સપના રોળાયા! અંજારમાં મહિલા ASIની બોયફ્રેન્ડે કરી હત્યા, આરોપી CRPF માં બજાવે છે ફરજ

Kutch News: કચ્છના અંજાર શહેરમાંથી એક હચમચાવી નાંખે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા પોલીસ અધિકારીની હત્યા કરવામાં આવી છે. 26 વર્ષની અરુણાબેન જે આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) તરીકે અંજાર શહેરમાં ફરજ બજાવતા હતા, તેમની હત્યાના સમાચાર સમગ્ર પોલીસ તંત્ર અને સમાજ માટે આઘાતજનક બન્યા છે.
 

સપના રોળાયા! અંજારમાં મહિલા ASIની બોયફ્રેન્ડે કરી હત્યા, આરોપી CRPF માં બજાવે છે ફરજ

કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (ASI) અરુણાબેન નટુભાઈ જાદવની હત્યા થતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે અરુણાબેનની હત્યા તેના જ બોયફ્રેન્ડ દિલીપ ડાંગચીયા દ્વારા ગળું દબાવીને કરવામાં આવી છે.

મહિલા ASI ની હત્યા તેના જ બોયફ્રેન્ડે કરી
પ્રાથમિક માહિતી મુજબ, મૂળ અરુણાબેન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં હતું અને તેઓ હાલમાં અંજાર ખાતે તેમની ફરજ બજાવી રહ્યા હતા. અરુણાબેન જાદવ અને દિલીપ ડાંગચીયા વચ્ચે પ્રેમ સંબંધ હતો. ગત રાત્રે કોઈ કારણોસર બંને વચ્ચે તીવ્ર બોલાચાલી થઇ હતી, જે બાદ દિલીપે આવેશમાં આવીને અરુણાબેનનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. શું હત્યાની પાછળ વ્યક્તિગત વિવાદ હતો કે બીજું કોઈ મોટું કારણ, તે જાણવા માટે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
આરોપી દિલીપ ડાંગચીયા મણિપુરમાં CRPF માં ફરજ બજાવે છે. હત્યા કર્યા બાદ આરોપી પોતે જ અંજાર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. હાલ તે મણિપુરમાં તેનું પોસ્ટિંગ છે. ઘટનાની જાણ થતા જ અંજાર પીઆઈ એ.આર. ગોહિલ સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. 

આ ઘટનાએ સુરક્ષા દળોમાં પણ ચિંતાનો માહોલ પેદા કર્યો છે. પોલીસે મહિલા પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, જયારે આરોપી દિલીપની અટકાયત કરી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. આ પ્રેમ સંબંધમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news