ભારતનો સૌથી મોટો દુશ્મન કોણ? એક રિપોર્ટમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો
હાલમાં જ અમેરિકી રક્ષા ઈન્ટેલિજન્સ એજન્સી ( DIA)એ પોતાનો એક રિપોર્ટ રજૂ કર્યો જેમાં ભારત અે પાકિસ્તાન તથા ચીનના સંબંધો વિશે જણાવ્યું છે.
Trending Photos
પહેલગામ હુમલો અને ત્યારબાદ ભારતે કરેલી જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂરથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. અમેરિકી ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સી ( DIA) ના વર્ષ 2025ના રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને લઈને ચિંતા જતાવવામાં આવી છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન ભારતને 'અસ્તિત્વગત ખતરો' માને છે. જ્યારે ભારત ચીનને પોતાનો 'પ્રાથમિક વિરોધી' અને પાકિસ્તાનને એક 'સહાયક સુરક્ષા સમસ્યા' તરીકે જુએ છે.
ભારત પાકિસ્તાન સંબંધ
અમેરિકી રિપોર્ટ મુજબ ભલે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ સંઘર્ષવિરામ જોવા મળે છે પરંતુ પાકિસ્તાન તરફથી આતંકી સમૂહોનું સમર્થન ભારત તરફથી સૈન્ય પ્રતિક્રિયાના જોખમને વધારી શકે છે. જેનાથી સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. આ ઉપરાંત અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં અમેરિકા માટે પણ ચીનને સૌથી મોટો સૈન્ય અને સાઈબર જોખમ ગણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ઈરાન, નોર્થ કોરિયા, ચીન અને રશિયા પરસ્પર મળીને અમેરિકા વિરુદ્ધ વ્યૂહાત્મક અભિયાન ચલાવી રહ્યા છે.
પીએમ મોદીની રક્ષા પ્રાથમિકતાઓ
રિપોર્ટ મુજબ પીએમ મોદીની રક્ષા પ્રાથમિકતાઓ ચીનનો મુકાબલો કરવો, ભારતનું વૈશ્વિક નેતૃત્વ અને ભારતની સૈન્ય શક્તિને હજુ વધારવા પર કેન્દ્રીત છે. રિપોર્ટ મુજબ ભારત ચીનને પોતાનો પ્રાથમિક વિરોધી માને છે અને આ સાથે જ તે પાકિસ્તાનને સહાયક સુરક્ષા સમસ્યા તરીકે જુએ છે.
પાકિસ્તાનની સૈન્ય સ્થિતિ
રિપોર્ટમાં પાકિસ્તાનની સૈન્ય સ્થિતિ અને ચીનથી મળતા સહયોગ વિશે પણ જણાવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે પાકિસ્તાન ન્યૂક્લિયર આર્સેનલને મોનેટાઈઝ કરી રહ્યું છે. તે ચીન પાસેથી આર્થિક અને સૈન્ય મદદ પણ લઈ રહ્યું છે. ભારત માટે ચીન અને પાકિસ્તાનની દોસ્તી ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી ક્ષેત્રીય શક્તિ સંતુલનમાં પ્રભાવ પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે