Health Tips: આ 5 માંથી કોઈ 1 વસ્તુ ઉમેરી દૂધ રોજ પીવું, દૂધનો સ્વાદ અને ફાયદા બંને વધી જશે
Health Tips: ઘરમાં રહેલી 5 વસ્તુઓને જો દૂધમાં ઉમેરી પીવામાં આવે તો દૂધનો સ્વાદ અને પોષકતત્વો બંને વધી જાય છે. તેનાથી શરીરને શક્તિ અને પોષણ બને મળે છે.આજે તમને જણાવીએ એવી 5 વસ્તુઓ વિશે જે શરીરને લાભ કરે છે.
Trending Photos
Health Tips: દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે કારણ કે તેમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી જેવા અનેક પોષક તત્વો હોય છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિએ દિવસમાં એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. દૂધ પીવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. આ દૂધને તમે કેટલીક વસ્તુઓ ઉમેરીને વધારે શક્તિશાળી બનાવી શકો છો. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ઉમેરવાથી દૂધનો સ્વાદ પણ વધી શકે છે અને આ વસ્તુઓ શરીરને વધારે પોષણ પૂરું પાડે છે.
બદામ
બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાં પ્રોટીન, ફાઇબર, મિનરલ, ઓમેગા 3 ફેટી એસિડ સહિતના પોષક તત્વો હોય છે. બદામ હાર્ટ હેલ્થને સપોર્ટ કરે છે. તમે દૂધમાં બદામનો પાવડર ઉમેરીને પી શકો છો તેનાથી શરીરને વધારે ફાયદા થશે.
હળદર
હળદર પણ શરીરને લાભ કરે છે. હળદર ઉમેરેલા દૂધને ગોલ્ડન મિલ્ક કહેવાય છે. કારણ કે આ દૂધ શરીર માટે અમૃત સમાન સાબિત થાય છે. દૂધમાં હળદર ઉમેરવાથી તેના ગુણ વધી જાય છે. હળદરમાં રહેલું કર્કયુમીન સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવામાં મદદ કરે છે.
મધ
દૂધને મીઠું કરવા માટે ખાંડને બદલે મધ ઉમેરી શકાય છે મધમાં એન્ટિ ઓક્સિડન્ટ, વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે જે ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરની એનર્જી વધે છે.
તજ
દૂધમાં તજનો પાવડર ઉમેરીને પીવાથી પણ લાભ થાય છે. તજમાં એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી ઓક્સીડન્ટ ગુણની સાથે વિટામીન એ, પ્રોટીન સહિતના જરૂરી મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તજનો પાવડર ઉમેરેલું દૂધ પીવું ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક રહે છે.
આદુ
આદુમાં આયરન, ઝિંક, ફોસ્ફરસ, ક્રોમિયમ જેવા પોષક તત્વો હોય છે. આદુને ચાની જેમ દૂધમાં ઉમેરીને પીવાથી પણ ફાયદો થાય છે. આદુવાળું દૂધ પીવાથી શરદી ઉધરસ જેવી તકલીફમાં રાહત મળે છે. આદુવાળું દૂધ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે