આ 'દાદા'ને કેરીનો સ્વાદ ભારે પડ્યો! ખાતા-ખાતા કેરીનો ગોટલો ગળી ગયા અને પછી થઈ જોવા જેવી..

Vadodara News: વડોદરાના ગોત્રી હોસ્પિટલમાં 65 વર્ષીય વૃદ્ધના અન્નનળીમાંથી સફળતાપૂર્વક કેરીનો ગોટલો દૂર કરાયો હતો.

આ 'દાદા'ને કેરીનો સ્વાદ ભારે પડ્યો! ખાતા-ખાતા કેરીનો ગોટલો ગળી ગયા અને પછી થઈ જોવા જેવી..

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટી ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દી છોટાઉદેપુરના 65 વર્ષીય વૃદ્ધ માટે કેરીનો સ્વાદ ભારે પડ્યો જ્યારે અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો તેમની અન્નનળીમાં ફસાઈ ગયો. આ ઘટના બાદ દર્દી કંઈપણ ગળી શકવામાં અસમર્થ બન્યા હતા, જેના કારણે તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી.

No description available.

દર્દીને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ બજાવતા ડો. હિરેન સોની એ આ પડકારજનક કેસ હાથ ધર્યો. ડો. હિરેન સોનીએ કોઈપણ પ્રકારના ચીરા કે ટાંકા વગર એન્ડોસ્કોપી પદ્ધતિનો ઉપયોગ કરીને અન્નનળીમાં ફસાયેલા કેરીના ગોટલાને સફળતાપૂર્વક બહાર કાઢ્યો. આ પ્રક્રિયા દર્દી માટે પીડારહિત અને અત્યંત સફળ રહી. એન્ડોસ્કોપી  આધુનિક સાધનોનો  ઉપયોગ કરીને શરીરના આંતરિક અવયવોની તપાસ કરવામાં આવે છે. 

No description available.

ડો. હિરેન સોની ની કુશળતા અને આધુનિક તબીબી ટેકનોલોજીના સમન્વયથી વૃદ્ધ દર્દીને નવજીવન મળ્યું છે. આ સફળ ઓપરેશન ગોત્રી હોસ્પિટલની તબીબી ક્ષમતા અને ડો. હિરેન સોની નિપુણતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news