'તું મારી નહીં તો કોઈની નહીં', દર્શન પટેલને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતની ઘાટ ઉતાર્યો!
Arvalli News: ધોલવણી ત્રણ રસ્તા પાસે ક્રેટા કારમાંથી હત્યા કરેલ મૃયદેહ મળ્યો. મૃતક યુવક ભિલોડા અન્નપૂર્ણા સોસાયટીનો રહીશ. ભિલોડા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો. મૃતકના પિતાએ ટાકા ટૂંકા ગામના નિસર્ગ પટેલ સામે ફરિયાદ નોંધાવી. ભિલોડા પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી.
Trending Photos
અરવલ્લી: પ્રેમમાં ને પામવા વ્યક્તિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને પ્રેમમાં કહેવાય છે કે તું મારી નહીં તો કોઈની નહીં, આ વાતને સાબિત કરતી ઘટના અરવલ્લી જિલ્લામાં સામે આવી છે. જિલ્લાના ભિલોડામાં પ્રેમ પ્રકરણ માં આશાસ્પદ યુવાનની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પ્રેમ પ્રકરણમાં આશાસ્પદ યુવાનની હત્યા કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ભિલોડાના ટાંકા ટૂંકા ગામના નિસર્ગ પટેલ નામના યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ બંને વચ્ચે બ્રેક અપ થયા બાદ યુવતી અને દર્શન પટેલ વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો.
જે વાતની જાણ નિસર્ગ પટેલને થતાં તુ મારી નહીં તો કોઈની નહીં તેવી લાગણી સાથે દર્શન પટેલને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતની ઘાટ ઉતાર્યો હતો અને તેનો મૃતદેહ ધોલવાણી ત્રણ રસ્તા પાસે પાર્ક કરેલી કાર માંથી મળી હતી. ઘટનાની જાણ ભિલોડા પોલીસને થતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ઘટનાની ગંભીરતાને પગલે જિલ્લા એલસીબી, એસઓજીની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે