Headache: અભિનેત્રી વિદ્યા બાલનની માથાનો દુખાવો મટાડવાની ટ્રીક, જ્યારે માથું દુખે ત્યારે બોલે આ 4 શબ્દો અને ઉતરી જાય માથું
Vidya Balan Headache Remedy: અભિનેત્રી વિદ્યા બાલને એક મુલાકાત દરમિયાન માથાનો દુખાવો મટાડવાની એવી ટ્રીક જણાવી છે જે વાયરલ થવા લાગી છે. અભિનેત્રીને જ્યારે પણ માથું દુખે છે તો તે દવા નથી લેતી પરંતુ એકદમ સરળ અને યુનિક રીતે માથાનો દુખાવો મટાડે છે.
Trending Photos
Vidya Balan Headache Remedy: દોડધામ ભરેલી જીવન શૈલી અને સ્ટ્રેસના કારણે અનેક વખત માથામાં દુખાવો થવા લાગે છે. માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. માથાનો દુખાવો થવાના કારણો અલગ અલગ હોય છે જેમ કે સ્ટ્રેસ, થાક, ઊંઘનો અભાવ, પોષણનો અભાવ વગેરે. કોઈપણ કારણસર માથું દુખતું હોય તો ઘણા લોકોને પેન કિલર લેવી પડે છે. પરંતુ બોલીવુડની અભિનેત્રી વિદ્યા બાલનને જ્યારે માથું દુખે છે તો તે દવા નથી લેતી પરંતુ ફક્ત 4 શબ્દો બોલીને માથાનો દુખાવો મટાડે છે. વાત સાંભળીને નવાઈ લાગશે પરંતુ વિદ્યા બાલન એ પોતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાત કરી હતી.
અભિનેત્રી વિદ્યા બાલન તેના અભિનયની સાથે તેની સાદગી અને હેલ્ધી લાઈફ સ્ટાઈલના કારણે પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર હાલ અભિનેત્રીનો એક ઇન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે જે માટે માથાનો દુખાવો મટાડવાની એક ટ્રીક વિશે વાત કરે છે. આ મુલાકાત દરમિયાન વિદ્યા બાલન એ જણાવ્યું કે જ્યારે પણ તેને માથાનો દુખાવો થાય છે ત્યારે તે દવા લેતી નથી પરંતુ એકદમ સરળ રીતે માથાનો દુખાવો મટાડે છે.
એક્ટ્રેસ જણાવે છે કે જ્યારે પણ તેને માથાનો દુખાવો થાય છે ત્યારે તે આંખ બંધ કરી શાંત થઈ જાય છે અને આ 4 શબ્દો રીપીટ કરે છે. માથાનો દુખાવો થાય ત્યારે તે આંખ બંધ કરીને ' you can leave now ' શબ્દો ત્રણથી ચાર વખત બોલે છે અને માથાનો દુખાવો મટી જાય છે.
વિદ્યા બાલનને જણાવ્યું હતું કે તે નાની હતી ત્યારે તેની માતા તેને એક હીલર પાસે લઈ ગઈ હતી. તે હીલરે તેને આ ટ્રીક જણાવી હતી. ત્યારથી આ ટ્રીકને તે ફોલો કરે છે અને તેના માટે આ ટ્રીક હંમેશા કામ પણ કરે છે. આ ટ્રીક સાંભળવામાં વિચિત્ર લાગે છે પરંતુ આ ટ્રીક પોઝિટિવ સેલ્ફ ટોક અને માઈન્ડ ફુલનેસ મેડીટેશન પર આધારિત છે. જેનાથી મગજ અને શરીરને વિશ્વાસ અપાવવામાં આવે છે કે તે સ્વસ્થ છે. જો તમને પણ માથું દુખે તો તમે પણ આ ટ્રિક ફોલો કરીને ટ્રાય કરી શકો છો.
આ ઉપાયોથી પણ માથાનો દુખાવો મટશે
વારંવાર માથાનો દુખાવો રહેતો હોય તો વિદ્યા બાલનને જણાવેલી ટ્રિક ટ્રાય કરવા સિવાય અન્ય ઉપાયો પણ મદદરૂપ થઈ શકે છે. માથાનો દુખાવો મટાડવાના ઉપાયો નીચે દર્શાવ્યા અનુસાર છે.
- શરીરમાં પાણી ઓછું થઈ જાય ત્યારે પણ માથું દુખે છે, તેથી માથું દુખતું હોય ત્યારે એકથી બે ગ્લાસ પાણી તુરંત પી લેવું. ડીહાઇડ્રેશનના કારણે માથું દુખતું હશે તો થોડી મિનિટોમાં રાહત થવા લાગશે.
- માથાનો દુખાવો હોય ત્યારે માથા પર બરફ રાખવાથી કે ઠંડા પાણીના પોતા મૂકવાથી પણ આરામ મળે છે.
- નાળિયેર તેલ કે લેવેન્ડર ઓઇલથી માથામાં મસાજ કરવાથી પણ માથાના દુખાવામાં રાહત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે