43 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને 4 દિવસમાં ફરીથી કુંવારા, પાટીદાર યુવકને સાનિયા છેતરી ગઈ
Looteri Dulhan : મહેસાણાના પાટીદાર યુવકે 2.76 લાખ આપી લગ્ન કર્યા, અને લૂંટેરી દુલ્હન 4 દિવસમાં રફુચક્કર થઈ ગઈ. શું છે સમગ્ર ઘટના, જુઓ આ અહેવાલમાં..
Trending Photos
Mehsana News તેજસ દવે/મહેસાણા : વિજાપુરના ફુદેડા ગામનો લગ્નોત્સુક યુવક લૂંટેરી દુલ્હનથી છેતરાયો છે. લગ્નની લાલચમાં લગ્ન બાદ લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ. સોનિયા નામની દુલ્હન લગ્ન બાદ ફરાર થઈ. જેણે રૂપિયા 2.51 લાખ લગ્ન ખર્ચ પેટે લીધા હતા. લગ્ન ખર્ચ ઉપરાંત 25000 ના દાગીના પણ લઈ ગઈ.
43 વર્ષની ઉંમરે કન્યાની શોધ, 43 વર્ષની ઉંમરે કન્યા મળી, 43 વર્ષે થયા લગ્ન અને 4 દિવસમાં યુવક ફરી કુંવારો થઈ ગયો. એક લૂંટેરી દુલ્હનના પ્રતાપે લગ્નોત્સુક યુવકના સપના ચકનાચૂર થઈ ગયા. મહેસાણાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામે એક વિધવા માતાના ગરીબ દીકરાને લૂંટેરી દુલ્હને લગ્ન કર્યાંના ચાર જ દીવસમાં 2.76 લાખનો ચૂનો લગાવી ફરાર થઈ ગઈ.
મહેસાણાના વિજાપુર વિસ્તારમાં લગ્નોત્સુક યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. લગ્નની લાલચમાં વધુ એક પરિવાર લૂંટાયો છે. વિજાપુરા તાલુકા ફૂદેડા ગામે સુનીલભાઈ પટેલ અને તેની વિધવા માતા ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. સુનીલભાઇ પટેલની ઉમર 43 વર્ષ થયા બાદ લગ્ન ન થતા હતા. તેમને એજન્ટ દ્વારા લગ્ન કરવાનું નકકી કર્યું. ત્યારે માણસા તાલુકા ધેધુ ગામના જશીબેન એજન્ટ બનીને આવ્યા હતા. સુનીલભાઇના લગ્ન અમદાવાદની સાનિયા પટેલ સાથે કરાવી આપવાનું નક્કી કર્યું. જેનાં બદલામાં 2.50 લાખ આપવાનું કહ્યું હતું. સુનીલભાઇ 2.50 લાખ આપી સાનિયા પટેલ સાથે મંદિરમાં પહોંચી ફુલ હાર કરી હરખભેર લગ્ન કરી લીધાં.
જો કે લગ્નના ચાર દિવસ બાદ સાનિયાના પરીવારના સભ્યો આ દુલ્હનને પોતાના ઘરે લઈ ગયા હતા, તે આજ દિન સુધી પરત આવિ નથી અને એજન્ટ સહિત તમામ લોકો પોતાના મોબાઈલ બંધ કરીને ભાગી ગયા હતા.
સુનીલ પટેલને પોતે ઠગાયો હોવાની ખબર પડતાં આ ભોગ બનનાર યુવાને લાડોલ પોલીસ મથકમાં 1 સાનિયા પટેલ, 2 ગંગીબેન, 3 જસીબેન સહીત કુલ 4 ઠગો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. ત્યારે લાડોલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદની ગંગાબેન અને જસીબેનની સાથે એક મહારાજે સુનીલભાઈના લગ્ન કરાવ્યા હતા. સપ્તેશ્વર ખાતે લગ્ન કરી એક વાર સાનિયા સુનીલભાઈના ઘરે રોકાઈ હતી. લૂંટેરી દુલ્હન અને તેનાં સાગરીતો નાણાં લેતા વીડિયો સામે આવ્યાં છે.
મહેસાણા જિલ્લામાં લગ્નની લાલચમાં અત્યાર સુધી ઘણા લોકો લૂંટેરી દુલ્હનના શિકાર બની ગયા હશે. તેવામાં વિજાપુરના ફૂદેડા ગામે વધુ એક યુવાન લગ્નમાં ઠગાયો છે. જોકે પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે