શર્માજીના દીકરાની 'શરમજનક' હરકત, બાથરૂમમાં સ્નાન કરવા ગયેલી યુવતીનો વીડિયો ઉતાર્યો
અમદાવાદમાં રહેતા એક યુવકે એવું કૃત્ય કર્યું કે જે જાણીને તમારા રૂવાંટા ઉભા થઈ જશે. આ યુવકે પાડોશમાં રહેતી યુવતી સ્નાન કરવા ગઈ તો આગાસી પર ચઢી તેનો વીડિયો ઉતાર્યો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના કાલુપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પાડોશી યુવકે સ્નાન કરવા ગયેલી યુવતીનો વીડિયો ઉતારતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસને જે વ્યક્તિની ધરપકડ કરી છે તેનું નામ દિપક શર્મા છે. આ શર્માજીના દીકરાએ શરમજનક કામ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
આમ તો કહેવત છે કે પહેલો સગો પાડોશી છે પણ આ કહેવત ને કલંક લગાડતો કિસ્સો અમદાવાદના કાલુપુરમાં સામે આવ્યો છે. જેમાં અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતી માટે ક્યારેય ન ભૂલી શકે તેવી ઘટના તેની સાથે બની છે. જેમાં સોમવારની સવારે ફરિયાદી યુવતીએ પોતાના ઘરના બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. ત્યારે અચાનક તેની નજર બાથરૂમની છત તરફ ગઈ જ્યાં તેનો પડોશી દિપક શર્મા છુપાઇને ઉભો હતો અને પોતાની મોબાઈલથી યુવતીના સ્નાન કરતી વખતનો વીડીયો ઉતારી રહ્યો હતો.
ફરિયાદી યુવતીની નજર તે યુવક અને તેના ફોન પર જતા બુમાબુમ કરવા લાગી હતી. ત્યારે દિપક શર્મા ભાગી ગયો હતો અને આ સમગ્ર બનાવની જાણ ફરિયાદી યુવતીએ પોતાના પરિવારને કરી હતી. ત્યારબાદ પરિવારે પાડોશમાં રહેતા દિપક શર્મા સામે ફરિયાદ દાખલ કરાવી હતી.
પરિવારની ફરિયાદ બાદ કાલુપુર પોલીસે આરોપી દિપક શર્માની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી દિપક શર્માનો મોબાઇલ કબજે કરી પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું છે કે બે દિવસ પહેલાં પણ ફરિયાદી યુવતી સ્નાન કરતો વીડિયો ઉતાર્યો હતો. ત્યારે કાલુપુર પોલીસે આરોપી દિપક શર્માનો મોબાઇલ કબજે કરી એફએસએલમાં મોકલી આપ્યો છે. હવે એફએસએલની તપાસ બાદ સામે આવશે કે આ યુવકે પહેલા પણ આવા કૃત્યો કર્યાં છે કે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે