તમારા પગમાં જોવા મળશે ખરાબ લીવરના આ લક્ષણ, નજરઅંદાજ કરશો તો પડશે ભારે!
પગમાં જોવા મળતા લીવરની સમસ્યાના લક્ષણ હંમેશા નજરઅંદાજ કરી દેવામાં આવે છે, પરંતુ તે લીવરના ખરાબ થતાં સ્વાસ્થ્યનો શરૂઆતી સંકેત હોઈ શકે છે. તેથી તેને નજરઅંદાજ ન કરો.
Trending Photos
Liver Disease Symptoms In Leg: લીવર આપણા શરીરના જરૂરી અંગોમાંથી એક છે, જે ડિટોક્સિફિકેશન, મેટાબોલિઝ્મ અને પાચનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે લીવર સારી રીતે કામ ન કરે તો તેની અસર શરીર પર જોવા મળે છે, ખાસ કરી પગમાં ઘણા લક્ષણ જોવા મળે છે, જે લીવરના ખરાબ સ્વાસ્થ્ય તરફ ઇશારો કરી શકે છે. આ લક્ષણને નજરઅંદાજ કરવાથી ભવિષ્યમાં મોટી બીમારીનો સામનો કરવો પડી શકે છે.
1. પગમાં સોજા (Swelling in Feet and Ankles)
જ્યારે લીવરને નુકસાન થાય છે અથવા સિરોસિસ જેવી સ્થિતિ થઈ શકે છે, ત્યારે તે શરીરમાં પ્રોટીનના ઉત્પાદનને અસર કરે છે. આનાથી લોહીમાં પ્રોટીનનું સ્તર ઘટે છે અને પગમાં પ્રવાહી જમા થવા લાગે છે, જેના કારણે પગની ઘૂંટીઓ અને પગમાં સોજો આવે છે.
2. પગની ત્વચામાં ખંજવાળ (Itchy Skin)
લીવર પિત્તનું યોગ્ય રીતે ઉત્સર્જન કરી શકતું નથી, જેના કારણે શરીરમાં પિત્ત એકઠું થવા લાગે છે. આ ત્વચાને અસર કરે છે અને ખાસ કરીને પગ અને હથેળીઓમાં અસહ્ય ખંજવાળનું કારણ બને છે.
3. નસોમાં દુખાવો કે ઝણઝણાટ (Numbness or Tingling)
લીવર સાથે જોડાયેલી મુશ્કેલીમાં નર્વસ સિસ્ટમ પણ પ્રભાવિત થાય છે. તેનાથી પગમાં ઝણઝણાટ, બળતરા જેવો અનુભવ થઈ શકે છે, જેને પેરીફેરલ ન્યૂરોપેથી (Peripheral Neuropathy) કહેવામાં આવે છે.
4. સ્કિન પીળી પડવી કે નખમાં ફેરફાર (Jaundice Symptoms in Legs)
કમળાની સ્થિતિમાં, બિલીરૂબિનનું સ્તર વધી જાય છે, જેના કારણે ત્વચા પીળી થઈ જાય છે. આ ફેરફાર પગની ત્વચા અને નખમાં પણ જોવા મળે છે. જેને સરળતાથી ઓળખી શકાય છે.
5. પગમાં થાક અને નબળાઈ (Fatigue and Muscle Cramps)
ક્રોનિક લીવર રોગ સ્નાયુઓની નબળાઈનું કારણ બને છે, જેના કારણે ચાલતી વખતે થાક લાગે છે અને પગમાં ખેંચાણ થઈ શકે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે