ટ્રેનમાં કેટલો સામાન લઈ જઈ શકો છો ? જરૂર કરતાં વધુ લઈ જશો તો ભરવો પડશે દંડ !
Indian Railway : ભારતીય રેલવે દ્વારા તેના યોગ્ય સંચાલન માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં મુસાફરી દરમિયાન લોકો કેટલો સામાન સાથે લઈ જઈ શકે છે, તેનો પણ સમાવેશ થાય છે. તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન રેલવેના નિયમ મુજબ જ સામાન લઈ જઈ શકો છો, તેનાથી વધારે લઈ જશો તો દંડ ભરવો પડી શકે છે.
Trending Photos
Indian Railway : ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરવી એ મોટાભાગના લોકોના જીવનનો એક ભાગ છે. ઘર જેવી સુવિધા અને સામાન સાથે ટ્રેનમાં મુસાફરી કરવી એ એક સામાન્ય બાબત છે. ઘણીવાર લોકો વિચારે છે કે તેઓ ટ્રેનમાં ગમે તેટલો સામાન લઈ જઈ શકે છે, તેમને કોઈ રોકશે નહીં. પરંતુ હવે જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જાઓ છો, તો તમારે દંડ ચૂકવવો પડી શકે છે.
ભારતીય રેલવે હવે આ બાબતે કડક બની રહી છે અને મુસાફરો માટે સામાનના નિયમોનું પાલન કરવું જરૂરી બની ગયું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે તમે ટ્રેનમાં કેટલો સામાન લઈ જઈ શકો છો.
કેટલો સામાન લઈ જઈ શકો છો ?
ભારતીય રેલવે અનુસાર, તમારા મુસાફરીના વર્ગના આધારે સામાનની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
- સ્લીપર ક્લાસ : તમે 40 કિલો સુધીનો સામાન લઈ જઈ શકો છો
- એસી ક્લાસ : 50થી 70 કિલો સુધીનો સામાન લઈ જઈ શકો છો
- જનરલ ક્લાસ : તમે ફક્ત 35 કિલો સુધીનો સામાન લઈ જઈ શકો છો
વધારાના વજન માટે દંડ ભરવો પડશે
જો કોઈ મુસાફર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જતા પકડાય છે, તો TTE અથવા લગેજ ઇન્સ્પેક્ટર સ્થળ પર જ દંડ ફટકારી શકે છે. આ દંડ તમારા સામાનના વધારાના વજન અને મુસાફરીના અંતર પર આધાર રાખે છે. ક્યારેક આ દંડ 50થી 500 રૂપિયા સુધીનો હોઈ શકે છે, જે વધી પણ શકે છે.
રેલવેએ મુસાફરોને સલાહ આપી છે કે જો તમારે વધુ સામાન લઈ જવાનો છે તો મુસાફરી પહેલાં રેલવે સ્ટેશન પર સ્થિત પાર્સલ ઓફિસમાંથી લગેજ બુકિંગ કરાવો. જેનાથી દંડ તો બચશે જ પણ મુસાફરી પણ આરામદાયક રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે