રાજકીય રોટલા શેકવા નીકળેલા રાજ ઠાકરેએ હવે ગુજરાતીઓનો વિરોધ શરૂ કર્યો, સરદાર પટેલનું કર્યું અપમાન

Raj Thackeray On Gujarati : મનસે પ્રમુખ રાજ ઠાકરેએ લોખંડી પુરુષ સરદાર પટેલ અને પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનું કર્યું અપમાન. કહ્યું- આ ગુજરાતીઓની નજર પહેલેથી મુંબઈ પર છે,,, મુંબઈ કોઈના બાપનું નથી

રાજકીય રોટલા શેકવા નીકળેલા રાજ ઠાકરેએ હવે ગુજરાતીઓનો વિરોધ શરૂ કર્યો, સરદાર પટેલનું કર્યું અપમાન

Marathi Language Controversy : રાજ ઠાકરેએ સરદાર પટેલનું અપમાન કરતાં ગુજરાતમાં ભારે આક્રોશ ફેલાયો છે. હિન્દી ભાષાનો વિવાદ છેડીને રાજકીય રોટલા શેકવા નીકળેલા રાજ ઠાકરેએ હવે ગુજરાતીઓનો વિરોધ શરૂ કર્યો છે. વોટબેંકની રાજનીતિમાં સાવ નીચલી પાયરી પર ઉતરી ગયેલા રાજ ઠાકરેએ ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે ગુજરાતના સપૂત અને પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનું પણ અપમાન કર્યું છે. 

તેમણે મુંબઈની જનસભામાં સરદાર પટેલ પર નિશાન સાધતાં કહ્યું કે, વલ્લભભાઈને અમે લોહપુરુષ માનતા હતા. પરંતુ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો દાવ કોનો હતો? તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માગતા હતા. આ સાથે જ ઠાકરેએ બફાટ કરતાં કહ્યું કે, આ ગુજરાતીઓની પહેલેથી જ મુંબઈ પર નજર છે. 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં જ્યારે જ્યારે આંદોલન થયાં ત્યારે મોરારજી દેસાઈએ મરાઠીઓને બંદૂકની ગોળીએ ઠાર મરાવ્યા હતા. વોટ માટે ઠાકરે બંધુઓ કઈ હદે પ્રાંતવાદની ગંદી રાજનીતિ કરીને લોકોને વિભાજીત કરી રહ્યા છે તે જુઓ. આ ઠાકરે બંધુઓ વોટ બેંક માટે કઈ હદે નીચલી પાયરીએ ઉતરી ગયા છે તે જુઓ. ઠાકરે બંધુઓ જરા કાન ખોલીને સાંભળી લે. ગુજરાતીઓના અપમાનની વાત આવશે ત્યારે ZEE 24 કલાક હંમેશાં અવાજ ઉઠાવશે અને તમારા બફાટનો ખુલ્લેઆમ વિરોધ કરશે. 

મનસે પ્રમુખ રાજ ઠાકરે તમને કેમ ગુજરાતીઓની ઈર્ષ્યા થાય છે? કેમ ગુજરાતીઓની પ્રગતિ ઠાકરે બંધુઓથી સહન થતી નથી? ઠાકરે બંધુઓ યાદ રાખે આ ગુજરાતીઓ છે. પથ્થરને પાટુ મારીને આ ગુજરાતીઓ પાણી કાઢી શકે છે. એટલે તમારી વાણીને સંભાળીને વાપરજો. તમારી રાજનીતિ તમને મુબારક. ઠાકરે કાન ખોલીને સાંભળી લે. મહારાષ્ટ્રથી મુંબઈ છીનવાઈ નથી રહ્યું. મહારાષ્ટ્ર અને મુંબઈમાંથી તમારી રાજનીતિ ખતમ થઈ રહી છે. એક સમય એવો આવશે કે તમારી પાર્ટી અને તમે નામશેષ થઈ જશો. કોઈ ભાવ નહીં પૂછે. આ ગુજરાત છે. ગુજરાતે હંમેશાં બહારના લોકોને આવકાર્યા છે. ઈરાનથી પારસીઓ ગુજરાત આવ્યા તો ગુજરાતે તેમને આવકાર્યા હતા. પોલેન્ડથી શરણાર્થી બાળકો આવ્યાં તો જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીએ તેમને આવકાર્યા હતાં. અને આજે ગુજરાતના દરેક ઉદ્યોગમાં દેશનાં તમામ રાજ્યોના લોકો કામ કરે છે તેમને પણ ગુજરાતે આવકાર્યા છે. એટલે ગુજરાતીઓ સામે બફાટ કરવાનું રહેવા દો રાજ ઠાકરે. આ ગુજરાત છે. ગુજરાતીઓ મર્યાદામાં રહે છે એનો મતલબ હરગીઝ એવો ના કરતા કે ગુજરાતીઓ ડરે છે. ગુજરાતીઓએ જ આ દેશને આઝાદી અપાવી હતી અને ગુજરાતીઓના કારણે જ દેશમાં લોકશાહીની સ્થાપના થઈ અને અમારા જ પ્રતાપે તમે વાણી સ્વાતંત્ર્યના અધિકારના નામે બફાટ કરી રહ્યા છો. એટલે યાદ રાખજો. આ ગાંધીનું ગુજરાત છે. તો આ સરદારનું પણ ગુજરાત છે. ગુજરાત તમને ક્યારેય માફ નહીં કરે. 

તમે મુંબઈ આવો. તમને મુંબઈના દરિયામાં ડૂબાડી ડૂબાડીને મારીશું
મુંબઈમાં જે લોકો મરાઠી ભાષા ના બોલે તેમની ધોલાઈ કરવાનું કહીને ફરી એકવાર રાજ ઠાકરેએ મોટો વિવાદ છેડી દીધો છે. એક જનસભામાં રાજ ઠાકરેએ ભાજપના સાંસદ નિશિકાંત દુબેના નિવેદનનો જવાબ આપતાં કહ્યું કે તમે મુંબઈ આવો. તમને મુંબઈના દરિયામાં ડૂબાડી ડૂબાડીને મારીશું. એટલું જ નહીં, રાજ ઠાકરેએ બહારના કોઈ પણ રાજ્યના લોકો જો બળજબરી કરે તો તેમને મારવાની ધમકી આપી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે અને તેમના કાર્યકરો છેલ્લા ઘણા દિવસોથી મુંબઈમાં બિન મરાઠીઓ પર બળજબરી કરતા હોવાના બનાવો સામે આવ્યા છે એ બધાની વચ્ચે ફરી એકવાર રાજ ઠાકરેએ ભડકાઉ ભાષણ આપીને પોતાના કાર્યકરોને ઉશ્કેર્યા છે. 

મહત્વનું છે કે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે હિંદી ભાષાનો વિરોધ કરતા ઠાકરે બંધુઓનાં તાકાત હોય તો મસ્જિદ પાસે ઉર્દુ બોલતા લોકોને મારીને બતાવે. ઠાકરે બંધુઓમાં તાકાત હોય તો યુપી-બિહાર કે તમિલ અને તેલુગુ ભાષી લોકોને મારીને બતાવો. આ નિવેદનના જવાબમાં રાજ ઠાકરેએ વળતો પલટવાર કરીને વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, જેમને મરાઠી ભાષા સમજમાં નથી આવતી તેમના કાન નીચે એક ઝાપટ મારો. જેથી તેમને ખબર પડે કે મહારાષ્ટ્રમાં મરાઠી નહીં બોલવાનું શું પરિણામ આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news