Vegetables: ડાયાબિટીસ હોય તેણે ખાવા જોઈએ આ 3 શાક, ખાવાથી કંટ્રોલ થઈ જશે બ્લડ સુગર
3 Best Vegetables for Diabetes: ડાયાબિટીસ હોય તેમણે ખાવાપીવામાં ખાસ તકેદારી રાખવી પડે છે. પરંતુ 3 શાક એવા છે જેને બિંદાસ્ત ખાઈ શકાય છે. નિષ્ણાંતો અનુસાર આ શાકભાજી ખાવાથી ડાયાબિટીસને નેચરલી કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
Trending Photos
3 Best Vegetables for Diabetes: ડાયાબિટીસ આજના સમયની સૌથી ગંભીર અને ઝડપથી વધતી સમસ્યા છે. જો ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલમાં ન રહે તો આંખ, કિડની, હાર્ટ અને અન્ય અંગોને નુકસાન થઈ શકે છે. પરંતુ સારી બાબત એ છે કે એવી નેચરલ વસ્તુઓ પણ છે જેને દૈનિક આહારમાં સામેલ કરવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
આજે તમને 3 એવા શાકભાજી વિશે જણાવીએ જેનાથી ડાયાબિટીસની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. ડાયાબિટીસ હોય તેમણે આ શાક ડાયટમાં સામેલ કરવા જોઈએ. આ શાકભાજી સુગરને નેચરલી કંટ્રોલ કરવામાં અસર દેખાડી શકે છે.
ડાયાબિટીસના દર્દી માટે બેસ્ટ છે આ 3 શાકભાજી
ભીંડા
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે ભીંડા. ભીંડામાં ઘુલનશીલ ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જે અચાનક સુગર લેવલને વધતા અટકાવે છે. ભીંડા ખાવાથી સુગર અવશોષણ ધીમું થઈ જાય છે. સાથે જ શરીરની ઈંસુલિન સંવેદનશીલતા પણ સુધરે છે. ભીંડા સુગર કંટ્રોલ કરવાની સાથે પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે.
કારેલા
ડાયાબિટીસ માટે કારેલા રામબાણ માનવામાં આવે છે. ઘણી રીસર્ચમાં સામે આવ્યું છે કે ડાયાબિટીસમાં કારેલા ખાવા ફાયદાકારક છે. કારેલામાં પોલિપેપ્ટાઈન પી જેવા યૌગિક હોય છે જે નેચરલ ઈંસુલિનનું કામ કરે છે. તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. કારેલાનું જ્યૂસ સવારે ખાલી પેટ પીવાથી સૌથી વધુ લાભ થાય છે.
પેઠા
એશ ગાર્ડ એટલે કે પેઠાનું શાક પણ ડાયાબિટીસના દર્દી માટે સારું છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. આ શાક HbA1c કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. આ શાક લિવર ડિટોક્સ કરે છે. તેનાથી મેટાબોલિઝમ સુધરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે