સાણંદની હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં કોણ કોણ પકડાયું, આ રહ્યું 39 નબીરાઓનું આખું લિસ્ટ
Sanand Liquor Party : સાણંદના રિસોર્ટમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂપાર્ટી પર પોલીસના દરોડા... 39 લોકો દારૂની મહેફિલ માણતા પકડાયા.. 26 યુવતીઓને નોટિસ આપીને કરાઈ મુક્ત.. અમદાવાદના પ્રતિક સાંઘીની બર્થડે માટે યોજાઈ હતી પાર્ટી..
Trending Photos
Ahmedabad News : અમદાવાદ પાસેના સાણંદમાંથી ઝડપાઈ હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પકડાતા ચકચાર મચી ગઈ છે. કારણ કે, આ પાર્ટીમાં અમદાવાદના મોટા ઘરના 26 યુવતીઓ સહિત 39 લોકો દારૂની મહેફિલ માણતા પકડાયા છે. નાની દેવતી ગામે આવેલ ગ્લેડ-1 રિસોર્ટમાં આ દારૂની મહેફિલ ચાલી હતી, જેના પર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે યુવતીઓને નોટિસ આપી છોડી મૂકી છે તો 13 યુવકોની સાણંદ પોલીસે અટકાયત કરી છે.
દારૂની બોટલો, હુક્કા સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત
મહત્વનું છે કે, અમદાવાદના સાણંદમાંથી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. જેમાં બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્લેડ વન ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટમાં ચાલતી બર્થડે પાર્ટીમાં દરોડા પાડ્યા. રેડમાં સાણંદ પોલીસ સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ પણ સામેલ હતી. બર્થ ડે પાર્ટીનો આયોજક પ્રતિક સાંઘી અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પર આવેલા મેફેર એપાર્ટમેન્ટમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે. દારુ પિધેલા 39 લોકોને CHC લઈ જવાયા ત્યાં મેડિકલ ટેસ્ટ બાદ તમામ મહિલાઓને નોટિસ આપી છોડી દેવાઈ. તો બીજી તરફ સ્થળ પરથી 20 ખાલી તો 5 ભરેલી બોટલ અને 2થી 3 અડધી ભરેલી બોટલ મળી આવી હતી. સાથે જ બેથી ત્રણ હુક્કા પણ મળી આવ્યા. દારૂની મહેફિલ માણતા મોટાભાગના લોકો 35થી 40 વર્ષના હોવાની માહિતી સામે આવી.
દારૂની મહેફિલમાં પકડાયેલા અને પોલીસ ફરિયાદમાં નોંધાયેલા યુવક-યુવતીઓના નામ
- પ્રતિકભાઇ સુબકરણ જાતે.સાંઘી ઉ.વ.૩૮ રહે.એ/૮૧, મેફેર એપાર્ટમેન્ટ, શીવરંજની ચાર રસ્તા પાસે, અમદાવાદ
- રૂષભભાઇ વિમલભાઇ દુગલ ઉ.વ.૩૮ રહે. એ/૪૦૧, રીવેરા ઇલાઇટ, સ્કાઇ સીટી, શેલા, અમદાવાદ
- રીતેષભાઇ રાજનભાઈ વજીરાની ઉ.વ.૩૮ રહે.ઇ/૪૦૨, અશાવરી ટાવર, રામદેવનગર, સેટેલાઇટ, અમદાવાદ
- વિરાજભાઈ યજ્ઞેનભાઈ વિઠલાણી ઉ.વ.૩૬ રહે.૬૦૧, કાંચનઝંઘા, ક્રિકેટ બંગ્લાની સામે, જામનગર, તા.જી.જામનગર
- નિનાદભાઇ કમલેશભાઈ પરીખ ઉ.વ.૪૩ રહે.૫૩, પાર્થના વિહાર સોસાયટી, આંબાવાડી, અમદાવાદ
- અતિતભાઈ સુરેશભાઈ બજાજ ઉ.વ.૪૧ રહે.૦૩, સુમંતીકુંજ, અટીરા સામે, વસ્ત્રાપુર, અમદાવાદ
- રાજભાઈ બાલકૃષ્ણભાઇ અગ્રવાલ ઉ.વ.૩૭ રહે.૦૬, નવનીત પાર્ક, કેતલ પેટ્રોલ પંપ સામે, આંબાવાડી, અમદાવાદ
- નીખીલભાઇ સુરેન્દ્રભાઈ બજાજ ઉ.વ.૩૮ રહે.સી/૦૧, ન્યુ લાઇટ કોલો ની, ટોક રોડ, જયપુર રાજસ્થાન
- દુષ્યંતભાઇ કિશોરભાઇ ગોસ્વામી ઉ.વ.૩૬ રહે. સર્મપલ બંગ્લા નંબર-૦૨ જજીસ બંગ્લો રોડ, બોડકદેવ, અમદાવાદ
- વરૂણભાઇ મનોજભાઈ જૈન ઉ.વ.૩૬ રહે.બી/૪૦૪, આશાવરી ટાવર, વાઇડ એગંલની પાછળ, ઇસ્કોન, અમદાવાદ
- અમિતભાઈ શીવભાઇ જોગીયા ઉ.વ.૩૬ રહે.બી/૧૦, ઇસ્ટેબોની સીંધુ ભવન ફ્લેટ, અમદાવાદ
- પ્રિયમભાઇ બીમલભાઈ પરીખ ઉ.વ.૩૭ રહે.૦૯, હેરીટેજ રેસીડે ન્સી, થલતેજ, અમદાવાદ
- સજલભાઇ સંજીવકુમાર અગ્રવાલ ઉ.વ.૩૫ રહે.૦૧, હીરકુંજ બંગ્લોઝ, પ્રહલાદ નગર સર્કલ, હોનેસ્ટ હોટલની સામે, અમદાવાદ
- નમ્રતાબેન કેયુરભાઇ ખટ્ટર ઉ.વ.૩૬ રહે.૪૦૧, અશાવરી ટાવર, વાઇડ એંગલની પાછળ, ઇસ્કોન સેટેલાઇટ અમદાવાદ
- આયુશીબેન હિંમાશુભાઇ શાહ ઉ.વ.૩૦ રહે.૪૦૧, અમ્રુત્તમ બ્રહમક્ષત્રીય સોસાયટી, પાલડી અમદાવાદ
- ભક્તીબેન આદિત્યભાઇ રાવલ ઉ.વ.૩૬ રહે.એસ-૧, શંકુલ એપાર્ટમેન્ટ, ગુલબાઇ ટેકરા અમદાવાદ
- માનુષીબેન હેમંતભાઈ શાહ ઉ.વ.૪૪ રહે.૫૯-૬૦, કલ્હાર બંગલોઝ, સેક્ટર-૨, શીલજ અમદાવાદ.
- ઝલકબેન નવીનભાઈ પટેલ ઉ.વ.૩૬ રહે, મ.નં. સી/ બ્લોક, ૧૦૦૨, પોપ્યુલર ટાવર, સેટેલાઈટ, અમદાવાદ
- અવિ રીષભ દુગ્ગડ ઉ.વ.૩૬ રહે, એ/૪૦૧ સ્કાઇ સીટી શેલા બોપલ અમદાવાદ
- મેઘાથી સોમેત બાકલીવાલ ઉ.વ.૩૫ રહે,૧૦૩ પ્રેરણા તીર્થ વિભાગ-ર સેટેલાઇટ અમદાવાદ
- રૂપાલી પ્રતિક સાંધવી ઉ.વ. ૩૪ રહે, એ/પ એ બ્લોક નવમો માળ રીવેરા એન્ટીલીયા પ્રહલાદનગર અમદાવાદ
- જીનલ પ્રતિક શાહ ઉ.વ . ૪૦ રહે. ૭, સુરેજા બંગ્લોઝ વસ્ત્રાપુર અમદાવાદ
- ત્રીષા વિકાસ બજાજ ઉ.વ.૪૩ રહે, ૧૪૦ સનરાઇઝ પાર્ક વ સ્ત્રાપુર અમદાવાદ
- મંદીરા સર્વેશ સાંધી ઉ.વ.૩૯ રહે, એ/પ રીવેરીયા એન્ટીરીયા પ્રહલાદ નગર અમદાવાદ.
- નુપુર દેવકુમાર બારોટ ઉ.૧.૩૬ રહે. ૨૧ સુપર સીટી ભાડજ અમદાવાદ.
- આદીતી ઉર્ફે માલ્વીકા હર્ષદભાઈ પટેલ ઉ.વ.૩૪ રહે, મકાન નં ૧૧૦૫ એપલવુડ ટાઉનશીપ શેલા બોપલ
- અંજલી વાસુદેવ શ્રીવાસ્ત ઉ.વ.૩૨ રહે. બી/૨૦૧, રીચમન્ડ ગ્રાન્ડ, મકરબા.
- સ્નેહા શૈલેષભાઈ ખટ્ટર ઉ. ૪૭ રહે.એ/૪૦૨, આશાવરી ટાવર, વાઇડ એંગલની પાછળ, સેટેલાઇટ અમદાવાદ.
- ક્ષમા રીદ્ધિશ વઝીરાની ઉ.વ.૩૮ રહે. એ/૪૦૨, આશાવરી ટાવર, વાઇડ એંગલની પાછળ, સેટેલાઇટ અમદાવાદ.
- વરૂણા વરૂણ જૈન ઉ.વ.૩૭ રહે, બી/૪૦૪, આશાવરી ટાવ ૨, વાઇડ ઍગલની પાછળ, સેટેલાઇટ અમદાવાદ.
- મીનાક્ષી મહાવીર કોઠારી ઉ.વ. ૩૮ રહે. ૨૦૬, સાગર એપાર્ટમ ન્ટ, રાજસ્થાન હોસ્પિટલની બાજુમાં, શાહીબાગ, અમદાવાદ.
- મીતા નિલેષ ખટ્ટર ઉ. ૪૩ રહે. એ/૩૦૧, આશાવરી ટાવર . વાઇડ એંગલની પાછળ, સેટેલાઇટ અમદાવાદ
- નીતુ ગૌરવ ગૌસ્વામી ઉ. ૪૦ રહે. એ/૨૧, સાંપ્રત રેસીડેન્સી, જજીસ બંગ્લોઝ, બોડકદેવ અમદાવાદ.
- મનિશા રાજ અગ્રવાલ ઉ.વ.૩૬ રહે. ૬, નવનીતપાર્ક, આંબાવાડી, અમદાવાદ.
- ધારા આશીશ અરોરા ઉ.વ. ૩૭ રહે, એ/ 6૦૪, ઍનાઆરઆઇ, ટાવર, બોડકદેવ અમદાવાદ.
- વિનીતા વિરસિંગ ચૌહાણ ઉ.વ. ૩6 રહે. એ/ ૧૧૦૨, સ્વાતી ક્રિ મસન શીલજ અમદાવાદ.
- મીરા હર્ષિત શાહ ઉવ. ૩૯ રહે. ૨ , શક્તિ મેપાર્ટમેન્ટ, શ્યામલ ચાર રસ્તા. સેટેલાઈટ અમદાવાદ
- શૈરીન પીંકલ પટેલ ઉ.વ.૨૭ રહે. ૨૯, શીવાલીક બંગ્લોઝ, આનંદનગર રોડ, અમદાવાદ.
- પ્રાચી દુષ્યંતભાઈ ગોસ્વામી ઉ.વ.૩6 રહે. સર્મપલ બંગ્લોઝ નંબ ૨- ૦૨, જજીસ બંગ્લો રોડ, બોડકદેવ, અમદાવાદ.
દારૂની સગવડ પ્રતીકના મિત્રએ કરી હતી
પ્રતીક સાંધીના જન્મ દિવસ નિમિત્તે દારૂ, દમ અને ડાન્સનું આયોજન કરાયું હતું. દારૂની સગવડ પ્રતીકના મિત્ર મીત દ્વારા કરવામાં આવી હતી. મીત મૂળ મુંબઈનો છે, જે પાર્ટીમાં હાજર ન હતો. મીતે મુંબઈમાં બેઠા બેઠા દારૂની સગવડ કરી હતી. પાર્ટીના સ્થળ પર ડિસ્કો થેક બનાવવામાં આવ્યું હતું. દરોડાના સમયે તમામ યુવક-યુવતી ડિસ્કો લાઈટમાં દારૂનો નશો કરીને ઝૂમી રહ્યા હતા. પ્રતીક દ્વારા પાર્ટી માટે હોલ ભાડે રાખવામાં આવ્યો હતો.
તમામ યુવક-યુવતી 35 થી 40 વર્ષના
રેડ દરમિયાન પોલીસને 20 ખાલી બોટલ, 5 ભરેલી બોટલ, 2-3 અડધી બોટલ મળી આવી છે. બેથી ત્રણ હુક્કા મળી આવ્યા છે. પોલીસ તપાસ માટે 39 લોકોને CHC મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા છે. પ્રતીક સાંઘી મેફેર એપાર્ટમેન્ટ, શિવરંજની ચાર રસ્તા ખાતે રહે છે. દારૂની મહેફિલ માણતા મોટાભાગના લોકો 35 થી 40 વર્ષના હોવાનુ ખૂલ્યુ છે. પ્રતીક સાંઘી પણ બ્રેથ એનલાઇઝરમાં પોઝિટિવ આવ્યા છે. તેથી તેઓએ પણ દારૂ પીધો હોવાનું ખૂલ્યું છે.
પ્રતિક સાંધીએ ખોટું સરનામું લખાવ્યું?
સાણંદમાં પકડાયેલ દારૂની મહેફિલનુ આયોજન પ્રતિક સાંધીએ પોતાના બર્થ ડે અંતર્ગત કર્યું હતું. પ્રતીક સાંધી રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે. ફરિયાદમાં પ્રતિક સાંધીએ શિવરંજની પાસે d mart પાછળના મેફેર એપાર્ટમેન્ટમાં રહેતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે પ્રતીક સાંધીના ફરિયાદમાં લખાવેલા સરનામા પર ઝી 24 કલાક પહોંચ્યું હતું. મકાનમાં રહેતા સભ્યે હાલ મકાન તેમના નામે નહિ અને અહીં 3 વર્ષથી ન રહેતા હોવાનો ઉલ્લેખ કર્યો.
આખી રાત ભલામણના ફોન આવ્યા
સાણંદ પોલીસ અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર ભલામણના ફોન રણક્યાં હતા. રાત્રિના 1 વાગ્યાથી લઈને અત્યાર સુધી પોલીસે કાર્યવાહી કરી. રાત્રે એસપી ઓમ પ્રકાશ જાટ, એક ડીવાયસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો રેડમાં જોડાયો હતો. બર્થ ડે પાર્ટીનું આયોજન કરનાર પ્રતીક દારૂ ક્યાંથી લાવ્યો એ અંગે તપાસ શરૂ કરી છે. પાર્ટીમાં બોલવા માટેથી પ્રતીકે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો હતો.
બર્થડે પાર્ટી બેક્યોટ હોલમાં રાખવામાં આવી હતી, જ્યાં દારૂ પણ પીરસવામાં આવ્યો હતો. પોલીસ જ્યા દારૂની પાર્ટી પહોંચ ત્યારે હોલમાં દારૂ, હુક્કાની ગુડગુડ અને ઊંચા અવાજે સંગીત ચાલી રહ્યું હતું. પહેલા 90 લોકોને ડીટેઇન કરવામાં આવ્યા હતા.
સાણંદમાં 24 કલાકમાં બે દારૂની મહેફિલ ઝડપાઈ
આજે ગ્લેડ રિસોર્ટમાંથી સૌથી મોટી દારૂની મહેફિલ ઝડપાઈ છે. આ ઉપરાંત રવિવારે સાણંદમાં કલહાર બ્લૂ એન્ડ ગ્રીન વિલામાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી. 358 નંબરના બંગલામાંથી પોલીસે રેડ દરમિયાન 12 લોકોની ધરપકડ કરી હતી. વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે બાતમીના આધારે આ પાર્ટી પર પણ દરોડા પાડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે