ગુજરાત બનશે કુરુક્ષેત્રનું મેદાન, કોંગ્રેસ બાદ AAP ના આતિશીનું ગુજરાત માટે મોટું એલાન

Atishi On Gujarat Assembly Election : દિલ્હી ચૂંટણીમાં હાર બાદ આમ આદમી પાર્ટીના રાજકીય ભવિષ્યને લઈને વિવિધ અટકળો ચાલી રહી હતી, હવે પાર્ટી કેવી રીતે આગળ વધશે? દિલ્હીના પૂર્વ સીએમ આતિશીએ પહેલીવાર પાર્ટીની રણનીતિ અંગે સંકેત આપ્યા છે. ગોવાના પ્રવાસે આવેલા આતિશીએ કહ્યું કે, પાર્ટી ગોવા-ગુજરાતમાં એકલા હાથે લડશે

ગુજરાત બનશે કુરુક્ષેત્રનું મેદાન, કોંગ્રેસ બાદ AAP ના આતિશીનું ગુજરાત માટે મોટું એલાન

AAP On Election : ગુજરાત ખરા અર્થમાં કુરુક્ષેત્રનું મેદાન બની રહ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત મોરચા પર સક્રિય થતાની સાથે જ આમ આદમી પાર્ટીનું મોટું નિવેદન સામે આવ્યું છે. પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા સોમવારે ગોવા પહોંચેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ગોવા અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા આતિશીએ મારગાવમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આતિશીએ પત્રકારોને કહ્યું કે અમે ગોવા અને ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છીએ. હજુ સુધી ગઠબંધનની કોઈ વાત થઈ નથી.

ગુજરાતમાં અમારા ધારાસભ્યો છે, અમે ફોકસ કરીશું 
આતિશીએ કહ્યું કે ગોવાના લોકોએ 2022 માં ભાજપને સત્તામાં લાવવા માટે મતદાન કર્યું હતું અને તે દરમિયાન કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી, પરંતુ તેના આઠ ધારાસભ્યો પાછળથી ભાજપમાં જોડાયા હતા, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર ત્રણ ધારાસભ્યો સાથે મુખ્ય વિરોધ પક્ષ છે અને AAP પાસે બે ધારાસભ્યો છે. આતિશીએ કહ્યું કે જ્યારે AAPના બે ઉમેદવારો 2022ની ચૂંટણી જીત્યા ત્યારે એવી અફવા હતી કે તેઓ પાર્ટીમાં બે મહિના પણ ટકી શકશે નહીં, પરંતુ તેઓ હજુ પણ પાર્ટી સાથે છે. કારણ કે તેઓ પૈસા કમાવવા માટે રાજકારણમાં આવ્યા નથી. AAPને સમાન વિચારધારાવાળા પક્ષો સાથે ગઠબંધનમાં રસ નથી કે કેમ તે અંગે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે જ્યારે 11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાય છે, ત્યારે સમાન વિચારધારા શું છે? ગુજરાતમાં AAPના પાંચ ધારાસભ્યો જીત્યા હતા. હાલમાં વર્તમાન સંખ્યા ચાર ધારાસભ્યોની છે. એક ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે, જોકે આ બેઠક હજુ ખાલી છે.

2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ AAP બેકફૂટ પર છે. AAP નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા આતિશીએ આગામી ચૂંટણીમાં ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. આતિશીએ કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વિના પાર્ટી 2027ની ચૂંટણી ગોવા અને ગુજરાતમાં એકલા હાથે લડશે.

આમ, ગુજરાત રાજકારણનું મોટું ફોકસ બની રહ્યું છે. તેનું મોટું કારણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગૃહરાજ્ય છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી પણ ગુજરાતથી ધરમૂળ પરિવર્તન લાવવાની વાત કરી ચૂકી છે. પીએમ મોદીના ગઢમાં હવે એક મ્યાનમાં ત્રણ તલવાર જેવી સ્થિતિ સર્જાશે. વિધાનસભાની ચૂંટણી નજીક આવે તે પહેલા જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે મોરચો માંડી દીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news