SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, આ FD પર ઘટાડ્યું વ્યાજ, જાણો નવા રેટ

SBI FD Rates : SBIમાં FD કરાવનારાઓ માટે ખરાબ સમાચાર છે. બેંકે ફરી એકવાર ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ ઘટાડ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે SBIએ કઈ FD પર વ્યાજમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો છે. 

SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, આ FD પર ઘટાડ્યું વ્યાજ, જાણો નવા રેટ

SBI FD Rates : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં સતત ત્રણ ઘટાડા બાદ, બેંકોએ FD પરના વ્યાજ દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જોકે, આ વલણ હજુ અટક્યું નથી. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ફરી એકવાર FD પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકની વેબસાઇટ અનુસાર, 46 દિવસથી 1 વર્ષથી ઓછી મુદત માટે FD વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટ (0.15%) ઘટાડો કરવામાં આવ્યો છે. સુધારેલા FD દર આજથી, એટલે કે 15 જુલાઈ, 2025થી અમલમાં આવ્યા છે.

કયા સમયગાળા માટે વ્યાજ દરમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો ?

SBIએ સામાન્ય નાગરિકો માટે 46 દિવસથી 179 દિવસના સમયગાળા માટે વ્યાજ દર 5.05%થી ઘટાડીને 4.90% કર્યો છે. 180 દિવસથી 210 દિવસના સમયગાળા માટે FD વ્યાજ દર 5.80% થી ઘટાડીને 5.65% કરવામાં આવ્યો છે. 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળા માટે, બેંકે સામાન્ય નાગરિકો માટે વ્યાજ દર 6.05% થી ઘટાડીને 5.90% કર્યો છે.

વરિષ્ઠ નાગરિકોને પણ ઝટકો

વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં પણ બેંકે FD દરમાં 15 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. બેંકે વરિષ્ઠ નાગરિકો માટેની 46 દિવસથી 179 દિવસની મુદતવાળી FD પર વ્યાજ દર 5.55%થી ઘટાડીને 5.40% કર્યો છે. 180 દિવસથી 210 દિવસની એફડી પર વ્યાજ દર 6.30%થી ઘટાડીને 6.15% કર્યો છે. 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળા માટે બેંકે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 6.55%થી ઘટાડીને 6.40% કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news