દેશનું સૌથી મોટું ડિજીટલ એરેસ્ટ ગાંધીનગરમાં ઝડપાયું, મહિલાને 3 મહિના બંદી બનાવી 19 કરોડ ખંખેર્યા
Biggest Ditigal Arrest ; દેશનું સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ સ્કેમ ગાંધીનગરમાંથી ઝડપાયું છે, ડિજિટલ એરેસ્ટના આરોપીને CID ક્રાઈમે ઝડપી પાડ્યો, મહિલા ડૉકટરને 3 મહિના ડિજિટલ અરેસ્ટ કરીને કરોડો રૂપિયા પડાવ્યા
Trending Photos
Gandhinagar News ; ડિજીટલ એરેસ્ટની ઘટનાથી ગુજરાત ચોંકી ગયું છે. ગુજરાતનું સૌથી મોટું ડિજીટલ અરેસ્ટ સ્કેમ ગાંધીનગરથી ઝડપાયુ છે. ડિજિટલ છેતરપિંડી કરતી ગેંગે એક મહિલા ડોક્ટરને ધમકાવીને રૂ.19.24 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા છે. મહિલા ડોક્ટરને 3 મહિના સુધી ડિજીટલ અરેસ્ટ કરાઈ હતી. CID ક્રાઇમની ટીમે એક વ્યક્તિને ઝડપી છે જેના ખાતામાં એક કરોડ ટ્રાન્સફર થયા છે. એક તરફ ગુજરાતમાં સાયબર ફ્રોડ અવેરનેસ ચાલી રહી છે, ત્યાં બીજી બાજુ ગાંધીનગરના એક મહિલા તબીબ ડિજીટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. આરોપીઓએ અલગ અલગ બેંકખાતામાં મહિલા પાસેથી 19.24 કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. મહિલા કુલ 3 મહિના સુધી ડિજીટલ એરેસ્ટમાં રહી હતી. CID ક્રાઇમે આરોપી લાલજી બલદાણીયાની ધરપકડ કરી છે. ગાંધીનગરમાં સિનિયર સિટિઝન મહિલા ભોગ બન્યાં છે, તેઓ વ્યવસાયે ડોક્ટર છે. મહિલાને બે દીકરી છે અને બંને દીકરીઓ વિદેશમાં રહે છે.
- એક અઠવાડિયા પહેલા ઘટના માટે નોંધ થઈ હતી
- સાયબર ગઠિયા ડરાવી અને ધમકાવી ૩૦ કરતાં વધારે એકાઉન્ટમાં ૧૯ કરોડથી વધારે નાણાં પડાવ્યા છે.
- એક એકાઉન્ટ ધારકને પકડીને લીંક શોધવામાં આવી રહી છે.
- વધુ તપાસ ચાલી રહી છે અને સફળતા મળશે એવી આશા છે.
- બહારના કોઈ સંકળાયેલા છે કે કેમ તે તપાસ બાદ ખ્યાલ આવશે.
- માર્ચ મહિનામાં ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ધીમે ધીમે કેસ નો નિકાલ થશે એમ કહી નાણાં પડાવ્યા છે.
- ભોગ બનનાર પાસે આ નાણાં ક્યાંથી આવ્યા તે મહત્વનું નથી પરંતુ હાલ ભોગ બનનાર તરીકે જોઈ તપાસ ચાલી રહી છે.
- ફરિયાદી સિનિયર સિટીઝન છે.
- ૩૦ એકાઉન્ટ અંગે તપાસ કરી જેમાં આ આર પી ની ધરપકડ થઈ છે.
- ખૂબ મોટી ગેંગ છે. અલગ અલગ રાજ્યોના એકાઉન્ટ છે.
- હાલ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય ગેંગ નું કનેક્શન સામે આવ્યું નથી.
- સોશિયલ મીડિયા પર વધારે લોકો માહિતી આપે છે જેથી ડેટા લીક થાય છે. આમ, સોશિયલ સ્પેસ પર ડેટા હોવાના કારણે લોકોને ટાર્ગેટ કરતાં હોય એમ બની શકે છે.
- ડિજિટલ એરેસ્ટ લાંબા સમય સુધી ખેંચાય છે ત્યારે ભોગ બનનાર લોકો પણ સામેથી માહિતી આપતા હોય છે.
- અલગ અલગ રીતે લોકોમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવાનું કામ પોલીસ કરી રહી છે.
- આટલી મોટી રકમનો ડિજિટલ એરેસ્ટનો કેસ હજુ સુધી મળ્યો નથી. ગુજરાત માં તો આવો કેસ મળ્યો જ નથી. - ધર્મેન્દ્ર શર્મા, એસપી. સાયબર ક્રાઈમ વિભાગ.
આરોપીએ મહિલાને શું કહીને ધમકાવી હતી
મહિલા ડોક્ટર પોતાના ગાંધીનગરમાં રહે છે. 15મી માર્ચ, 2025ના રોજ મહિલા પર એક ફોન આવ્યો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનમાંથી જ્યોતિ વિશ્વનાથ નામની વ્યક્તિએ મહિલાને કહ્યું હતું કે, તમારા તમામ મોબાઇલ ફોન બંધ થઇ જશે, કારણ કે તમારા ફોનમાંથી અપમાનજનક મેસેજ વારંવાર ઘણા લોકો સુધી પોસ્ટ થઇ રહ્યા છે. એના માટે તમારા વિરુદુધમાં FIR કરવી પડશે. આ કેસમાં મની લોન્ડરિંગનો ગુનો દાખલ થયો છે અને એ માટે FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ) એક્ટ અને PMLA (ધ પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ) એક્ટ, ભારત સરકારની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. તમારા પર નજર રાખવા સિવિલ ડ્રેસમાં પોલીસના માણસો તેમના ઘરની આસપાસ ફરી રહ્યા છે.
આ બાદ પોલીસ ઇન્સ્પેકટર અને પબ્લિક પ્રોસિક્યુટર સહિતનાં નામે મહિલાને કોલ આવ્યા હતા. મહિલાને ગુનામાં સંડોવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. તેમજ કાયદાકીય ધમકીનો કોલ લેટર પણ મોકલી દેવાયો હતો. આ ગુનામાંથી બહાર નીકળવું હોય તો પ્રોપર્ટી અને તમામ મિલકતની માહિતી આપો...'' એવું કહીને મહિલા પાસેથી તમામ વિગતો માંગી લેવાઈ હતી. આ બાદ આરોપીઓએ અસલી ખેલ શરૂ કર્યો હતો.
કોઈ મહિલા તબીબને આ રીતે ત્રણ મહિના ડિજીટલ એરેસ્ટ કરીને 19.24 કરોડ ખંખેરી લેવાની આ ગુજરાતની પહેલી ઘટના છે. તે દેશનો સૌથી મોટો ડિજીટલ એરેસ્ટનો કેસ બની ગયો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતના લાલજીભાઈ જયંતીભાઈ બદલાણિયાના નામના શખ્સના કાતામાં 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. જેની ધરપકડ કરવામાં આવી છે.
રૂપિયા આપવા મહિલાએ ઘરનું સોનું પણ વેચ્યું
મહિલા વ્યવસાયે ડોક્ટર છે. મહિલાને બે દીકરી છે અને બંને દીકરીઓ વિદેશમાં રહે છે. ડિજીટલ એરેસ્ટ થયેલી મહિલા તબીબને એટલી ડરાવાઈ હતી કે, તેણે વિવિધ રીતે રૂપિયા ભેગા કર્યા હતા. મહિલાઓ સોના પર લોન લીધી, એફડી તોડી અને શેર વેચીને રૂપિયા ચૂકવ્યા હતા. આમ, કરીને મહિલાએ કુલ 19.24 લાખ આરોપીઓને ચૂકવ્યા હતા. અમારે કેટલાક રૂપિયા સરકારી બેંક એકાઉન્ટમાં ભરવાના છે અને એ તમને પાછા મળી જશે..'' એમ કહી અલગ અલગ બેંક એકાઉન્ટ મળી કુલ 35 જેટલાં બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા.
વીડિયો કોલ કરીને હાજરી પુરાવતાં
ગાંધીનગરનાં મહિલા ડોક્ટરને એટલા પ્રેશરમાં લાવી દેવામાં આવ્યાં હતાં કે તેઓ જ્યાં જતાં ત્યાં સામેથી વીડિયો કોલ કરીને હાજરી પુરાવતાં હતાં અને પોતાના લોકેશનનું અપડેટ આપતાં રહેતાં હતાં. સાયબર ઠગોએ મહિલા ડોક્ટર પાસેથી તેની સંપત્તિ, પ્રોપર્ટી, સોનું, FD, શેર, રોકડાની તમામ વિગતો માગી લીધી હતી. મહિલા અંધારામાં રહ્યાં ને બધી વિગતો આપી દીધી હતી. ડોકટર સાથે થયેલી ડિજિટલ અરેસ્ટની સૌથી મોટી ફરિયાદમાં ગુજરાત સાયબર ક્રાઈમની ચાર ટીમ અલગ અલગ તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે