લો બોલો! શાળામાં શિક્ષિકાએ વિધાર્થીનીની કાપી નાંખી ચોટલી! પછી સ્કૂલમાં થઈ જોવા જેવી...
Kheda News: ખેડા જિલ્લાના મહુધામાં એક એવો વિવાદ જેના કારણે શિક્ષણ આલમમાં ચર્ચા મચી ગઈ છે.
Trending Photos
Kheda News: મહુધાની સરકારી પ્રાથમિક કન્યા શાળામાં ધો. 8 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના વાળ યોગ્ય રીતે તૈયાર કરેલા ના હોય સંગીતાબેન નામના શિક્ષિકા દ્વારા વિધાર્થીનીની ચોટલી કાપી નાખવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ક્લાસરૂમમાં વિદ્યાર્થીનીની ચોટલી કાપી નાખવાની ઘટના બાદ વિદ્યાર્થીનીએ ઘરે જઈને તેની માતાને જાણ કરી જે બાદ પરિવારજનો સ્કૂલ પર પહોંચ્યા અને થયો હોબાળો કર્યો હતો.
મહત્વની બાબત છે કે બુધવારના રોજ સમગ્ર ઘટના ઘટી પરંતુ શાળાના આચાર્ય કેતનભાઇ પટેલ દ્વારા જાણે કે સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ થતો હોય તેમ ફક્ત શિક્ષિકાનો માફી પત્ર લખાવવામાં આવ્યો હતો. તેમના દ્વારા ઉચ્ચ કક્ષાએ કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી.
સમગ્ર મામલો ઉપાડો થતાં ગુરુવારે મીડિયાની ટીમ સ્કૂલ પર પહોંચી અને ત્યારબાદ તાલુકા શિક્ષણ અધિકારીનું ધ્યાન દોરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જે બાદ હવે શિક્ષિકાની કરતૂત અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે