Sawan 2025: શ્રાવણ માસમાં 5 રાશિઓ પર રહેશે શિવજીની વિશેષ કૃપા, જાણો ક્યારથી શરુ થાય છે શ્રાવણ મહિનો અને કેટલા છે સોમવાર ?
Sawan 2025 Lucky Rashi: હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ભક્તો શિવજીની આરાધના કરે છે. શિવભક્તો આ મહિનામાં વ્રત કરી પૂજા-અર્ચના કરે છે. આ વર્ષનો શ્રાવણ મહિનો કેટલીક રાશિઓ માટે શુભ રહેવાનો છે. આ રાશિઓ કઈ કઈ છે અને શ્રાવણ માસમાં કઈ તારીખોએ સોમવાર આવશે ચાલો જાણીએ.
Trending Photos
Sawan 2025 Lucky Rashi: પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનાની શરુઆત 25 જુલાઈ 2025 થી શરુ થશે અને શ્રાવણ મહિનો પુરો થશે 23 ઓગસ્ટ 2025 ના રોજ. આ મહિનો ભગવાન શિવની આરાધના કરવા માટે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો અવસર હોય છે. શ્રાવણ માસમાં શિવજીની ભક્તિમાં ભક્તો લીન જોવા મળે છે. ખાસ કરીને શ્રાવણ માસના સોમવારનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસ લોકો વ્રત કરી શિવજીની વિશેષ પૂજા કરે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનામાં 5 રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસવાની છે. આ રાશિઓ કઈ કઈ સૌથી પહેલા એ જાણી લો.
આ 5 રાશિઓ પર થશે શિવજીની કૃપા
વૃષભ રાશિ - આ રાશિના લોકોને શ્રાવણ માસમાં ધન લાભ, કરિયરમાં લાભ થવાના સંકેત મળે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારીઓને પણ ફાયદો થઈ શકે છે.
કર્ક રાશિ - કર્ક રાશિના લોકોને સ્વાસ્થ્ય લાભ અને માનસિક શાંતિ મળશે. અત્યાર સુધી જે ચિંતાઓ હતી રોગ હતા તે શિવજીના આશીર્વાદથી દુર થશે. શ્રાવણ માસના સોમવારનું વ્રત કરવાથી વિવાહ અને પ્રેમ સંબંધમાં મધુરતા વધશે.
સિંહ રાશિ - આ રાશિના લોકો માટે નવી યોજનાને અમલમાં લાવવાનો શુભ સમય શ્રાવણ માસ હશે. અટકેલું ધન પરત મળી શકે છે. શિવજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ વધશે અને જીવનની બાધાઓ દુર થશે.
વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિના લોકોને શ્રાવણ માસમાં ભાગ્ય સાથ આપશે. કરિયરમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવાની તક મળશે. કોર્ટ કચેરીના કામમાં રાહત થશે. સોમવારનું વ્રત કરી શિવલિંગ પર રોજ જળ ચઢાવો.
મીન રાશિ - મીન રાશિના લોકો માટે શ્રાવણ માસ આધ્યાત્મિક ઉન્નતિની તકો લાવશે. સંતાન સુખ, શિક્ષા, ધન સંબંધિત બાબતો માટે સમય શુભ. સોમવારનું વ્રત કરી રુદ્રાભિષેક કરવાથી શાંતિ અને સમૃદ્ધિ વધશે.
શ્રાવણ માસ 2025 ના સોમવાર
પવિત્ર શ્રાવણ માસમાં આ વખતે 4 સોમવાર આવશે જેની તારીખો નીચે દર્શાવ્યાનુસાર છે.
પહેલો સોમવાર - 28 જુલાઈ 2025
બીજો સોમવાર - 4 ઓગસ્ટ 2025
ત્રીજો સોમવાર - 11 ઓગસ્ટ 2025
ચોથો સોમવાર - 18 ઓગસ્ટ 2025
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે