવી છે ત્યાં તો ઉપાડો લીધો છે. ગોપાલ ઈટાલિયા રાજીનામું આપીને મોરબી લડવા આવે તો ખબર પડે. સામે પક્ષે ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારી લીદી છે. ઈટાલિયાએ કહ્યું કે કાંતિભાઈ 12 તારીખ સુધીમાં રાજીનામું આપી બતાવે.
ઈટાલીયા રાજીનામું આપવા આવે તો તે પણ રાજીનામુ આપશે!
ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે Z ૨૪ કલાકના સંવાદાતાએ ટેલીફોનીક વાતચીતમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતે બોલ્યા એ વાત ઉપર મક્કમ છે. આગામી સોમવારે 12:00 વાગ્યે કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે વિધાનસભા અધ્યક્ષ પાસે પહોંચશે. કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે જો ગોપાલ ઈટાલીયા પણ રાજીનામું આપવા આવે તો તે પણ રાજીનામુ આપશે.
વીસાવદરમાં ચૂંટણી લડવા માટે કેમ આવ્યા હતા?
વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે શરૂ થયેલો જુબાની જંગ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને ધારાસભ્યોએ રાજીનામું આપીને મોરબીમાંથી ચૂંટણી લડવાનો હુંકાર ભર્યો છે ત્યારે વીસાવદરની જનતા ગોપાલ ઈટાલિયાને સલાહ આપી રહી છે કે, જો મોરબીથી ચૂંટણી લડવી હતી તો પછી વિકાસનાં કામ કરવાના વાયદા કરીને વીસાવદરમાં ચૂંટણી લડવા માટે કેમ આવ્યા હતા?
બંને ધારાસભ્યોએ આ વાકયુદ્ધને પ્રતિષ્ઠાનો જંગ
હવે જો વીસાવદરને છોડીને મોરબી જવાનું હોય તો તમે કામ કરવાના જે વાયદા કર્યા હતા તે પૂરા કોણ કરશે? સૌથી મોટો સવાલ એ છે કે, શું ફરી એકવાર વીસાવદરની જનતા જોડે દગો થવા જઈ રહ્યો છે? આવતી કાલે બપોરે 12 વાગ્યા સુધીમાં બંને ધારાસભ્યો રાજીનામું આપશે તો વીસાવદર અને મોરબીનો જંગ રોમાંચક બની જશે. એક બાપના બોલ, શૂરા બોલ્યા નવ ફરે અને મરદ માણસના હાકલા પડકારા જેવા શબ્દો વાપરીને વચ્ચે બંને ધારાસભ્યોએ આ વાકયુદ્ધને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો છે.
અમે તમને ખો-ખોની રમત રમવા માટે જીતાડ્યા નથી- જનતા
જો કે ધારાસભ્યોનો જુબાની જંગ અને તેમના અહમ સંતોષવા માટેના હાકલા-પડકારાથી વીસાવદરની જનતાની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. જનતા હતાશ છે અને કહી રહી છે કે અમે તમને ખો-ખોની રમત રમવા માટે જીતાડ્યા નથી. તમારે કામ કરવાનાં છે. જો જનતા સાથે દગો કરશો તો વીસાવદરની જનતા તમને ક્યારેય માફ નહીં કરે.
મોરબીના મતદારોની અમૃતિયાને સલાહ
વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે શરૂ થયેલો જુબાની જંગ તેમના મતદારોને પરેશાન કરી રહ્યો છે. જી હા,,, ZEE 24 કલાકની ટીમ જ્યારે મોરબીના મતદારો વચ્ચે પહોંચી તો લોકોએ કહ્યું કે અમૃતિયા સાહેબ તમે ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપવાનું રહેવા દો અને મોરબીના વિકાસ પર વધારે ધ્યાન આપો. અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને 2 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે તે મુદ્દે પણ મતદારોએ કહ્યું કે ઘણા પૈસા હોય તો જનતાને આપી દો અથવા તો મોરબીમાં સાફસફાઈનું કામ અને રોડ-રસ્તાનું કામ પૂરું કરો. એટલું જ નહીં વેપારીઓએ પોતાના જ ધારાસભ્યને ચેલેન્જ આપી છે કે તેઓ એકવાર મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ચાલીને બતાવે.
કાંતિ અમૃતિયાની ઓડિયો ક્લિપ વાયરલ
ગોપાલ ઈટાલિયાને આપેલી ચેલેન્જ વચ્ચે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.સુરત AAP કાર્યકર મહેન્દ્ર ચાવડા સાથે MLA અમૃતિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.જેમાં જેવા AP કાર્યકરે ઈટાલિયાનું નામ લે છે તેવા કાંતિ અમૃતિયા ભડકે છે..ગોપાલ ઈટાલિયાએ ક્યારે રાજીનામું આપવાની વાત કરી એવું મહેન્દ્રભાઈ નામના કાર્યકર્તાઓ પુછ્યું તો ધારાસભ્ય અમૃતિયાએ કહ્યું કે, તમારે પણ લડવા આવવું હોય તો આવી જજો..ઈટાલિયાના સમર્થકને પકડાર આપતા અમૃતિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તું પણ લડવા આવી જજે એવું અમૃતિયાએ AAP કાર્યકર્તાને જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે