ICC Rankings : T20 રેન્કિંગમાં સ્પિનરો વચ્ચે સ્પર્ધા...ટોપ-2માં માત્ર એક જ પેસર, ભારતીય સ્પિનર ​​વિદેશીઓને આપી રહ્યો છે ટક્કર

ICC Rankings : ICC T20 રેન્કિંગમાં સ્પિનરોનું વર્ચસ્વ છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20 શ્રેણી પછી નવીનતમ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડ સામે સતત સારું પ્રદર્શન કરનાર આદિલ રશીદને પણ તેનો ફાયદો થયો છે. વિદેશી ખેલાડીઓની વચ્ચે એક ભારતીય સ્પિનર ​​પણ નંબર 1 બનવાની રેસમાં છે.

ICC Rankings : T20 રેન્કિંગમાં સ્પિનરો વચ્ચે સ્પર્ધા...ટોપ-2માં માત્ર એક જ પેસર, ભારતીય સ્પિનર ​​વિદેશીઓને આપી રહ્યો છે ટક્કર

ICC Rankings : વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20 શ્રેણી બાદ નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ઈંગ્લેન્ડે T20 શ્રેણી 3-0થી જીતી હતી, ત્યારબાદ ઈંગ્લેન્ડ ટીમના ઘણા ખેલાડીઓને ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. પરંતુ આદિલ રશીદ સૌથી આગળ જોવા મળ્યો હતો. 37 વર્ષીય રાશિદે ઈંગ્લેન્ડની 3-0થી T20 શ્રેણી જીતમાં સાતત્ય દર્શાવ્યું હતું. તેણે ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે 1/22, બ્રિસ્ટલમાં હાઇ-સ્કોરિંગ મુકાબલામાં 1-59 અને સાઉથમ્પ્ટન ખાતે ફાઇનલ મેચમાં 2/30ના આંકડા હાંસલ કર્યા. આ પ્રદર્શનના આધારે તેણે શ્રીલંકાના દિગ્ગજ વાનિન્દુ હસરંગા અને વરુણ ચક્રવર્તીને પાછળ છોડી દીધા. તે હવે બે સ્થાન કૂદીને બીજા સ્થાને પહોંચી ગયો છે.

નંબર-1 કોણ છે ?

આદિલ રશીદ 710ના રેટિંગ સાથે T20 રેન્કિંગમાં બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર જેકબ ડફી નંબર 1 પર છે, જેનાથી આદિલ ફક્ત 13 પોઈન્ટ પાછળ છે. ઈંગ્લેન્ડના અન્ય ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સેને પણ તેના બેસ્ટ યોગદાનના કારણે ફાયદો થયો. છેલ્લી બે T20માં તેની બે વિકેટથી તેને 16 સ્થાનનો ફાયદો થયો છે. હવે તે 52મા ક્રમે છે. ભારતીય ખેલાડી વરુણ ચક્રવર્તી 706 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. 

બેટ્સમેનોની પણ બલ્લે-બલ્લે

બેટ્સમેનોના રેન્કિંગમાં પણ ઉથલપાથલ થઈ છે. બેન ડકેટે ત્રીજી T20માં 46 બોલમાં 84 રનની ઇનિંગ રમીને શાનદાર પ્રદર્શન કર્યું. એક ઇનિંગે તેને 48 સ્થાનનો ફાયદો કરાવીને કારકિર્દીના શ્રેષ્ઠ 16મા ક્રમે પહોંચાડ્યો. હેરી બ્રુકના 35* અને 34 રનની ઝડપી ઇનિંગ્સે તેને છ સ્થાનનો ફાયદો કરાવીને 38મા સ્થાને પહોંચાડ્યો છે. વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઈ હોપના 40થી વધુ રનની બે ઇનિંગ્સે તેને બેટિંગ યાદીમાં 14 સ્થાનનો ફાયદો કરાવીને 15મા સ્થાને પહોંચાડ્યો છે.

તિલક વર્મા ત્રીજા સ્થાને પહોંચ્યો

આઇસીસી ટી20 બેટિંગ રેન્કિંગમાં ટ્રેવિસ હેડ નંબર વન પર છે, તેના 856 રેટિંગ પોઈન્ટ છે. ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા બીજા નંબર પર છે, જેના 829 પોઈન્ટ છે. અભિષેક શર્માએ આ વર્ષે ઇંગ્લેન્ડ સામે 5 ટી20 મેચ રમી હતી, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. પોતાની છેલ્લી ટી20માં, તેણે ઇંગ્લેન્ડ સામે 54 બોલમાં 135 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

તિલક વર્મા એક સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તિલકના 804 રેટિંગ પોઈન્ટ છે. તિલક વર્માએ આ વર્ષે 5 ટી20 મેચ રમી હતી, જેમાં તેણે ઇંગ્લેન્ડ સામે અડધી સદી (72) ફટકારી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news