‘ઈજ્જતથી કામ કરો અથવા તો ઘરે જાવ’, મહારાષ્ટ્રના ડેપ્યૂટી CM શિંદે મંત્રીઓ-ધારાસભ્યોને લતાડ્યા

Eknath Shinde News: મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ એકનાથ શિંદેએ પાર્ટીના ધારાસભ્યો અને મંત્રીઓને ચેતવણી આપી છે. તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોને કારણે તેમણે બધાને બેઠક માટે બોલાવ્યા હતા. તેમણે બેઠકમાં વાયરલ થયેલા વીડિયો વિશે માહિતી લીધી અને ચેતવણી આપી કે મંત્રીઓ અને ધારાસભ્યોએ પોતાનું વલણ સુધારવું જોઈએ, નહીં તો તેમને કાર્યવાહીનો સામનો કરવો પડશે.

‘ઈજ્જતથી કામ કરો અથવા તો ઘરે જાવ’, મહારાષ્ટ્રના ડેપ્યૂટી CM શિંદે મંત્રીઓ-ધારાસભ્યોને લતાડ્યા

Eknath Shinde Message: મહારાષ્ટ્રના મુંબઈમાં શિવસેના (શિંદે જૂથ) ના ઘણા ધારાસભ્યો અને મંત્રીઓ છેલ્લા ઘણા દિવસોથી નકારાત્મક કારણોસર સમાચારમાં છે. ક્યારેક કોઈ મંત્રીનો બેડરૂમમાં રોકડ સાથેનો વીડિયો વાયરલ થાય છે, તો ક્યારેક કોઈ ધારાસભ્ય માર મારવામાં આવતો હોવાની ક્લિપ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવે છે. આ ઘટનાઓને ગંભીરતાથી લેતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈમાં પોતાના જૂથના ધારાસભ્યો અને મંત્રીઓની બેઠક બોલાવી હતી. તેમણે પાર્ટીના તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને કડક ચેતવણી આપી છે કે તેઓ સન્માન સાથે કામ કરે, નહીં તો ઘરે જાય.

એકનાથ શિંદેએ મંત્રીઓ-ધારાસભ્યોને તતડાવ્યા!
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું કે બદનામ થયેલા મંત્રીઓને ઘરે જવું પડશે. થોડા સમયમાં સારી સફળતા મળી છે અને તેના પરિણામે આજે બદનામ કરવાનો ખેલ શરૂ થયો છે. આગામી સમય પડકારજનક છે. હું મારી જાતને 'ચીફ' નહીં, પણ એક કાર્યકર માનું છું અને હું તમારી પાસેથી પણ એવી જ અપેક્ષા રાખું છું. તમારા મગજમાં હવા ના ભરાવો દો અને એક સામાન્ય કાર્યકરની જેમ કામ કરો. 

શિંદેએ ચેતવણી પણ આપી હતી કે તેમને કોઈપણ મંત્રી કે ધારાસભ્ય સામે કાર્યવાહી કરવાનું પસંદ નથી, પરંતુ જો પરિસ્થિતિ તેમને મજબૂર કરશે, તો તેઓ કડક કાર્યવાહી કરવામાં અચકાશે નહીં. તેથી, તમારું વર્તન એવું હોવું જોઈએ કે મને કાર્યવાહી કરવાની ફરજ ન પડે.

શિંદેએ બેઠકમાં કર્યો વાયરલ વીડિયોનો ઉલ્લેખ
એકનાથ શિંદેએ કહ્યું કે તાજેતરમાં ઘણી ઘટનાઓ બની છે, જેમ કે ચોમાસું સત્ર પહેલા કેબિનેટ મંત્રી ભરત ગોગાવલેનો વીડિયો વાયરલ થયો હતો. સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટનો એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો. ધારાસભ્ય સંજય ગાયકવાડનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કેન્ટીન કર્મચારી પર હુમલો કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાઓ ખૂબ જ નિરાશાજનક હતી. તમારી ભૂલો માટે મારી તરફ આંગળી ચીંધાઈ રહી છે. લોકો મને પ્રશ્ન કરે છે કે તમારા ધારાસભ્યો શું કરી રહ્યા છે? તમે બધા મારા લોકો છો અને તમારી બદનામી મારી બદનામી છે. જો પાર્ટીની છબીને ખરડતા વલણને રોકવામાં નહીં આવે તો કાર્યવાહી ચોક્કસ થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news