માસિક ધર્મ દરમિયાન શ્રાવણ માસના સોમવાર સહિતના વ્રત રાખી શકાય ?

Shravan 2025: શ્રાવણ મહિનો શરુ થઈ ચુક્યો છે અને આ મહિનામાં સોમવાર સહિતના વ્રત મહિલાઓ કરતી હોય છે. આ સમયે એક પ્રશ્ન યુવતીઓના મનમાં હોય છે કે માસિક ધર્મ દરમિયાન સોમવારનું વ્રત કરી શકાય કે નહીં. આજે તમને આ અંગેના નિયમ વિશે જણાવીએ.
 

માસિક ધર્મ દરમિયાન શ્રાવણ માસના સોમવાર સહિતના વ્રત રાખી શકાય ?

Shravan 2025: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનાનો દરેક દિવસ પવિત્ર હોય છે પરંતુ આ મહિનામાં આવતા સોમવારનું વ્રત સૌથી વધુ મહત્વનું હોય છે. આ વ્રત સૌ કોઈ કરે છે. ખાસ કરીને મહિલાઓ અને કુંવારી યુવતીઓ સોમવારનું વ્રત જરૂર રાખે છે. સોમવારનું વ્રત યુવતીઓ મનોવાંચ્છિત વર પ્રાપ્ત થાય તે માટે યુવતીઓ રાખતી હોય છે. પરિણીત મહિલાઓ સુખી વૈવાહિક જીવન માટે સોમવારનું વ્રત કરે છે. શ્રાવણ માસમાં 16 સોમવારનું વ્રત પણ શરુ કરવામાં આવે છે. 16 સોમવારના વ્રતને લઈ મહિલાઓના મનમાં અસમંજસ રહે છે કે જો વ્રત દરમિયાન પીરિયડ આવે તો વ્રત રાખવું કે નહીં.

માસિક દરમિયાન વ્રતના નિયમ

માસિક ધર્મ દરમિયાન વ્રત અને પૂજા નિષેધ હોય છે એવું કહેવું સાચું નહીં ગયા. માસિક દરમિયાન મહિલાઓને આરામ મળે તે માટે પૂજા પાઠ અને રસોડાથી દુર રાખવામાં આવે છે. જ્યાં સુધી વાત વ્રત રાખવાની હોય તો વ્રત કરવાની મનાઈ એટલા માટે હોય છે કે વ્રત દરમિયાન ખાલી પેટ રહેવાથી તબિયત બગડી શકે છે. જો મહિલા શારીરિક રીતે સ્વસ્થ અનુભવ કરે છે તો તે વ્રત રાખી શકે છે. શાસ્ત્રો અનુસાર માસિક દરમિયાન પૂજા કરવી નહીં.

માસિક દરમિયાન કોઈ વ્રત આવે તો ભગવાનની પૂજા કરવાની મનાઈ હોય છે. આ સમયમાં જાપ, સાધના, ભજન-કિર્તનને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માસિક દરમિયાન વ્રત કર્યું હોય તો માનસિક પૂજા કરી શકાય છે. 16 સોમવારની વાર્તા પણ દુર બેસીને સાંભળી શકાય છે. આ સમય દરમિયાન મનમાં ભગવાનના નામનું સ્મરણ કરતા રહેવું. પૂજા કરવાની વિધિ પરિવારના સભ્યો પુરી કરી શકે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news