હાઈએલર્ટ વચ્ચે ગુજરાતના આજના મોટા અપડેટ: 7 એરપોર્ટ આગામી આદેશ સુધી બંધ, સરકારી કર્મચારીઓ માટે ગાઈડલાઈન જાહેર

Gujarat On High Alert : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે 108 ઈમરજન્સી સર્વિસે કરી વ્યવસ્થા... કચ્છમાં 40 એમ્બ્યુલન્સ સિવાયની વધારાની 12 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખી... સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા માટે પણ એમ્બ્યુલન્સ મુકવાની ચાલી રહી છે ચર્ચા... 108 સેવાના કર્મચારીઓની રજા રદ કરી...

હાઈએલર્ટ વચ્ચે ગુજરાતના આજના મોટા અપડેટ: 7 એરપોર્ટ આગામી આદેશ સુધી બંધ, સરકારી કર્મચારીઓ માટે ગાઈડલાઈન જાહેર

India Pakistan War : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં પણ ચેકિંગ અને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જી હા, કેમ કે ગુજરાત પણ પાકિસ્તાન સાથે દરિયાઈ અને જમીની સરહદ સાથે જોડાયેલ છે. ત્યારે ગુજરાત સરકારે અત્યાર સુધી શું શું એક્શન લીધા તેના પર એક નજર કરીએ. 

ગુજરાતમાં અહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો 
તેવામાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરના વિવિધ પોઈન્ટ પર તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ગુજરાતનાં તમામ મોટા યાત્રાધામોમાં સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. અંબાજી મંદિરમાં  અત્યાધુનિક હથીયાર સાથે 150 જેટલા પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ સુરતના હજીરા ખાતે ગુપ્ત છ વિસ્તારમાં સિક્યોરિટી મોરચો ગોઠવાયો. સુરત એરપોર્ટ અને દરિયા કિનારે મરીન પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પોલીસ જવાનોએ પેટ્રોલિંગ વધાર્યું છે. બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડોએ પેટ્રોલિંગ વધાર્યું છે. તો જ્યારે વલસાડના 60 કિલોમીટર દરિયા કિનારાના વિસ્તારમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. 

  • ગુજરાતના 7 એરપોર્ટ આગામી આદેશ સુધી બંધ
  • મુન્દ્રા, જામનગર, હીરાસર, પોરબંદર બંધ રહેશે
  • કંડલા, ભુજ અને કેશોદ એરપોર્ટ પણ રહેશે બંધ

દરિયા કિનારે ચેકિંગ વધારાયું 
દરિયા કિનારે આવતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ માછીમારો સાથે સતત સંપર્કમાં છે અને ચાંપતી નજર રાખી રહી છે..જામનગર રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે..સ્ટેશન પરથી આવતા-જતા તમામ લોકોનું ચેકિંગ કરાયું છે..મુસાફરોની ટિકિટ અને આધારકાર્ડ સહિતના પુરાવાઓને ચેક કરવામાં આવી રહ્યાં છે.

એરપોર્ટ બંધ, ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ
ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધની સ્થિતિના કારણે ગુજરાતના 7 એરપોર્ટ સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. મુંદ્રા, જામનગર, રાજકોટનું હીરાસર, પોરબંદર, કેશોદ, કંડલા અને ભૂજ એરપોર્ટને બંધ કરાયા છે. સીમા પર તણાવ વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર પણ અસર જોવા મળી છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને પર અસર થઈ છે. જયપુર, પુણે, દુબઈથી આવતી ફ્લાઈટ મોડી પડી. 

  • હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ રહેશે
  • સિવિલ ફ્લાઇટ માટે સુધી બંધ રહેશે
  • અગાઉ 10 તારીખ સુધી બંધ રાખવાની કરાઈ હતી જાહેરાત
  • મિલીટ્રી ઓપરેશન માટે 24 કલાક એરપોર્ટ ચાલુ રહેશે

એરલાઈન્સની લોકોને અપીલ
એરલાઈન્સે લોકોને અપીલ કરી છે કે, તેમની ફ્લાઈટના 3 કલાક પહેલા તેઓ એરપોર્ટ પર આવી જાય. તો આ તરફ ટ્રેન વ્યવહારને પણ અસર થઈ છે. ભૂજ-અમદાવાદ-ભૂજ ટ્રેન રદ કરવામાં આવી છે. વર્તમાન સ્થિતિને જોતા ટ્રેન રદ કરવાનો નિર્ણય કરાયો છે.  
નમો ભારત રેપિડ રેલ ટ્રેન પણ કેન્સલ કરાઈ છે. આ સાથે ગુજરાતના ત્રણ જિલ્લાઓ હાઈ અલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં સરહદી જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ અને કચ્છનો સમાવેશ થાય છે. આ સાથે જ ગુજરાતનાં 18 જિલ્લાઓ અલર્ટ પર છે. દ્વારકા, સોમનાથ સહિતના મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 

સરકારી કર્મચારીઓની રજા કેન્સલ
ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધની સ્થિતિના કારણે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજા કરવામાં આવી છે. મહેસૂલ વિભાગે પણ કર્મચારીઓની રજા રદ કરી છે. તો આ અગાઉ પોલીસ કર્મચારીઓની રજા રદ કરાઈ હતી. 108 સેવાના કર્મચારીઓની રજા રદ કરી છે. આ સાથે જ રાજ્ય સરકારે  વિવિધ વિભાગોને સૂચના આપી દીધી છે. આ સૂચનાનાં પગલે 108 ઈમરજન્સી સર્વિસે વ્યવસ્થા કરી છે. 

કચ્છમાં વધારાની એમ્બ્યુલન્સ મૂકાઈ
કચ્છમાં રહેલી 40 એમ્બ્યુલન્સ સિવાયની વધારાની 12 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય મુકવામાં આવી. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા માટે પણ એમ્બ્યુલન્સ મુકવાની ચર્ચા ચાલી રહી છે. ઈમરજન્સીની સ્થિતિમાં લોકોને મદદ મળી રહે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

સરકારી કર્મચારીઓ માટે ગાઈડલાઈન જાહેર 

  • ગાંધીનગર વર્તમાન સ્થિતિને લઈ સોશિયલ મીડિયાના ઉપયોગ પર સરકારી કર્મચારીઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જે નીચે મુજબ છે. 
  • સરકારી કર્મચારીઓ અધિકારીઓ લિંક, ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવું નહીં 
  • ઓફિશિયલ ડોક્યુમેન્ટ, આઈડી કાર્ડ તથા ઈન્ટરનલ મીટિંગ ના ફોટા પોસ્ટ ન કરવા સૂચના 
  • કર્મચારીઓએ પોતાનો રાજકીય મત, સમાચાર ની ખાતરી કર્યા વગર ન મુકવા સૂચના 
  • વોટ્સ એપ પર કંટેન્ટ ફોરવર્ડ કરતા પહેલા ખરાઈ કરવી 
  • પૂર્વ મંજૂરી વગર સોશિયલ મીડિયા પર વિભાગનું પેજ ન બનાવવા સૂચના 
  • સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ના અગ્ર સચિવ તમામ વિભાગના વડાઓ ને પત્ર

બોર્ડરના જિલ્લામાં કન્ટ્રોલ રૂમ ઉભા કરાયા
ભારત પાકિસ્તાનની તંગ સ્થિતિ વચ્ચે બનાસકાંઠાના સુઈગામ અને વાવના ગામોને અલર્ટ કરાયા છે. પાલનપુરમાં જિલ્લાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમમાં 24 કલાક કર્મચારીઓ ફરજ બચાવી રહ્યાં છે. સરકાર સાથે તંત્ર સતત સંપર્કમાં છે. આ કંટ્રોલરૂમ થકી બોર્ડર પર થતી તમામ ગતિવિધિઓની પળેપળની માહિતી મેળવાઈ રહી છે. તો જિલ્લાના તમામ તાલુકા મથકો અને અન્ય વિભાગો સાથે સંપર્ક સાધીને જરૂરી નિર્દેશો અપાઈ રહ્યાં છે. સુરતમાં વૉર રૂમ ઉભો કરાયો છે. ડિઝાસ્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ ઉભો કરાયો. વૉર રૂમથી કેન્દ્ર સરકારનો સીધો સંપર્ક કરી શકાશે. ત્રણેય સેના સાથે સંપર્ક કરવાની વ્યવસ્થા કરાઈ છે. કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે કામ કરવા વહીવટી તંત્ર તૈયાર છે. સુરત પોલીસ કમિશનર સાથે સીધી રીતે જોડાયેલા રહેશે. કોઈ સંદિગ્ધ ગતિવિધિ દેખાય તો જાણ કરવા વિનંતી. 

ફટાકડા ફોડવા અને ડ્રોન પર પ્રતિબંધ
 ઓપરેશન સિંદૂર હેઠળ ભારત સતત પાકિસ્તાન પર કરી રહ્યું છે કાર્યવાહી...ત્યારે હવે 15 મે સુધી લગ્ન સહિતના પ્રસંગોમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઈ કાર્યક્રમમાં ડ્રોન પણ ઉડાવી નહિ શકાશે. સોશિયલ મીડિયોમાં અફવા અને સેનાનું મનોબળ તૂટે ટેવી પોસ્ટ કરનારા ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રીએ જિલ્લા પોલીસ વડાઓને આદેશે આપ્યો છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 9, 2025

 

આવશ્યક વસ્તુઓની સંગ્રહખોરી નહિ કરી શકાય
સાથે જ આવશ્યક ચીજો વસ્તુઓના ભાવ જાળવવા તથા સંગ્રહખોરી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સંદિગ્ધ વ્યક્તિ કે વસ્તુ બાબતે પોલીસ કે વહીવટી તંત્રને જાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.  ડિલરોએ રોજીંદા સ્ટોકની માહિતી, લોકેશન સ્ટોરેજ તથા ડિસ્ટ્રિબ્યુશનની માહિતી આપવી પડશે. પેટ્રોલ પંપ, મોલ સહિતના સ્થળોના CCTV  યોગ્ય રીતે કાર્યરત કરવા નિર્દેશ અપાયો છે. 

ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધની સ્થિતિના કારણે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજા કરવામાં આવી છે. મહેસૂલ વિભાગે પણ કર્મચારીઓની રજા રદ કરી છે. તો આ અગાઉ પોલીસ કર્મચારીઓની રજા રદ કરાઈ હતી. 108 સેવાના કર્મચારીઓની રજા રદ કરી છે. આ સાથે જ રાજ્ય સરકારે વિવિધ વિભાગોને સૂચના આપી દીધી છે. આ સૂચનાનાં પગલે 108 ઈમરજન્સી સર્વિસે વ્યવસ્થા કરી છે. કચ્છમાં રહેલી 40 એમ્બ્યુલન્સ સિવાયની વધારાની 12 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે.  સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા માટે પણ એમ્બ્યુલન્સ મુકવાની ચર્ચા ચાલી રહી છે. ઈમરજન્સીની સ્થિતિમાં લોકોને મદદ મળી રહે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news