નહીં સાંભળ્યું કે જોયું હોય...પણ વાત સાચી! અહીં થાય છે ઢીંગલા-ઢીંગલીના લગ્ન, જાણો શું છે લોક વાયકા?
Unique Tradition Doll-Doll Marriage: લગ્નનો માહોલ કેવો હોય છે તે આપણે સૌકોઈ જાણીએ છીએ. પરંતુ ભર ચોમાસે લગ્ન અને તે પણ યુવક-યુવતીના નહીં. પરંતુ ઢીંગલા-ઢીંગલી લગ્ન થતાં હોય તેવું સાંભળ્યું છે. નહીં સાંભળ્યું કે, જોયું હોય... ચાલો વિગતે જણાવીએ
Trending Photos
નિલેશ જોશી/દમણ: કેન્દ્રશાસિત દમણના માછી સમાજમાં વર્ષો જૂની પરંપરાથી ઢીંગલા ઢીંગલીના અનોખી રીતે લગ્નની કરવામાં આવે છે. દમણના ટંડેલ અને માછી સમાજની મહિલા માટે ઢીંગલા અને ઢીંગલીના લગ્ન ભારે ઠાઠથી ઉજવે છે અને વર્ષોથી દર વર્ષે દમણમાં આ લગ્નની પરંપરા શા માટે ઉજવાય છે અને શું છે લોક વાયકા?
દમણમાં હાલે વરસાદી મૌસમ વચ્ચે અનોખા લગ્ન ની ઉજવણી ચાલી રહી છે ..દમણના માછી સમાજ દ્વારા 18 જેટલી શેરીઓ માં ઢીંગલા ઢીંગલી ના લગ્નની ઉજવણી કરવામાં આવી .દર વર્ષની જેમ આ વર્ષે પણ માછી સમાજ ની મહિલાઓ અને બાળકોએ દેવ લગ્નની ઉજવણી કરી રહ્યા છે . ઢીંગલા અને ઢીંગલી ના નવા વસ્ત્રો અને તેમનો શણગાર કરવામાં આવે છે. શેરી ની તમામ મહિલાઓ આ લગ્ન માં શામિલ થાય છે . તમામ પરિવારોમાં સાચા લગ્ન જેવો માહોલ થાય છે.
અને જેવી રીતે તેમના બાળકો ના લગ્ન માં વરઘોડો કાઢે છે તે જ રીતે બેન્ડ બાજા સાથે આ ઢીંગલા ઢીંગલી નો વરઘોડો પણ કાઢવામાં આવે છે ઘરમાં ઢિંગલીના લગ્નમાં વાસ્તવિક લગ્નની જેમ હાજરી હોય છે . પરંપરાગત લોક ગીતો ગવાય છે . માછી સમાજના લોકો પોતાના જૂના કપડાઓ ભેગા કરી ઢીંગલા ઢીંગલી નું સ્વરૂપ આપવામાં આવે ત્યારબાદ એકાદશીના દિવસે ઢીંગલા ઢીંગલીના વિધિ વાર લગ્ન કરવામાં આવે છે.
દમણ ની તમામ 18 શેરીઓ માં હાલે ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે .દમણ માં હાલ માં માછી મારો નું વેકેશન ચાલે છે અને તેમના સમાજ માં અષાઢ મહિના ની એકાદશી ના દિવસે ઢીંગલા ઢીંગલી ના લગ્ન કર્યા બાદ માછી સમાજમાં લગ્ન થતા નથી... ત્યારબાદ દેવ ઉઠી અગ્યરશ એનલે દેવ દિવાળી થી ફરી થી લગ્ન થાય છે . ત્યારે એક માન્યતા તે પણ છે કે માછી મારો જાયરે દરિયો ખેડવા જાય છે તેની રક્ષા માટે માછી મારો ની મહિલા પોતના ફળિયા માંથી કપડાં ભેગા કરી તેમાં થી ઢીંગલા ઢીંગલી નું સ્વરૂપ આપવામાં આવે છે અને ત્યાર બાદ જે રીતે આપણે પીઠી ચોડી ને વરઘોડો કાઢીને લગ્ન વિધિ કરીએ છીએ.
તે જ રીતે આ ઢીંગલા ઢીંગલી ના લગ્નનું પણ તે જ રીતે માછી સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે .અષાઢ મહિનાની એકાદશીના દિવસે લગ્ન વિધિ કર્યા બાદ 15 દિવસ પછી દિવસના દિવસે આ ઢીંગલા ઢીંગલી નું દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. દિવાસાના દિવસે જે મોટી ભરતી હોય તે દિવસે ઢીંગલા ઢીંગલીનું વિસર્જન કરવા પાછળ એવી પણ માન્યતા છે કે માછીમારી કરતાં ભાઈઓની રક્ષા દરિયામાં આ ઢીંગલા ઢીંગલી કરશે અને માછીમારોનું આખું વર્ષ સારું જાય ...આ મહિલાઓ ભગવાન સ્વરૂપ પે ઢીંગલા ઢીંગલી ના લગ્ન કરી ને સુખ કારક ની પ્રાથના કરે છે અને આ પરંપરા વર્ષો જૂની આજની પેઢીને પણ એની સમજ આપે છે.
સંઘપ્રદેશ દમણ માં વર્ષો જૂની ઢીંગલા ઢીંગલી પરંપરા આજે પણ જળવાઈ છે. આજ ની નવી પેઢી પણ આ અનોખા વિવાહ ને મન ભરી ને માણે છે . દમણની માછીમાર સમાજના અનેક પરિવારો હાલે લંડન સ્થાયી થયા છે અને તેઓ વિદેશમાં પણ આ માછીમાર સમાજની પરંપરા જાળવે છે .આ પ્રકાર ના લગ્ન પાછળ અનેક લોક વાયકા છે ..પરંતુ એક સત્ય એ પણ છે કે દમણ ની તમામ 18 શેરીઓ ની મહિલા આ લગ્ન માં સાથે હળીમળી ને ભવ્ય લગ્ન માં જોડાય છે..જેથી માછી સમાજ માં એકતા અને અખંડિતા પણ જળવાય છે ..અને આવનાર નવી પેઢી પણ સમાજ ના રિવાજો જાણે અને માણે છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે