અતિભારે વરસાદ વરસતા સુરેન્દ્રનગર બેટમાં ફેરવાયું! આ વિસ્તારો પાણીમાં ગરકાવ, ઘરની બહાર નીકળવું મુશ્કેલ
Surendranagar HeavyRains: ગુજરાત સહિત સુરેન્દ્રનગર જીલ્લામાં પડેલ ધોધમાર વરસાદ બાદ સુરેન્દ્રનગર શહેર જાણે બેટમાં ફેરવાયુ હોઇ તેમ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે અને મનપા જાણે હબ સલામત હોઇ તેમ સંતોષ માને છે પરંતુ નવા જંક્શન વિસ્તાર વિવેકાનંદ સોસાયટી રામનગર સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઇ રહેતા લોકોને ઘરની બાહાર નિકળવુ મુશ્કેલ બન્યુ છે.
Trending Photos
સુરેન્દ્રનગર જીલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો જે વરસાદ પડ્યા બાદ શહેરમાં વરસાદી પાણી નિકાલની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોઇ અનેક સોસાયટીઓ માં પાણી ભરાઇ રહેતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને રોજ મનપા કચેરીએ ટોળા પાણી નિકાલની માંગ સાથે હલ્લાબોલ કરી રહ્યા છે પરંતુ અધિકારીઓ જાણે લોકોની સમસ્યાઓ માં કોઇ રસ ન હોઇ તેમ થઇ જશે તેવો ઉડાવ જવાબ આપી સંતોષ માને છે.
સુરેન્દ્રનગર નવા જંક્શન વિસ્તારમાં વિવેકાનંદ સોસાયટી રામનગર સહિતની સોસાયટીઓ માં પાણી ભરાતા ઘરની બાહાર જવુ મુશ્કેલ બન્યુ છે ત્યારે લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક મનપા વરસાદી પાણીનો નિકાલ કરે. નવા જંક્શન વિસ્તારની અનેક સોસાયટી ઓ વરસાદી પાણીમાં ગરકાવ હોઇ જેથી મહિલાઓ રણચંડી બની મનપા કચેરીમાં ઉગ્ર રજૂઆત કરતા મનપાના ડેપ્યુટી કમિશનર અર્જુન ચાવડા સ્થળ પર આવતા મહિલાઓ ના રોષનો ભોગ બનવુ પડ્યુ હતું.
મહિલાઓ એ ઉગ્ર રજૂઆત કરી હતી અને તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવા માંગ કરી હતી કોમન પ્લોટોમાં પણ પાણી ભરાયેલા હોઇ જે તાત્કાલિક ઉલેચવા માંગ કરી હતી. જો અગામી દિવસોમાં વરસાદી પાણીનો નિકાલ નહિ થાય તો રોગચાળો ફાટી નિકળે તેવી ભીતી સેવી હતી. તેમજ વરસાદના પાણી ભરાવાથી બાળકો શાળા એ ન જઈ શકતા હોઇ તાત્કાલિક રોડ પરથી પાણી ઉલચવા કરિ હતી, માંગ નહિ તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે