પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, અમિત શાહે લોકસભામાં આપી જાણકારી

ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં બોલી રહ્યાં છે. આ દરમિયાન તેમણે સોમવારે જમ્મુ-કાશ્મીરમાં ચલાવવામાં આવેલા ઓપરેશન મહાદેવની જાણકારી આપી છે.

 પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, અમિત શાહે લોકસભામાં આપી જાણકારી

નવી દિલ્હીઃ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન આજે ગૃહમંત્રી અમિત શાહ બોલી રહ્યા છે. તેમણે સોમવારે જમ્મુ-કાશ્મીરમાં થયેલા ઓપરેશન મહાદેવની જાણકારી આપી. અમિત શાહે કહ્યુ 'પહેલગામમાં નિર્દોષ નાગરિકોની હત્યાઓ કરવામાં આવી, ધર્મ પૂછી તેને તેના પરિવારની સામે મારવામાં આવ્યા, હું તેની નિંદા કરુ છું અને જે લોકોના મોત થયા તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છું.' અમિત શાહે કહ્યુ- એક સંયુક્ત ઓપરેશન મહાદેવમાં, ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે પહેલગામ આતંકી હુમલામાં સામેલ ત્રણેય આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ, 'કાલના ઓપરેશનમાં ત્રણેય આતંકવાદી સુલેમાન, અફઘાન અને જિબરાન માર્યા ગયા. તે લોકો તેને ભોજન પહોંચાડતા હતા, તેને પહેલા જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જ્યારે આ આતંકીઓના મૃતદેહ શ્રીનગર લાવવામાં આવ્યા, તો આપણી એજન્સીઓ દ્વારા અટકાયત કરવામાં આવેલા લોકોએ તેની ઓળખ કરી.'

— ANI (@ANI) July 29, 2025

ત્રણેય એ-ગ્રેડના આતંકવાદી
ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન મહાદેવ પર કહ્યુ, 'ઓપરેશન મહાદેવમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને ઝિબરાન, આ ત્રણેય આતંકવાદી ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત અભિયાનમાં ઠાર મરાયા છે. સુલેમાન લશ્કર-એ-તૈયબાનો એ-શ્રેણીનો કમાન્ડર હતો. અફઘાન લશ્કર-એ-તૈયબાનો એ-શ્રેણીનો આતંકવાદી હતો અને ઝિબરાન પણ ગ્રેડ-એનો આતંકવાદી હતો. બૈસરન ઘાટીમાં જેણે આપણા નાગરિકોની હત્યા કરી, તે ત્રણેય આતંકવાદી હતી અને ત્રણેયના મોત થયા.'

વિપક્ષ પર સાધ્યું નિશાન
ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું- મને અપેક્ષા હતી કે જ્યારે તે પહેલગામ હુમલાના આતંકીઓના મોતના સમાચાર સાંભળશે તો ખુશ થશે, પરંતુ એવું લાગે છે કે તે તેનાથી ખુશ નથી. શાહે કહ્યુ- પહેલગામ હુમલા બાદ મેં તત્કાલ પ્રભાવિત પરિવારો સાથે મુલાકાત કરી. મેં મારી સામે એક મહિલાને જોઈ, જે પોતાના લગ્નના છ દિવસ બાદ વિધવા થઈ ગઈ હતી, હું તે દ્રશ્ય ક્યારેય નહીં ભૂલી શકું. હું આજે પણ તે પરિવારોને જણાવવા ઈચ્છું છું કે મોદીજીએ તે લોકોને બેઅસર કરી દીધા જેણે આતંકવાદીઓને મોકલ્યા હતા અને આજે અમારી સેનાએ તે લોકોને ઠાર કર્યા, જેણે હત્યાઓ કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news