8th Pay Commission: ફિટમેન્ટ ફેકટર, પગાર, પેન્શન, મોંઘવારી ભથ્થું...કેટલું હશે? ફટાફટ જાણો 21 મહત્વના સવાલના જવાબ
8th Pay Commission અંગે તમને કન્ફ્યૂઝન છે? તે ક્યારે આવશે, ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે, પગાર કેટલો વધશે, પેન્શનનું શું થશે? આ FAQ ગાઈડમાં અમે એવા જ 21 થી વધુ સવાલના જવાબ તૈયાર કર્યા છે જે સરકારી સૂત્રો અને કર્મચારી યુનિયનો પાસેથી મળેલી જાણકારી પર આધારિત છે.
Trending Photos
આઠમું પગાર પંચ ભલે તેની રચનાની પ્રક્રિયામાં હોય પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સેના મનમાં તેના વિશે અનેક સવાલો છે. આ સવાલનો જવાબ અને કન્ફ્યૂઝન દૂર કરવા માટે અમે એક કમ્પલિટ FAQ ગાઈડ લાવ્યા છે. અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દી મુજબ તેમાં સરકાર અને કર્મચારીઓનો પક્ષ રજૂ કરનારી સંસ્થા NC-JCM પાસેથી મળેલી અધિકૃત જાણકારીના આધારે 20થી વધુ સવાલોના જવાબ આપ્યા છે. આ જવાબો નાના અને સીધા રાખવામાં આવ્યા છે જેથી કરીને તમે દરેક વાત સરળતાથી સમજી શકો.
1. આ પગાર પંચ શું હોય છે?
સરકાર તરફથી બનાવવામાં આવેલી એક કમિટી છે જે સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરે છે. તે દર 10 વર્ષે મોંઘવારી અને રહેણીકરણીના ખર્ચ જોઈને બતાડે છે કે પગાર કેટલો વધવો જોઈએ.
2. આઠમું પગાર પંચ અન્ય કરતા કેવી રીતે અલગ હશે?
તે ઘણું અલગ હોવાની આશા છે કારણ કે ભારત હવે દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને છેલ્લા 10 વર્ષમાં કર્મચારીઓના નાણાકીય પડકારો પણ બદલાયા છે. નવા પગાર પંચ આ પડકારોનું સમાધાન કરશે.
3. તેનો ફાયદો કોને કોને મળશે?
તેનો સીધો ફાયદો તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ (સિવિલિયન, રક્ષા કર્મી), પેન્શનર્સ, પીએસયુ કર્મચારીઓ અને અખિલ ભારતીય સેવાના અધિકારીઓને મળશે.
4. પગાર પંચ કેટલા વર્ષમાં એકવાર બને છે?
ભારતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે દર 10 વર્ષે નવું પગાર પંચ બનાવવામાં આવે છે.
5. છઠ્ઠા અને સાતમાં પગાર પંચમાં શું મોટા ફેરફાર જોવા મળ્યા?
છઠ્ઠા પગાર પંચે પે બેન્ડ અને ગ્રેડ પેની સિસ્ટમ શરૂ કરી હતી. જ્યારે સાતમાં પગાર પંચે તેને હટાવીને પે મેટ્રિક્સ અને એક સમાન ફિટમેન્ટ ફેક્ટરનો ફોર્મ્યૂલા લાગૂ કર્યો.
6. તેને લાગૂ કરવામાં શું કોઈ પડકાર છે?
હાલ કોઈ મોટો પડકાર નથી. બસ તેની રચનામાં થઈ રહેલો વિલંબ એક નાની ચિંતા છે પરંતુ એકવાર પેનલ બની ગયા બાદ તે બધુ અપ્રાસંગિક થઈ જશે.
7. ડીએ મર્જ કરવાનું કે વચગાળાની રાહતની માંગણી પર સરકારે શું કહ્યું?
હજુ સુધી સરકાર તરફથી તેના પર કોઈ અધિકૃત જવાબ આવ્યો નથી. કારણ કે પગાર પંચની રચના થવાની બાકી છે.
8. આઠમાં પગાર પંચની ઓફિશિયલ જાણકારી ક્યાં મળશે?
તમે તેની અધિકૃત જાણકારી DoPT, નાણા મંત્રાલયના વ્યય વિભાગ (DoE) અને DoPPWની વેબસાઈટો પર જોઈ શકો છો.
9. તેને બનાવવામાં કઈ મુખ્ય સંસ્થાઓ સામેલ છે?
તેમાં મુખ્ય રીતે DoPT, DoE, નાણા મંત્રાલય અને કર્મચારીઓ તરફથી NC-JCM સામેલ છે.
10. સરકારે આઠમાં પગાર પંચને ક્યારે મંજૂરી આપી?
સરકારે જાન્યુઆરી 2025માં આઠમાં પગાર પંચને મંજૂરી આપી હતી.
11. તે ક્યારે લાગૂ થશે?
તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
12. શું તેને લાગૂ કરવામાં વિલંબ થઈ શકે છે?
શક્યતા ખુબ ઓછી છે. જો જાહેરાતમાં વિલંબ થાય તો પણ તેને 1 જાન્યુઆરી 2026થી જ પૂર્વવ્યાપી(retrospectively) રીતે લાગૂ કરવામાં આવશે.
13. જો વિલંબ થયો તો એરિયર મળશે ખરું ?
જી હા. જો વિલંબ થાય તો પણ તમને 1 જાન્યુઆરી 2026થી લઈને જાહેરાતની તારીખ સુધીના પૂરા પૈસા એરિયર તરીકે એક સાથે મળશે.
14. અત્યાર સુધી તેના પર શું શું કામ થયું છે?
અત્યાર સુધી DoPT અને NC-JCM વચ્ચે તેની શરતો અંગે કેટલીક બેઠકો થઈ છે. DoE એ હાલમાં જ આયોગ માટે સ્ટાફની નિયકુક્તિ અંગે સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે. જો કે ચેરમેન અને સભ્યોના નામ હજુ જાહેર થયા નથી.
15. પગાર કેટલો વધી શકે છે?
તેનો અંદાજો લગાવવો હાલ ઉતાવળભર્યું રહેશે. મીડિયામાં ફિટમેન્ટ ફેક્ટર અંગે અનેક અટકળો છે. પરંતુ જ્યાં સુધી આયોગ પોતાનું કામ શરૂ ન કરે ત્યાં સુધી તેના પર ભરોસો કરવો યોગ્ય નથી.
16. લઘુત્તમ બેઝિક સેલરી કેટલો હોઈ શકે?
તે નવા ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર કરશે. જો કે ટ્રેન્ડ જોઈએ તો તેમાં સારો એવો વધારો થવો જોઈએ. સાતમાં પગાર પંચમાં લઘુત્તમ બેઝિક સેલરી 7000 રૂપિયાથી વધીને 18000 રૂપિયા થઈ હતી.
17. શું મોંઘવારી ભથ્થું (DA) ફરીથી ઝીરો થઈ જશે?
હા. પૂરેપૂરી આશા છે કે છેલ્લા 10 વર્ષમાં મળેલા તમામ ડીએને નવા પગારમાં મર્જ કરી દેવામાં આવે અને ફરીથી DA ની ગણતરી 0%થી ફરીથી શરૂ થાય.
18. ફિટમેન્ટ ફેક્ટર શું હોય છે અને તે આટલું જરૂરી કેમ હોય છે?
આ એક મલ્ટીપ્લાયર (ગુણાંક) છે જેની જોડે તમારી વર્તમાન બેઝિક સેલરીને ગુણીને નવો પગાર નક્કી થાય છે. તમારા પગારમાં તેના કારણે જ સૌથી મોટો ઉછાળો આવે છે.
19. આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે?
તેના પર હજુ સુધી કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. બજારમાં અનેક અટકળો ચાલે છે. જેનાથી બચવું જોઈએ. તેની ખબર ત્યારે જ પડશે જ્યારે આયોગ 2026માં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે.
20. પેન્શનર્સના પેન્શન પર શું અસર પડશે?
પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સને પણ પગારવાળાની જેમ જ ફાયદો થશે. તેમનું પેન્શન પણ ફિટમેન્ટ ફેક્ટરના આધારે જ રિવાઈઝ કરવામાં આવશે. આ સાથે જ રિટાયરમેન્ટ બેનિફિટ્સમાં પણ ફેરફારની આશા છે.
21. શું 2026 પહેલા અને બાદમાં રિટાયર થનારા સરકારી કર્મચારીઓના પેન્શનમાં અંતર હશે?
હાં. એવી ચિંતાઓ સામે આવી શકે છે. જેમ કે સાતમાં પગાર પંચ સમયે પણ થયું હતું. પરંતુ આશા છે કે આઠમું પગાર પંચ એ વાતોનું ધ્યાન રાખશે અને પોતાના રિપોર્ટમાં તેનું સમાધાન સૂચવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે