રુંવાડા ઉભા કરી દેતા દ્રશ્યો, જગન્નાથ મંદિરમાં સાંકળથી બાંધેલા હાથીને મહાવતે લાકડીથી 17 વાર ફટકા માર્યા
Man Hit Elephant Video Viral : જગન્નાથ મંદિરના હાથી પર મહાવત લાકડી લઈ તૂટી પડ્યો, 43 સેકન્ડમાં હાથીને 19 ફટકા માર્યા, રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો વાઈરલ થતા પ્રાણી પ્રેમીઓમાં રોષ
Trending Photos
Ahmedabad News : અમદાવાદની રથયાત્રામાં ભડકેલા હાથીનો વીડિયો બાદ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જગન્નાથ મંદિરમાં મહાવત દ્વારા હાથીને માર મારતો વીડિયો વાયરલ થયો છે. મહાવત હાથીને લાકડીથી માર મારતો તેવો વીડિયો રુંવાડા ઉભા કરી દે તેવો છે. રથયાત્રામાં બેકાબૂ થયા હાથીને મારમાર્યો હોય તેવી ચર્ચા વહેતી થઈ છે. જોકે, ઝી 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.
અમદાવાદમાં શુક્રવારે ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં મંદિરનો એક હાથી બેકાબૂ થયો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. હાલ આ ભડકેલા હાથીને મંદિર દ્વારા સલામત સ્થળે એકાંતવાસમાં મૂકાયો છે. જોકે, રથયાત્રાના એક દિવસ બાદ મંદિરના પ્રાંગણમાં જ્યાં હાથી મૂકાય છે ત્યાંનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં હાથીની દેખરેખ રાખનાર વ્યક્તિ તેને લાકડીથી ફટકા મારી રહ્યો છે.
આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. પરંતુ આ વીડિયોથી પ્રાણી પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે. એક અબોલ જીવ પર આ પ્રકારે અમાનુષી અત્યાચાર કરવો કેટલો યોગ્ય કહેવાય તેવા સવાલો ઉઠ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે