White Food: ખાંડ જ નહીં ડાયાબિટીસના દર્દીઓ માટે આ વસ્તુ પણ ઝેર સમાન, ખાવાથી હાર્ટ પણ નબળું પડી જાય
Worse Foods for Diabetes: ડાયાબિટીસમાં શુગર કંટ્રોલ કરવા માટે ખાવાપીવાની વસ્તુઓની પસંદગી યોગ્ય રીતે કરવી. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે બ્લડ શુગર વધારી શકે છે. સામાન્ય રીતે ખાંડ ખાવાનું લોકો ટાળે છે પરંતુ ખાંડ સિવાયની વસ્તુઓ પણ હોય છે જે શુગર વધારે છે.
Trending Photos
Worse Foods for Diabetes: ડાયાબિટીસની બીમારીમાં શરીર દ્વારા ઈંસુલિનનું ઉત્પાદન યોગ્ય રીતે થતું નથી. તેને કંટ્રોલ કરવા માટે વ્યક્તિએ ખાવાપીવામાં ધ્યાન રાખવું જરૂરી છે. આહાર બ્લડ શુગર લેવલમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. ડાયાબિટીસના દર્દીઓ એવી વસ્તુઓનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ જે બ્લડ શુગર વધારે છે.
આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ડાયાબિટીસ હોય તો વધારે માત્રામાં ખાવાથી હાર્ટ પ્રોબ્લેમ જેવી જીવલેણ બીમારીનું જોખમ વધી જાય છે.
દહીં
દહીંની તાસીર ગરમ હોય છે તેથી તેના પાચનમાં સમય લાગે છે. કારણ કે ડાયાબિટીસમાં પાચન નબળું પડી જાય છે તેથી વધારે માત્રામાં દહીં ખાવાથી સ્થૂળતા, કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ વધી જાય છે. તેથી ડાયાબિટીસ હોય તો છાશ પી શકાય છે.
મીઠું
ડાયાબિટીસના દર્દીને હાઈ બ્લડ પ્રેશર હોય તેવી સંભાવના વધારે રહે છે. જેના કારણે હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, કિડની પ્રોબ્લેમનું જોખમ પણ વધી જાય છે. જો કે મીઠું બ્લડ શુગર પર કોઈ પ્રભાવ નથી પાડતું પરંતુ તેનાથી બ્લડ પ્રેશર પર અસર થઈ શકે છે. તેથી મીઠાનો ઉપયોગ વધારે ન કરવો.
ગોળ
ખાડ કરતાં ગોળને વધારે ફાયદાકારક ગણવામાં આવે છે. પરંતુ ડાયાબિટીસના દર્દી માટે તો ગોળ પણ બરાબર નથી. ગોળ ખાંડ કરતાં વધારે સ્વાર્થ્યવર્ધક ગણાય છે પરંતુ ડાયાબિટીસમાં તો ગોળ ખાવા પર પણ કંટ્રોલ રાખવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે