એક દિવસમાં બે વખત બન્યો વરરાજા, સવારે પ્રેમિકા સાથે કોર્ટ મેરેજ, રાત્રે પરિવારજનોએ પસંદ કરેલી યુવતી સાથે કર્યાં લગ્ન

2 દિવસ બાદ પ્રેમિકાને જ્યારે આ વાતની જાણ થઈ કે યુવકે બીજા લગ્ન કરી લીધા છે તો તે તેના ઘરે પહોંચી હતી. ત્યારબાદ યુવકના પરિવારજનોએ તેને ભગાડી દીધી હતી. પોલીસે આ મામલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

 એક દિવસમાં બે વખત બન્યો વરરાજા, સવારે પ્રેમિકા સાથે કોર્ટ મેરેજ, રાત્રે પરિવારજનોએ પસંદ કરેલી યુવતી સાથે કર્યાં લગ્ન

ગોરખપુરઃ ગોરખપુરમાં રહેવા એક યુવકે એક દિવસમાં બે લગ્ન કર્યાં. પ્રેમિકા સાથે દિવસે કોર્ટ મેરેજ તો રાત્રે પરિવારજનોના કહેવા પર બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા. બીજા લગ્ન કર્યા બાદ પ્રેમિકા સાથે છેડો ફાડી નાખ્યો હતો. બે દિવસ બાદ પ્રેમિકાને જ્યારે આ ખબર પડી કે તેના પતિએ બીજા લગ્ન કરી લીધા છે તો તે ઘરે પહોંચી ગઈ હતી. તેની વાતો સાંભળ્યા બાદ પરિવારજનોએ તેના ચરિત્ર પર લાંછન લગાવતા ઘરેથી ભગાડી દીધી હતી. તેની ફરિયાદ પર એસપી નોર્થ વિસ્તાર પોલીસે તપાસ શરૂ કરી છે.

હરપુર બુદહટ વિસ્તારની યુવતીને તેના ગામની નજીક પોતાના સમાજના યુવક સાથે પ્રેમ થયો હતો. આશરે ચાર વર્ષ બાદ બંનેએ મંદિરમાં લગ્ન કર્યાં અને પછી લિવઇનમાં રહેવા લાગ્યા હતા, પરંતુ પરિવારજનોને તેની માહિતી આપી નહીં. આ વચ્ચે યુવકના પરિવારજનોએ તેના લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી દીધા. યુવકને તેની જાણ થઈ તો તેણે પ્રેમિકાને આ વાત કહી અને કહ્યું કે પરિવારજનોનું દબાણ છે. બીજીતરફ પરિવારજનોએ તેના લગ્નની તારીખ પણ નક્કી કરી લીધી હતી. તેની જાણકારી પ્રેમિકાને થઈ તો યુવકે તેને ફરી લાલચમાં લઈ લીધી હતી.

તેણે કહ્યું, લગ્ન પહેલા કોર્ટ મેરેજ કરી લઈએ અને તેની જાણ પરિવારજનોને કરતા તે આપણા લગ્ન માનવા પર મજબૂર થઈ જશે. કોર્ટ મેરેજની તારીખ પણ તે રાખી, જે દિવસે પરિવારજનોએ તેના લગ્ન નક્કી કર્યાં હતા. સવારે કોર્ટ ખુલતા યુવકે પ્રેમિકા સાથે કોર્ટ મેરેજ કર્યાં અને બંને ઘરે જતાં રહ્યાં હતા. ત્યારબાદ પરિવારજનોને સમજાવવાની વાત કહેતા યુવકે પ્રેમિકાને ઘરેથી કાઢી મૂકી અને સાંજે બીજા લગ્ન કરવા પહોંચી ગયો હતો. 15 દિવસ સુધી પ્રેમિકા સાથે તેની વાતચીત થઈ નહીં. ત્યારબાદ પ્રેમિકા યુવકના ઘરે પહોંચી હતી ત્યારે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો. 

બે વખત ગર્ભપાત કરાવ્યો, જન્મેલું બાળક નર્સને આપ્યું
યુવતીનો આરોપ છે કે બંને લિવઇનમાં હતા. આ વચ્ચે બે વખત ગર્ભપાત પણ કરાવ્યો હતો. તારામંડળ સ્થિત એક નર્સિંગહોમમાં તેણે એક બાળકને જન્મ આવ્યો, પરંતુ યુવકે તે બાળક નર્સને આપી દીધું હતું. પૂછવા પર જણાવ્યું કે આપણે એકલા રહીએ છીએ, બાળક થોડું મોટું થશે એટલે લાવીશું. તે બાળક અત્યારે કઈ જગ્યાએ છે તે યુવતી જાણતી નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news