ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે મોટા સમાચાર : 6 ગ્રામ પંચાયતોની ચૂંટણી મોકૂફ રખાઈ
Kadi And Visavdra Gram Panchayat Election Postponed : ગુજરાતમાં બે પેટાચૂંટણી આવતી હોવાથી ચૂંટણી પંચ દ્વારા કડી અને વિસાવદર ગ્રામ પંચાયતોને ચૂંટણી હાલ મુલત્વી રાખવાનો નિર્ણય કરાયો છે
Trending Photos
Election Commission : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કડી અને વિસાવદર અંતર્ગત આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણી હાલ મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. કડી અંતર્ગત કડી અને જોટાણા ગ્રામ પંચાયતોની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે. વિસાવદર અંતર્ગત વિસાવદર, ભેંસાણ, જુનાગઢ ગ્રામ્ય તેમજ અમરેલી જિલ્લાની બગસરા ગ્રામ પંચાયતોની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડીને જણાવાયું કે, ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૧૫(૧) તથા ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો ૧૯૯૪ના નિયમ ૯(૨) તથા ૭૦ મુજબ રાજ્યની કુલ ૮૩૨૬ જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી યોજવા તારીખો નક્કી કરવામાં આવેલ છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના તા.૨૯-૦૫-૨૦૨૫ના પત્રથી જણાવ્યા મુજબ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૫ની કામગીરીમાં સંબંધિત વિધાનસભા મતવિભાગોનો તમામ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયેલ છે, જેથી ૨૪-કડી (અ.જા) વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ કડી અને જોટાણા તાલુકા તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ(ગ્રામ્ય) તથા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીઓ હાલ પુરતી મુલતવી રાખવામાં આવે છે. આ તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હવે પછી નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
8326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત
લાંબા સમયથી પેન્ડીંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે. ગુજરાતની 8326 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આજથી જ્યાં ગ્રામ પંચાયતો છે ત્યાં આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.
8326 ગ્રામ પંચાયતની ચૂંટણી બુલેટ પેપરથી મતદાન થશે. 3,637 પેટા ચૂંટણી અંતર્ગત યોજાશે. 5115 સરપંચની ચૂંટણી યોજાવાની છે. તેના માટે 16,500 મતદાન મથકો બનાવવામાં આવશે. 28,300 જેટલી મત પેટી હશે. એક કરોડ ત્રીસ લાખથી વધુ મતદારો 8327 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ નક્કી કરશે. કુલ બેઠકોમાં 50% મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે. 27% અનામત ઓબીસી સંદર્ભમાં ચૂંટણી ડીલે થઈ હોવાનો દાવો કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે