આ બ્લડ ગ્રુપના લોકોને વધુ હોય છે પેટના કેન્સરનો ખતરો, શું લિસ્ટમાં તમે તો સામેલ નથીને?
સાંભળવામાં થોડું વિચિત્ર લાગી શકે છે, પરંતુ તમારા બ્લડ ગ્રુપથી તે જાણવા મળે છે કે કઈ બીમારીઓ તમને પ્રભાવિત કરી શકે છે અને કઈ નહીં.
Trending Photos
Stomach Cancer: આધુનિક જીવનશૈલીમાં, કેન્સર જેવા ખતરનાક રોગો ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યા છે. આ જ કારણ છે કે લોકો તેમના જીવન પ્રત્યે ખૂબ જ સતર્ક રહે છે. તેઓ વારંવાર પોતાની તપાસ કરાવે છે જેથી તેઓ કોઈ ગંભીર બીમારીનો શિકાર ન બને, પરંતુ શું તમે જાણો છો કે તમારા બ્લડ ગ્રુપથી પેટના કેન્સરનું જોખમ વધે છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
બ્લડ ગ્રુપ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
જ્યાં સુધી લોકો રક્તદાન કરતા નથી અથવા કોઈ સર્જરી કરાવતા નથી, ત્યાં સુધી તેઓ તેમના બ્લડ ગ્રુપ વિશે જાણતા નથી. વાસ્તવમાં, દરેક વ્યક્તિને તેમના માતાપિતા પાસેથી બ્લડ ગ્રુપ વારસામાં મળે છે. વિશ્વના મોટાભાગના લોકો A, B, AB અથવા O ચાર બ્લડ ગ્રુપ હેઠળ આવે છે. આ અક્ષરો તમારા લાલ રક્તકણોની સપાટી પર ખાંડ અને પ્રોટીન (એન્ટિજેન) નું સંયોજન દર્શાવે છે. તેઓ એન્ટિબોડીઝ સાથે પણ જોડાયેલા છે, જે આપણા બ્લડ પ્લાઝ્મામાં હાજર છે. આ ઉપરાંત, પોઝિટિવ અને નેગેટિવ બ્લડ ગ્રુપ દર્શાવે છે કે તમારા બ્લડમાં કયા Rh ફેક્ટર એન્ટિજેન છે.
શું બ્લડ ગ્રુપ રોગનું જોખમ નક્કી કરી શકે છે?
તે થોડું વિચિત્ર લાગે છે, પરંતુ તમારું બ્લડ ગ્રુપ નક્કી કરે છે કે કયા રોગો તમને અસર કરી શકે છે અને કયા નહીં. વાસ્તવમાં, એન્ટિજેન્સ અને એન્ટિબોડીઝ તમારી રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 2019 માં BMC કેન્સર દ્વારા પ્રકાશિત એક અહેવાલ મુજબ, A અથવા AB બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને પેટનું કેન્સર થવાનું જોખમ વધારે હોય છે.
રિસર્ચમાં સામે આવી ચોંકાવનારી વાત
સ્ટડીમાં સામે આવ્યું કે ઓ બ્લડ ગ્રુપવાળા લોકોની તુલનામાં A બ્લડ ગ્રુપના લોકોને પેટના કેન્સરનો ખતરો 13 ટકા વધુ હતો. તો એબી બ્લડ ગ્રુપવાળા લોકોમાં આ ખતરો 18 ટકા વધુ જોવા મળ્યો હતો. સંશોધકોએ 40 અન્ય સ્ટડીના પરિણામ પણ ચેક કર્યા, જેમાં એક જેવી પેટર્ન મળી. ટાઇપ એ વાળા લોકોમાં કેન્સરનો ખતરો 19 ટકા વધુ હતો, જ્યારે ટાઇપ એબીવાળા લોકોમાં પેટના કેન્સરનો ખતરો 9 ટકા વધુ હતો.
બ્લડ ગ્રુપ અને પેટના કેન્સરમાં શું છે કનેક્શન?
સ્પષ્ટ રીતે કહેવામાં આવે તો સ્ટડીમાં તે નથી કહેવામાં આવ્યું કે બ્લડ ગ્રુપ એ કે એબી હોવા પર સીધી રીતે કેન્સર થઈ શકે છે. ધ્યાન આપવા જેવી વાત છે કે અન્ય બ્લડ ગ્રુપના લોકોને પણ પેટનું કેન્સર થાય છે, પરંતુ બ્લડ ગ્રુપની વચ્ચે કેટલાક બાયોલોજિકલ તફાવત હોય ચે, જેનાથી પેટના કેન્સરનો ખતરો વધી જાય છે. આ તફાવતમાં સોજાને સંભાળવાની શરીરની રીત, સેલ્સનું કમ્યુનિકેશન અને ઇમ્યુન સિસ્ટમના કેન્સર સેલ્સની જાણકારી વગેરે સામેલ હોય છે. ઉદાહરણ માટે બ્લડ ગ્રુપ એવાળા લોકોમાં બ્લડ ગ્રુપ ઓ વાળા લોકોની તુલનામાં પેટમાં એસિડનું પ્રોડક્શન ઓછું થઈ શકે છે.
રિસર્ચમાં જણાવ્યું કેન્સર થવાનું કારણ
રિસર્ચમાં જૂના રિપોર્ટ્સનો પણ હવાલો આપવામાં આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે એ બ્લડ ગ્રુપવાળા લોકો હેલિકોબેક્ટર પાઇલોરીથી ઈન્ફેક્ટેડ થવાની આશંકા વધુ રહે છે. હેલિકોબેક્ટર પાઇલોરી એક પ્રકારના બેક્ટેરિયા છે, જેનું કનેક્શન પેટના કેન્સરથી હોય છે. આ બેક્ટેરિયા ખૂબ ખતરનાક હોય છે. સ્ટડીમાં જોવા મળ્યું કે એ બ્લડ ગ્રુપવાળા લોકોમાં પેટના કેન્સરનો ખતરો વધુ હતો, ભલે તે હેલિકોબેક્ટર પાઇલોરીથી ઈન્ફેક્ટેડ છે કે નહીં. તો એબી બ્લડ ગ્રુપના લોકોમાં પેટના કેન્સરની આશંકા તે સમયે વધુ હોય છે, જ્યારે તે હેલિકોબેક્ટર પાઇલોરીથી સંક્રમિત હોય છે.
કયા લોકોમાં જલ્દી થાય છે પેટનું કેન્સર?
નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, અમેરિકામાં પેટનું કેન્સર બહુ સામાન્ય નથી, પરંતુ તે વિશ્વભરમાં પાંચમું સૌથી સામાન્ય કેન્સર છે. એશિયા, પૂર્વી યુરોપ અને દક્ષિણ અમેરિકાના ભાગોમાં પેટના કેન્સરના કેસ વધુ સામાન્ય છે. તે જ સમયે, પુરુષોને આ ખતરનાક રોગ થવાની શક્યતા લગભગ બમણી હોય છે. ઉંમર સાથે પેટના કેન્સરનું જોખમ વધે છે, પરંતુ એ નોંધવું યોગ્ય છે કે યુવાન હિસ્પેનિક મહિલાઓમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. તમારા આહાર, કૌટુંબિક ઇતિહાસ અને સ્થૂળતા જેવી સ્વાસ્થ્ય સ્થિતિઓને કારણે પણ પેટના કેન્સરનું જોખમ વધી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે