કચ્છ જિલ્લા માટે શિક્ષકોની સ્પેશિયલ ભરતી થશે, શિક્ષણ વિભાગે લીધો મહત્વનો નિર્ણય
શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સ્પેશિયલ ભરતીને મંજૂરી આપી છે.
Trending Photos
ગાંધીનગરઃ શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરાશે. પ્રફુલ પાનશેરીયાએ આપેલી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લા માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ભરતીને મંજૂરી આપી છે. આ જગ્યાઓ પર નિમણૂંક મેળવવા ઈચ્છતા ઉમેદવારે સમગ્ર નોકરી દરમિયાન માત્ર કચ્છ જિલ્લામાં ફરજ બજાવવાની રહેશે.
રાજ્ય સરકારનો મોટો નિર્ણય
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરાયો છે. હવે કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરાશે. પ્રાથમિક વિભાગ (ધોરણ 1થી 5) માટે કચ્છ જિલ્લામાં 2500 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે. જ્યારે ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ 6થી 8) ની 7000 મંજૂર જગ્યાઓમાં કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ 1600 ભરતી કરવામાં આવશે.
કચ્છ જિલ્લામાં 'સ્પેશિયલ ભરતી' #GovtJobs #Kachchh #PrafulPansheriya pic.twitter.com/ydA7C1tvM2
— Praful Pansheriya (@prafulpbjp) April 30, 2025
રાજ્ય સરકારની આ સ્પેશિયલ ભરતીમાં જે ઉમેદવારોને નિમણૂંક મળશે તેમણે પોતાની નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં ફરજ બજાવવાની રહેશે. એટલે કે કચ્છ જિલ્લા સિવાય આ શિક્ષકોને બીજા કોઈ જિલ્લામાં બદલી મળશે નહીં. સરકારના આ નિર્ણયથી કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે