ગુજરાતની કમિશનવાળી સરકારમાં કોઈના જીવની કિંમત નથી, કોંગ્રેસના અમિત ચાવડા બગડ્યા
Gujarat Congress: ગુજરાતના તમામ બ્રિજના ફિટનેસ રીપોર્ટ જાહેર કરો, રાજ્યમાં ભયજનક પુલો પરનો વાહન વ્યવહાર બંધ કરાવો. ગંભીરા બ્રિજ હોનારતના મૃતકોના પરિવારજનોને ૨૫ લાખ રૂપિયાની સહાય આપો. બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે ફોટા પડાવતા અને ભાષણો કરતા મંત્રીઓ અને મુખ્યમંત્રી બ્રીજ તૂટે ત્યારે જવાબદારી સ્વીકારે.
Trending Photos
Gujarat Congress: આજરોજ વિધાનસભા ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કમીશનવળી સરકારમાં કોઈપણ ગુજરાતીના જીવની કોઈ કિંમતના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખુબ દુઃખ સાથે કહેવું પડે છે કે પ્રજાના ટેક્ષના પૈસાથી ચાલતી સરકારના શાસનકાળમાં છેલ્લા થોડા જ વર્ષમાં રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ કાંડ, મોરબી બ્રીજ તુટ્યો, વડોદરા હોડી દુર્ઘટના, સુરતમાં તક્ષશિલાકાંડ અને છેલ્લે ગંભીરાનો બ્રીજ તુટ્યો જેમાં ૧૮ કરતા વધુના જીવ ગયા.
ગુજરાતમાં થોડા વર્ષોનો અભ્યાસ કરીએ તો સરકારની ગુન્હાઈત બેદરકારીને કારણે અકસ્માત થાય છે અને મોટી સંખ્યામાં લોકોના જીવ જાય છે. સરકારના કમીશન રાજમાં ગુજરાતીઓના જીવની કોઈ કિંમત જ ના હોય એવી બેદરકારી સરકાર દ્વારા દાખવવામાં આવે છે. ખુબ જ અસંવેદનશીલતા સાથે રાજ્યના શાસકો આવી દુર્ઘટના, હોનારતો પછી શીખ લેવાને બદલે, ફરીવાર આવી દુર્ઘટનાઓ, હોનારત ના થાય તે માટે આગોતરા પગલા લેવાને બદલે ટ્વીટ કે સંદેશાઓ પાઠવી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી દેતા હોય છે.
ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં ગુજરાતીઓ સલામત નથી, ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ છે. પ્રજાના ટેક્ષના પૈસાથી સરકારનું બજેટ બને, એમાંથી પુલ, રસ્તા કે બીજા વિકાસના કામો થાય, પરતું એની સલામતી, જાળવણી, યોગ્ય ગુણવત્તાયુક્ત કામો થાય એ જોવાની સંપૂર્ણ જવાબદારી સત્તામાં બેઠેલા લોકોની છે. બ્રીજ સલામત છે કે કેમ? ભયજનક છે કે કેમ? એની ચકાસણી કોઈ સામાન્ય માણસ ક્યાંથી કરવાનો, અને ક્યાંથી સેફટી સર્ટીફીકેટ લેવા જવાનો કે બ્રીજ પરથી પસાર થાય ત્યારે અકસ્માત નહિ થાય, દુર્ઘટના નહિ ઘટે, મારો જીવ નહિ જાય એ તો સરકારના ભરોસે છે પણ સરકાર જાહેરાત કરે કે દર ચોમાસા પહેલા જેટલા બ્રીજ કે સ્ટ્રક્ચર છે તેની કાર્યપાલક ઈજનેર કે અધિક્ષક ઈજનેર દ્વારા ચકાસણી કરવામાં આવશે.
નામદાર હાઈકોર્ટમાં પણ મોરબીના બ્રીજ પછી સુઓમોટો કેસ ચાલ્યો ત્યારે પણ સરકારે કહ્યું હતું કે અમે ગુજરાતના બધા જ બ્રીજોની ચકાસણી કરી છે બધાજ બ્રીજો સલામત છે કોઈ ભયજનક નથી. છતાં ગંભીરાનો બ્રીજ ભયજનક છે તેવી જાહેરાત કેમ ના કરી? શા માટે લોકોની અવર-જવર માટે બ્રીજ બંધ ના કરવામાં આવ્યો?
અમિત ચાવડાએ જણાવ્યું કે અમારી પાસે લેખિત પુરાવાઓ છે કે વડોદરા જીલ્લા પંચાયતના સભ્ય દ્વારા ત્યાના કલેક્ટર, કાર્યપાલક ઈજનેરને ૨૦૨૨થી પત્ર લખવામાં આવ્યો છે કે આ બ્રિજ પર ભારે વાહનો જાય ત્યારે આખા બ્રિજમાં ધ્રુજારી થાય છે, બ્રીજ ભયજનક છે, લોકોના અવર-જવર માટે બંધ કરવો જોઈએ અને નવો બનાવવો જોઈએ. આવી જ રીતે વખતો વખત રજૂઆત કરવામાં આવી છે કે આ બ્રીજ બિસ્માર હાલતમાં છે, તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે. જયારે મોરબીનો બ્રીજ અને અન્ય હોનારતો થઇ ત્યારે પણ કોંગ્રેસ પક્ષ તરફથી લેખિતમાં, પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પાસે જાહેરમાં માંગણી કરી હતી કે ગુજરાતમાં જેટલા પણ બ્રીજ કે સ્ટ્રક્ચર છે જેના પણ લોકોની-વાહનોની અવર-જવર છે એ તમામના ફિટનેસ સર્ટીફીકેટની ચકાસણી કરીને ઉપયોગ કરવા લાયક છે કે કેમ, ભયજનક છે કે કેમ એને પબ્લિક ડોમેઈન પર, વેબસાઈટ પર કે લોકો સમક્ષ મુકવામાં આવે જેથી આવી હોનારતો અટકાવી શકાય.
આજે બે વર્ષનો સમય થઇ ગયો પણ સરકારના પેટનું પાણી હાલતું નથી અને સરકારે કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી જેના કારણે ગંભીરા બ્રિજની હોનારત થઇ નવમી તારીખે સવારે સાત વાગે જયારે આ હોનારત થઇ. અમિત ચાવડાએ જણાવ્યું કે હું ત્યાના સ્થાનિક લોકો, માછીમારોને હું અભિનંદન આપું છે કે સરકારી ટેકનોલોજી કે કોઈની રાહ જોયા વગર વધારેમાં વધારે લોકોને બચાવવાની, મૃતદેહો શોધવા માટે મહેનત કરીને સવાઓ કરી. જયારે જયારે દુર્ઘટનાઓ થાય છે ત્યારે નાના કર્મચારીઓ-અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. શા માટે ૨૦૨૨ - ૨૦૨૩ની રજુઆતોને ધ્યાનમાં રાખીને આગોતરું કોઈ આયોજન ના થય, શા માટે બ્રીજ બંધ ના કરવામાં આવ્યો.
એટલે કહેવું પડે કે સરકારની ગુન્હાઈત બેદરકારીને કારણે આ હોનારત થઇ અને ૧૮ લોકોના જીવ ગયા છે. એટલે જવાબદારી ફીક્ષ કરવી હોય તો નાના કર્મચારીઓ-અધિકારીઓને બદલે જે મુખ્યમંત્રી, મંત્રી કે ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ બ્રિજનું ઉદ્ઘાટન કરવા જાય ત્યારે ફોટા પડાવે છે, ભાષણો કરે છે, વાહવાહી લે છે. તો આ દુર્ઘટના થઇ તેની જવાબદારી કેમ નથી લેતા? વાહવાહી લેવી હોય, ફોટા પડાવવા હોય, જાહેરાતો કરવી હોય તો તમારી બેદરકારીને કારણે દુર્ઘટના થાય તો જવાબદારી લેવાની પણ તૈયારી રાખો.
અમિત ચાવડાએ જણાવ્યું કે આજે ગુજરાતમાં માર્ગ મકાન વિભાગ મુખ્યમંત્રી હસ્તક છે રાજ્યમાં રોડ બને છે પણ પહેલા જ વરસાદમાં ખાડા, ભુવા પડે છે. કમીશન કમલમમાં જાય છે તે જગજાહેર છે. નવ વર્ષમાં ૨૧ જેટલા બ્રીજ તૂટે છે, અનેક લોકોના જીવ જાય છે તો જવાબદારી મુખ્યમંત્રીશ્રીની નથી? ખાલી મૃદુતા બતાવીએ પણ આ હોનારતો રોકવા માટેની કોઈ મક્કમતા ક્યારે બતાવશો? જવાબદારી ક્યારે સ્વીકારશો? તે આજે ગુજરાતની પ્રજા પુછે છે. અને આજે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે હજુ પણ મેં આજે જોયું કે કેટલીક ચેનલ દ્વારા અને સમાચાર પત્રો દ્વારા એક ઝુંબેશ ચાલવામાં આવી છે કે અનેક જગ્યા આજે પણ જર્જરિત ભયજનક હાલતમા બ્રીજ છે નાળાઓ છે જેના પરથી મોટા પ્રમાણમાં વાહનો લોકોની અવરજવર થાય છે હજી પણ મોટી દુર્ઘટનાઓ બને તેવી શક્યતા છે તેવી ના બને તેવી સરકારે તો કોઈ કાર્યવાહી ના કરી પણ આજે મજબુત સ્તંભ તરીકે મીડિયાના મિત્રો એ કાર્યવાહી અને કામ કરી રહ્યા છે.
ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છે કે સરકારની માર્ગદર્શિકા મુજબ દર ચોમાસા પહેલા તમામ આવા સ્ટ્રકચરો બાંધકામોની તપાસ કરી એનો રીપોર્ટ જાહેર કરવાનો થાય છે તો તમે આ ગંભીરા બ્રીજ માટેની ક્યારે ચકાસણી કરેલ તેનો રીપોર્ટ જાહેર કરો એની માહિતી લોકોને આપો અને સાથે સાથે રાજ્યમાં જેટલા પણ બ્રીજ અને સ્ટ્રકચર છે તે તમામની ચકાસણી કયારે કરવામાં આવી એનો વિગતવાર રીપોર્ટ પબ્લિક ડોમેનમા તાત્કાલિક મુકો એટલે સૌને ખબર પડે કે આ બ્રીજ પર જવાથી જીવનું જોખમ છે.
આજે ગંભીરનો બ્રીજ તુટ્યો અને ૧૮ જેટલા લોકોના મોત થયા, કોઈ સહાય આપવાથી પરિવારનો મોભી કે દીપક પાછો આવવાનો નથી પણ આ દુખ અને તકલીફના સમયમાં સરકાર મદદ કરે તો તે પરિવારના બાળકોના ભવિષ્યમાં મદદ મળે છે ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે જેટલા પણ લોકો આ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને તાત્કાલિક ૨૫ લાખ રૂપિયાની સહાય જાહેર કરે અને નાના અધિકારીઓ કર્મચારીઓને બદલે આ દુર્ઘટનાની જવાબદારી ગાંધીનગર કક્ષાએ જેની પણ થાય છે તે મુખ્યમંત્રી, મંત્રી, સચિવ કે અધિકારીઓ હોય સામે પણ તપાસ કરીને તેમની જવાબદારીઓ સુનિશ્ચિત કરવી જોઈએ.
અમિત ચાવડાએ જણાવ્યું કે આ ગંભીરા બ્રીજ એ આણંદ- વડોદરાને જોડતો મુખ્ય બ્રીજ છે જેનો ઉપયોગ ખેડૂતો, નોકરી, કામદારો પ્રતિદિન ઉપયોગ કરે છે પરંતુ બ્રીજ તૂટી જવાને કારણે લોકોને ૩૦-૪૦ કિલોમીટર વધુ ફરીને જવું પડે છે અને લગભગ ૩ થી ૪ કલાક જેટલો સમય વધી જાય છે. તો તાત્કાલિક સરકાર ત્યાં નવો બ્રીજ બનાવવાની જાહેરાત કરે તેવી ત્યાના લોકો વતી વિનંતી સાથે માંગણી કરું છું. અને ત્યાં સુધી જે વૈકલ્પિક રસ્તાઓ છે તે પણ પુરતી સુવિધા સાથે કાર્યરત રહે તેવી માંગણી કરું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે