મુસાફરો માટે મોટું એલર્ટ! યુદ્ધના તણાવ વચ્ચે બંધ કરાયેલા દેશના 32 એરપોર્ટ ફરી ખુલશે

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ, ભારતે એરપોર્ટ પર લાગુ કરાયેલો NOTAMS હટાવી દીધો છે, ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં અનેક એરપોર્ટ્સ નાગરિક ફ્લાઇટ્સ માટે કામચલાઉ સસ્પેન્શન પછી ફરીથી ખોલવાનો આદેશ અપાયો છે. જેથી રાજકોટનું હીરાસર એરપોર્ટ પણ ખોલી દેવાયું છે. 

મુસાફરો માટે મોટું એલર્ટ! યુદ્ધના તણાવ વચ્ચે બંધ કરાયેલા દેશના 32 એરપોર્ટ ફરી ખુલશે

India Pakistan Conflicts : ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ, ભારતે એરપોર્ટ પર લાગુ કરાયેલો NOTAMS હટાવી દીધો છે, ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં અનેક એરપોર્ટ્સ નાગરિક ફ્લાઇટ્સ માટે કામચલાઉ સસ્પેન્શન પછી ફરીથી ખોલવાનો આદેશ અપાયો છે. જેથી રાજકોટનું હીરાસર એરપોર્ટ પણ ખોલી દેવાયું છે. 

હીરાસર એરપોર્ટ ખુલ્લું
રાજકોટનું હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ આજથી શરૂ કરાયું છે. સોમવારના રોજ સવારના 10:20 કલાકથી એરપોર્ટ રાબેતા મુજબ શરૂ કરાયું છે. સિવિલિયન ફ્લાઈટ માટે એરપોર્ટ ખુલ્લુ મૂકાયું છે. અગાઉ યુધ્ધ જેવી પરિસ્થિતિને લઈ 15 તારીખ સુધી હીરાસર એરપોર્ટ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાબતે સહમતી સધાતા એરપોર્ટ શરૂ કરાયું છે. અગાઉ મિલિટ્રી ઓપરેશન માટે પણ આ એરપોર્ટ અનામત રાખવામાં આવ્યું હતું. 

 

— Airports Authority of India (@AAI_Official) May 12, 2025

 

NOTAMS હટાવી લેવાયો
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની હવાઈ મુસાફરી પર અસર થઈ હતી. સરકારે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક એરપોર્ટ્સ માટે નોટિસ ટુ એરમેન (NOTAMS) હટાવવાનો નિર્ણય લેવાયો છે. જે 15 મે સુધી નાગરિક ફ્લાઇટ્સ માટે કામચલાઉ બંધ કરવામાં આવી હતી. આ નિર્ણય સપ્તાહના અંતે જાહેર કરાયેલ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ લેવામાં આવ્યો હતો.

સોમવારે સવારે, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે હવાઈ નેવિગેશન સેવાઓનું સંચાલન કરે છે, તેણે NOTAM (નોટિસ ટુ એરમેન) રદ કરી દીધું છે. 15 મે સુધી આ સુવિધાઓ માટે નાગરિક ફ્લાઇટ્સનું કામચલાઉ સસ્પેન્શન ફરજિયાત હતું. 

32 એરપોર્ટ ટૂંક સમયમાં ખુલશે
ભારતમાં 32 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા અને 25 ફ્લાઇટ રૂટ પણ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો શનિવાર સવાર સુધી લાદવામાં આવ્યા હતા. પરંતુ પછી તેને 15 મે સવારે 5:29 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યા. હવે, આ એરપોર્ટ ફરીથી ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ એરપોર્ટમાં આદમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડોન, જેસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કાંગડા, કેશોદ, કિશનગઢ, કુલ્લુ મનાલી, લેહ, મુન્દ્રા, નલિયા, પઠાણકોટ, પટિયાલા, શ્રીનગર, શ્રીકોટ, શ્રીકોટ, પોરલા, પોરબંદ, પોરબંદર, ઉત્તરલાઈ અને લુધિયાણા પણ ખૂલશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news